રોજબરોજ નાના બાળકો સાથે કોઈને કોઈ બનાવો બનવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. અત્યારે ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. દરેક સોસાયટીઓમાં તેમજ ઘરોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. અને સૌ કોઈ ભક્તો ગણપતિની પૂજા આરતી કરી અનોખો ભાવ પ્રગટ કરે છે.
મધ્યપ્રદેશના ભોપાલમાં નેહરુનગર વિસ્તાર પાસે વોર્ડ નંબર 29 માં એક પરિવાર રહે છે. પરિવારનો સાત વર્ષનો દીકરો મોહિત પોતાના ઘરે ગણેશજીની આરતી ઉતારી સૌ કોઈ લોકોને પ્રસાદ પણ વેચ્યો હતો. ગણેશજીની પૂજા કરીને પછી તેણે તેની માતાને કહ્યું કે, મમ્મી હું બગીચા પાસે આવેલા ગણેશજીના પંડાલમાં દર્શન કરવા માટે જાવ છું.
એમ કહીને તે ઘરેથી નીકળ્યો હતો અને માત્ર 10 મિનિટની અંદર જ પોતાના દીકરાને મૃત હાલતમાં જોતા માતા એકાએક ઢળી પડી હતી. અને તેણે જોર જોરથી પોક મૂકી દીધી હતી. આ માતાની હાલત જોઈને ભલભલા લોકોના ડોળા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા હતા. મોહિત ધોરણ એક માં અભ્યાસ કરતો હતો..
તે પોતાના ઘરેથી નીકળીને ઘર પાસે આવેલા બગીચા નજીક ગણેશજીના પંડાલમાં ગણેશજીને જોવા માટે તેમજ દર્શન કરવા માટે જતો હતો. ત્યારે બગીચાના ગેટ પાસે રહેલા ઈલેક્ટ્રીક બોલમાં વાયરમાં તેમનો પગ અટવાઈ ગયો હતો. આ વાયરને અચાનક અડકતાની સાથે જ તેમાંથી એકાએક કરંટ નીકળ્યો હતો અને મોહિત આ ઈલેક્ટ્રીક પોલ સાથે ચોંટી ગયો હતો..
અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે આ બનાવ બન્યો ત્યારે હર્ષવર્ધન સિંહ નામના વ્યક્તિ પણ ત્યાં હાજર હતા. તેઓએ જણાવ્યું કે મોહિત અને તેમનો દીકરો બંને સાથે રમતા હતા. એવામાં અચાનક જ મોહિતનો પગ અર્થીંગ વાળા વાયરને સ્પર્શ થતા જ તેને અચાનક આચકો લાગ્યો હતો અને તેના શરીરમાં પંચર પડવા લાગ્યું હતું,
જેના કારણે તેનો જીવ જતો રહ્યો છે. સૌ કોઈ લોકોએ ડસ્ટબિનની મદદથી તેને વાયરથી જુદો કરવામાં આવ્યો હતો. પરંતુ આ પોલમાં કરંટ લાગતા તેનું મૃત્યુ થઈ ગયું હતું. તેનો જીવ ન બચી શકતા સૌ કોઈ લોકોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. જ્યાં બનાવ બન્યો ત્યાંથી ગણેશજીનો પંડાલ માત્ર 100 ફૂટની દુરી ઉપર છે..
આ બનાવ બનતાની સાથે જ ગણેશજીના પંડાલને ઉતારી લેવામાં આવ્યો છે. કારણ કે આ વિસ્તારમાં ખૂબ જ ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. આ બનાવને લઈને આસપાસના તમામ રહેશો ખૂબ જ રોસે ભરાયા છે. અને તેઓએ વોર્ડના ઇન્ચાર્જ મકોરીયા ભાઈનો ઘેરો પણ કરી લીધો હતો. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, આસપાસના ઘણા બધા પોલમાં કરંટ ફેલાય છે..
અને આની ફરિયાદ પણ તેઓએ ઘણી વખત કરી છે. પાર્કની લાઈટના વાયરો પણ તૂટી ગયા છે. તેમ છતાં પણ કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી પરંતુ આજે આ કરંટને કારણે સાત વર્ષના એક દીકરાનો જ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે તંત્ર શું કામગીરી કરે છે તેને લઈને સૌ કોઈ લોકો નજર રાખીને બેઠા છે..
જ્યારે બાળકની માતાને જાણ કરવામાં આવી કે, તેમનો વહાલસોયો દીકરો મોહિત કરંટ લાગવાને કારણે મૃત્યુ પામ્યો છે. અને વિજપોલ સાથે ચોંટી ગયો છે. ત્યારે તાબડતો દોડતી દોડતી બાળકની માતા ત્યાં આવી પહોંચી હતી. અને રડી રડીને બોલવા લાગી કે, હું મારા દીકરાને નહોતી જવા દેવાની કદાચ મેને ઠપકો આપ્યો હોત તો આજે તેનો જીવ બચી ગયો હોત..
હે મારા દીકરા તું ઉભો થઈ જા હું તારા વગર જીવીને હવે શું કરીશ, હું તારા માટે ઘણા બધા રમકડા પણ લાવી છું. પરંતુ હવે આ રમકડાનું હું શું કરીશ, તેમ કહીને તે સતત રડવા લાગી. પરંતુ આ બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. અને આવતીકાલે તેના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]