Breaking News

ગેસ સીલીન્ડરના ભાવમાં જંગી વધારો, ભાવ આસમાને પહોચતા જ મોંઘવારીનો લાફો સામાન્ય માણસને તોડી નાખશે, જાણો નવા ભાવ..!

રોજબરોજ વધતી જતી મોંઘવારીએ સામાન્ય લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. અને હવે મોંઘવારીથી પરેશાન લોકોને વધુ એક આંચકો લાગ્યો છે. કારણ કે ગેસ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ધરખમ વધારો કર્યો છે. હવે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર માટે તમારે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

હવે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા થશે. જયારે અમદાવાદ સહીત ગુજરાતના અન્ય જીલ્લાઓમાં પણ સીલીન્ડરના ભાવ વધવાને કારણે હવે સીલીન્ડર 1060 રૂપિયા આસપાસ મળશે. જ્યારે પહેલા તેની કિંમત 1003 રૂપિયા હતી. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે.

હવે 14.2 કિલોના ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડર માટે તમારે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. આ સિવાય પાંચ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. હવે પાંચ કિલોના સિલિન્ડરની કિંમતમાં 18 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે. જોકે, 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો ઘટાડો થયો છે.

થોડા દિવસો પહેલા જ ઓઈલ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ દ્વારા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે બુધવારે સવારે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દિવસો બાદ પ્રથમ વખત ઘરેલું સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 9 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 2,012 રૂપિયા થઈ ગઈ છે. નવી દિલ્હીમાં 6 જુલાઈ 2022થી ગેસ સિલિન્ડર લાગુ કરવામાં આવ્યા છે.

સરકાર એક સામટા ભાવ વધારે છે અને ત્યારબાદ ધટાડાના ભાગ રૂપે માત્ર નજીવી રકમ ઘટાડે છે એટલા માટે લોકોનું મન પણ સચવાઈ રહે અને ભંડોળ પણ ભેગું થાય પરતું હવે આ પ્રકારની નીતિને સૌ કોઈ લોકો સમજી ગયા છે. કારણ કે દિનપ્રતિદિન વધતી મોંઘવારીને પગલે ગૃહિણીઓને ઘર ચલાવવા મુશ્કેલ બની ગયા છે.

વાત કરીએ જુદા જુદા શહેરોના સીલીન્ડરના નવા ભાવોની તો દિલ્હીમાં 1,053 રૂપિયા પ્રતિ સિલિન્ડર, મુંબઈ – રૂ. 1,052, કોલકાતા – રૂ. 1,079, ચેન્નાઈ – રૂ. 1,068, લખનૌ: 1091, જયપુર: 1057, પટના: 1143, ઇન્દોર: 1081, અમદાવાદ: 1060, પુણે: 1056, ગોરખપુર: 1062, ભોપાલ: 1059 અને આગ્રા: 1066..

બીજી તરફ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેની કિંમતમાં 8.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, આ રાહત કાફી નથી. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલ તેમજ દૂધ અને શાકભાજીના ભાવો પણ ખુબ જ વધવા લાગ્યા છે. જેને કારણે મધ્યમવર્ગીય પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *