આ વર્ષે ખેડૂતો માટે હાલત ખૂબ જ કફોડી બની ચૂકી છે. કારણ કે અતિશય અને અનિયમિત વરસાદને લીધે ખેતી માં ભારે નુકસાન થયું છે. જેના લીધે આ વર્ષની દિવાળી ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. તેવામાં ખેડામાં ૨૦૦ વર્ષથી ખેતી કરતા ગરીબ અને અભણ ખેડૂતોની જમીન ભાજપના ભૂમાફિયાઓ એ દબોચી લેતાં મુશ્કેલીઓના પાર જ નથી રહ્યા..
ખેડાના દાદાના મુવાડા ગામે અશિક્ષિત ખેડૂતો ૨૦૦ વર્ષથી ખેતી કરતા હતા. તેઓની જમીન ખૂબ જ ફળદ્રુપ હતી. ત્યાંના નેતાઓની મેલી નજર એ જમીન પર હતી કારણકે ખેડૂતો ભણેલા નોહતા તેથી તેઓને ફોસલાવીને કાગળિયા બનાવરાવી લેવાની ફિરાકમાં હતા.
દાદાના મુવાડા ગામે બારૈયા કુટુંબો વર્ષોથી ખેતી કરી રહ્યા છે. પરંતુ બે મહિના પહેલા જ્યારે તેઓએ રજીસ્ટાર કચેરીમાં પોતાના ચાર સર્વે નંબરો ના દસ્તાવેજ જ થયાં જાણ્યું. ત્યારે ભાજપના નેતાઓ બારૈયા ઓના બાપદાદાના ઘર અને ખેતરો પચાવી પાડશે અને તેઓને ત્યાંથી કાઢી મૂકશે તેવી ધમકી આપી હતી.
સિંગરવા ના પૂર્વ સરપંચ કુંજન શ્રી ગોવિંદ ચૌહાણ એ પોતાના ભાઈઓના નામે તે ખેડૂતોની 44 વીઘા જમીન ગેરકાયદે ખરીદી કૌભાંડ આચરી નાખ્યું હતું. તેમજ વટવા ભાજપના મહામંત્રી કુંજન શ્રી ખેડૂતોની જાણ બહાર જ 32 વીઘામાં પાવર ઓફ એટની કરીને ખેડા કલેકટર સમક્ષ ફરિયાદ રજૂ કરી દીધી હતી.
તે ખેડૂતોએ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને કોલ કરીને રજૂઆત કરી હતી કે તેઓની જમીન ભાજપના ભૂમાફિયા એ પચાવી પાડી છે તેથી તેઓ તેમને પોતાની જમીન પાછી અપાવવામાં મદદ કરે. તમામ મોબાઇલ રેકોર્ડિંગ થી જાણવા મળ્યું છે કે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે મને તેઓનો પુરાવો આપો હું કોઈને પણ થોડી જ નહીં…
તેઓએ ખેડા કલેકટર સમક્ષ રજૂઆત પણ કરી છે. ભાજપમાં રાજકીય આશરો ધરાવતા ભૂમાફિયાઓ સામે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કાર્યવાહી કરશે ખરા તેની ચર્ચાઓ જોર પકડી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]