Breaking News

ગણેશ ઉત્સવમાં ગમે ત્યાંના મોતીચૂર લાડુ અને મોદક ખાતા પહેલા ચેતજો નહીતો જશે જીવ..! જીવ સાથે ચેડા કરતો બનાવ..!

લોકોને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાનું વધારે પસંદ પડે છે, મોટાભાગના લોકો તીખું અને ગળ્યું ખાવાના વધારે શોખીન હોય છે. તીખો તમતમતો અને ગળ્યો ટેસ્ટ જ્યાં સુધી જીભને ન અડકે ત્યાં સુધી કોઈ પણ વાનગી ખાવાની મજા આવતી નથી, પરંતુ વધારે પડતી સ્વાદિષ્ટ ચીજ વસ્તુઓ ખાઈ લેવાને કારણે શરીરના સ્વાસ્થ્યમાં પણ લાંબા સમયે અસર દેખાતી હોય છે..

અત્યારે ઘરની વાનગીઓની સાથે સાથે લોકો બહારનો ચટાકેદાર સ્વાદ ચાખવાના વધારે શોખીન હોય છે. પરંતુ આ સ્વાદ ચાખતા પહેલા જો તમને તમારો જીવ વહાલો હોય તો આ લેખ વાંચવો જોઈએ અને લોકોને પણ જાગૃત કરવા જોઈએ, શહેરના મોટાભાગની જગ્યાએ જ્યાં ખાદ્ય સામગ્રીઓનું વેચાણ કરવામાં આવતું હોય ત્યાં સ્વાસ્થ્ય લક્ષી ઘણી બધી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું હોય છે..

પરંતુ અમુક લોકો સસ્તી ચીજ વસ્તુઓ વહેંચીને તેની ગુણવત્તામાં છેડછાડ કરી લોકોના જીવ સાથે સીધા છેડા કરતા હોય તેવું લાગી રહ્યું છે, એમાં પણ મીઠાઈ જેવી વાનગીઓ તો શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ વધારે અસર કરી નાખે છે. મીઠાઈની અંદર વપરાતી ચીજ વસ્તુઓ વાસી કે અખાદ્ય હોય તો સ્વાસ્થ્ય બગડી જતું હોય છે..

અત્યારે તહેવારનો સમય ચાલી રહ્યો છે, મીઠાઈની દુકાનો ઉપર તો લોકોની ભીડ ઉમટી પડતી હોય છે, એમાં પણ અત્યારે ગણેશ ઉત્સવના સમયમાં મોતીચૂરના લાડુ અને મોદક ખાવા માટે લોકો પડાપડી બોલાવી દેતા હોય છે, પ્રસાદીની ચીજ વસ્તુઓ બનાવવા માટે મોટાભાગે મોતીચૂના લાડુ અને મોદકનો ઉપયોગ થતો હોય છે..

પરંતુ ગમે તેવી જગ્યાના મોતીચૂરના લાડુ તેમજ મોદક ખાતા પહેલા દરેક લોકોએ ચેતી જવું જોઈએ, જે જગ્યા ઉપર મીઠાઈની વાનગીઓ બનાવતી વખતે ખૂબ જ ચોખ્ખાઈ રાખવામાં આવતી હોય આ ઉપરાંત એકદમ તાજી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને મીઠાઈ બનાવવામાં આવતી હોય ત્યાંથી જ મીઠાઈ ખરીદવી જોઈએ..

ગમે તેવી જગ્યાએ બનાવવામાં આવતી મીઠાઈ અખાદ્ય પણ સાબિત થઈ જતી હોય છે, દરેક શહેરમાં રહેલી સ્વાસ્થ્ય અને ફૂડ વિભાગની ટીમો જુદી-જુદી જગ્યાએ તપાસ માટે જતી હોય છે, તહેવારનો સમય હોવાને કારણે ફૂડ વિભાગની એક ટીમ શહેરના મોટાભાગના મીઠાઈની દુકાન ઉપર તપાસ માટે નીકળી પડી હતી..

એ દરમિયાન અંદાજે પાંચ જેટલી દુકાનોમાંથી અખાદ્ય માવો અને અખાદ્ય મીઠાઈ મળી આવી હતી, જે જો નાગરિકો ખાઈ લે તો તેમને ઝાડા ઉલટી તેમજ અન્ય બીમારીઓ પણ થવાનો પણ ભય રહેલો હોય છે, આ પાંચ દુકાનો ઉપરથી મળેલી તમામ મીઠાઈને નાશ કરવામાં આવી હતી..

તેમજ ફૂડ વિભાગના અધિકારીઓએ આ મીઠાઈના દુકાનોના લાયસન્સ પણ રદ કરી નાખ્યા હતા કારણ કે, આ અગાઉ પણ તેમની દુકાનમાંથી અખાત્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી. રંગપુર ચોકડી પાસે આવેલી રંગીલી મીઠાઈ પ્રેમલાલની મીઠાઈ રસિકદાસની મીઠાઈ આસ્થા ડેરી અને નિકુંજ ડેરી નામની આ દુકાનોમાંથી અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી..

નાગરિકોના સ્વાસ્થયને ધ્યાનમાં લઈને તેઓને ખૂબ જ સારી વાનગીઓ ખાવા માટે મળે તેની જવાબદારી શહેરની ફૂડ વિભાગની ટીમની હોય છે, માર્કેટની અંદર વેચાણ કરવામાં આવતી ચીજ વસ્તુઓની તપાસ કરવી અને તેની અંદર કેટલી ગુણવત્તા રહેલી છે. તેનો રિપોર્ટ જાહેર કરવો હોય તે ફૂડ વિભાગની ટીમનું કામકાજ હોય છે..

અને તેઓ પોતાના કર્તવ્યને આધારે લોકોને ગમે તેવી જગ્યાના મોતીચૂના લાડુ તેમજ મોદક અને અન્ય મીઠાઈઓ પણ ખાવા પહેલા ચેતી જવું જોઈએ તેવી સૂચના આપી હતી. વિભાગની ટીમે તપાસ કરીએ દરમ્યાન તેઓને દેખાય એવું કે મોદક અને મોતીચૂરના લાડુ બનાવવા માટે જે સાધન સામગ્રીઓ વપરાતી હતી તે સાધનોમાં સ્વચ્છતા દેખાઈ આવી હતી નહીં..

આ ઉપરાંત ત્યાં મચ્છર અને માખીનો ઉપદ્રવ પણ ખૂબ જ વધારે હતો, ગટર પણ ખુલ્લી દેખાઈ આવી હતી. આવી જગ્યા ઉપર કીડી મકોડાનું પ્રમાણ પણ ખૂબ જ વધારે હોવાને કારણે જગ્યા બિલકુલ અસ્વચ્છ દેખાઈ રહી હતી, આ સાથે મીઠાઈની અંદર નાખવામાં આવતો માવો પણ ખૂબ જ વાસી હોય તેવું જણાઈ આવ્યું હતું..

આ અગાઉ પણ જુદી-જુદી જગ્યાએ તપાસ કરતી વખતે ઘણી બધી અખાદ્ય ચીજ વસ્તુઓ મળી હતી, ફુડ વિભાગના અધિકારીઓ વારંવાર તપાસ શરૂ કરી જે લોકો અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોય અથવા તો વાસી ખોરાક અને ભેળસેળવાળા ખોરાકનું વેચાણ કરતા હોય તેમને સામે કાર્યવાહી કરીને દંડ કે લાયસન્સ રદ કરવાની કામગીરી પણ કરે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *