Breaking News

કિશન ભરવાડનો ગરબે ગુમતો વિડીયો થયો વાયરલ, આ યાદગાર વિડીયો જોઇને મિત્રોની આંખમાંથી આંસુ સરી પડ્યા..!

ધંધુકા માં બનેલી કિશન ભરવાડ હત્યા કેસમાં હાલ એટીએસ તપાસ કરી રહી છે. ગુજરાત પોલીસ આ હત્યાકેસની કડીને સુલજાવા માટે સખત પ્રયત્ન કરી રહી છે. તેમજ ATSએ આ કેસમાં સામેલ હોઈ તેવા 10 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. આ બાબતને લઈને ગુજરાતમાં ઘણા તાલુકાઓમાં મૌન રેલી યોજીને કિશન ભરવાડ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

તેમજ આ મુદ્દે ગુજરાતના લોક કલાકારો પણ પોતાના મંતવ્યો રજૂ કરતાં જણાવ્યું હતું કે કિશન ભરવાડ ની હત્યા કરનાર આરોપીઓ અને કડકમાં કડક સજા મળવી જોઈએ. ધંધુકાના માલધારી યુવક કિશન ભરવાડની હત્યા બાદ પોલીસ દિવસ રાત એક કરીને ઘટના પાછળના અસલી આરોપીના કનેકશનને પકડી પાડવા દમ લગાવી રહ્યા છે.

ગુજરાતના પોલીસ ખાતાએ ઘણા આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે તેમજ તેમના રિમાન્ડ મંજુર કરીને સમગ્ર પોલ ખુલી કરવાની તૈયારી કરી રહી છે.. આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. ત્યારે કિશન ભરવાડનો ગરબા રમતો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે…

આ વિડીયો જોઈને પરિવારના તેમજ સ્નેહી લોકોની આંખમાંથી આંસુ સરી પડ્યા છે. કારણ કે આજથી થોડાક દિવસ પહેલા કિશનનો ચેહરો જોવા મળતો હતો અને આજે એ જ ચેહરાનું સ્મિત ક્યાંક ડૂબી ગયું છે. કિશન ભરવાડનો ગરબા રમતો વિડીયો જોઇને સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે, હકીકતમાં કિશન સ્વભાવે ખુબ જ મોજીલો અને સરળ માણસ છે..

આ વિડીયો આશરે 2 મહિના જુનો છે. કિશન ભરવાડ તારાપુર ખાતે તેના એક સંબંધીના ઘરે પ્રસંગમાં ખૂબ જ મોજથી ગરબે રમ્યો હતો. એવું કોણે વિચાર્યુંય હશે કે આ હસતો ખેલતો ચેહરો ખુબ જલ્દી જ બુજાઈ જવાનો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો અત્યારે પવન માફક વાયરલ થઇ રહ્યો છે.

આ ઉપરાંત સોશિયલ મીડિયામાં કિશન ભરવાડના અન્ય કેટલાય વિડીયો વાયરલ થયા છે. જેમાં કિશન તેની નાનકડી ફૂલ જેવી દીકરીને રમાડી રહ્યો છે. કિશનની એવી ઈચ્છા હતી કે મારી દીકરી મોટી થઇને ડોક્ટર બને અને લોકોની સેવા કરે.. પરતું હવે દીકરી પરથી એક પિતાની છત્રછાયાં જતી રહી છે.

આ સમાચાર કોઈપણ ધર્મ કે કોઈપણ સંપ્રદાય ને નીચા બતાવવા માટે નથી તમામ ધર્મ ને સંપ્રદાય એક બીજા નું સમ્માન કરે છે તમામ વચ્ચે પરસ્પર એકતાની ભાવના બની રહે કોઈપણ પ્રકારની જાતીય વિષમતા ફેલાવી એવી પોસ્ટ થી દૂર રહેવા વિનંતી અમારો પ્રયાસ આપને સત્ય ને સચોટ સમાચાર પોંહચાડવાનો છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *