Breaking News

અમદાવાદમાં ગરીબ અને મજબુર યુવતીના ઘરમાં ઘુસીને નરાધમે દુષ્કર્મ કરવાની કોશિશ કરી, યુવતીને લાગી આવતા દવા ગટગટાવી લીધી.. વાંચો..!

ગુજરાતમાં સ્પા મસાજ ની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે ઘણી જગ્યાએ પકડી પાડયા છે. છેલ્લા એક મહિનામાં પોલીસે જુદા જુદા જિલ્લાઓમાં દરોડા પાડીને સ્પાની આડમાં ચાલી રહેલા ગોરખ ધંધાઓને બંધ કરાવીને તેમાં ફસાયેલી મહિલાઓને બહાર કાઢી છે. હાલ અમદાવાદમાં એક મહિલા ઓઢવ વિસ્તારમાં રહે છે..

પોતાના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાને કારણે તે નોકરી-ધંધાની તલાશ હતી. ખૂબ નોકરી-ધંધો શોધ્યા બાદ પણ તેને કોઈ કામ મળ્યું ન હતું. અને તેને ઘરની નજીક આવેલું એક સ્પામાં કામ કરવાની નોકરી મળી હતી. પૈસાની ખુબ જરૂર હોવાને કારણે મજબૂરીવશ તેને જ કામ કરવા માટે રાજી થઇ ગઇ હતી..

તે પોતાની નોકરી પર કામ કરવા લાગી હતી. એ સમયે તેનો સંપર્ક સ્પામાં રેગ્યુલર કસ્ટમર તરીકે આવતા દિગ્વિજય નામના વ્યક્તિ સાથે થયો હતો. દિગ્વિજય આ મહિલા સાથે મિત્રતા બાંધવા માંગતો હતો. ધીમે ધીમે ત્યાં મહિલાને સારી સારી વાતો કરીને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો હતો..

તે દરરોજ સ્પામાં આવીને મહિલાને મળતો હતો. અને તેની સાથે વાતો કરતો હતો. તેમજ તેણે તેનો ફોન નંબર પણ લઇ લીધો હતો. થોડા દિવસો બાદ મહિલાએ સ્પામાં જવાની નોકરી મૂકી દીધી હતી. છતાં પણ દિગ્વિજય તેને મળવા માટે અવારનવાર ફોન કરીને હેરાન ગતિ પહોંચાડતો હતો..

એટલા માટે મહિલાએ દિગ્વિજયના નંબરને બ્લોક કરી નાખ્યો હતો. છતાં પણ દિગ્વિજય સમજતો નહોતો અને વારંવાર તે મહિલાનો પીછો કરી રહ્યો હતો. તેની સાથે ન કરવાના કામો કરવાની ઇચ્છા ધરાવતો હતો. થોડા દિવસો બાદ ફરિવાર મહિલાને સ્પામાં નોકરી કરવાની ફરજ પડી હતી…

આ વાતની જાણ દિગ્વિજયને થતાની સાથે જ દિગ્વિજય આ મહિલાનો પીછો કરવા લાગ્યો હતો એક વાર તો તેને જાહેરમાં મહિલાનો હાથ પકડીને તેને રોકી પણ હતી મહિલા દિગ્વિજય નામના વ્યક્તિ ખૂબ જ કંટાળી ગઈ હતી એટલા માટે તે તેનાથી દૂર કહેવા માંગતી હતી..

એક દિવસ મહિલા પોતાના ઘરેથી સ્પામાં જતી હતી એ સમય દરમિયાન દિગ્વિજય સોસાયટીની બહાર જઈને ઊભો રહી ગયો હતો અને મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. એટલા માટે મહિલા પોતાના ઘરે પરત ફરી હતી પરંતુ દિગ્વિજય તેની પાછળ પાછળ તેની ઘરે ગયો હતો અને તેની સાથે દુ.ષ્ક.ર્મ. કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

મહિલા બુમાબુમ કરવા લાગી હતી. એટલા માટે તે મહિલાને માર મારવા લાગ્યો હતો. એવામાં આસપાસના પડોશીઓ ત્યાં ભેગા થઇ ગયા હતા એટલા માટે દિગ્વિજય ત્યાંથી ભાગી ચૂક્યો હતો. મહિલા સાથે જે પ્રકારનું બનાવ બન્યો હતો એની જાણ સમગ્ર સોસાયટીના લોકોને થઈ ગઈ હતી…

એટલા માટે મહિલા ખૂબ જ આઘાત માં ચાલી ગઇ હતી અને અંતે તેણે ટોયલેટ સાફ કરવાનું લિક્વિડ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોની મદદથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ ઓઢવ પોલીસ સ્ટેશને આ બાબતની ફરિયાદ નોંધીને દિગ્વિજય નામના નરાધમ યુવક સામે કાર્યવાહી પગલાં ભરવાની તૈયારી દર્શાવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *