Breaking News

ગમે ત્યાંનું મન્ચ્યુરીયન ખાતા પહેલા ચેતજો નહીતો ક્યાંય ના નહી રહો, આ નામચીન રેસ્ટોરેન્ટમાં તપાસ કરતા મળ્યું એવું કે જાણીને કોળીયો ગળે નહી ઉતરે..!

ગુજરાતમાં દરેક લોકો ખૂબ જ મહેનત ઈમાનદારી અને સાચી નીતિથી કામ ધંધો કરીને પરિવાર સાથે રાજી ખુશીથી રહે છે. દરેક લોકોને પોતાના મહેનતનું ફળ અને ઈમાનદારીના કારણે ખૂબ જ સારું માન સન્માન પણ મળતું હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કંઈક ને કંઈક બેદરકારીના દ્રશ્યો પણ સામે આવવા લાગ્યા છે..

જેમાં નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાના ફૂડ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓની નજરમાં આવતા લારીઓ તેમજ રેસ્ટોરન્ટ અને અન્ય ખાણીપીણીની જગ્યાઓએ ગ્રાહકોની સુરક્ષાનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે. તેનું ચેકિંગ કરવામાં આવતું હતું. જેમાં રાજકોટ, જામનગર, સુરત તેમજ વડોદરામાં અવારનવાર ફુડ વિભાગના અધિકારીઓએ જે તે જગ્યા પરથી તપાસ દરમિયાન મળેલો અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો નાશ કરવામાં આવતો હોય છે.

અને શહેરના નાગરિકના સ્વાસ્થય અને સુખાકારી અંગે હંમેશા ચિંતા વ્યક્ત કરવામાં આવતી હોય છે. આ બાબતને લઈ ફૂડ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ખૂબ જ કડકાઈથી તપાસ હાથ ધરતા હોય છે. હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે. જેમાં જામનગરના ફૂડ વિભાગના અધિકારીઓએ ફરી એક વખત તપાસનો સિલસિલો શરૂ કર્યો હતો.

તપાસ કરતી વખતે ફરસાણની કુલ 12 જેટલી દુકાનોમાંથી નમુના લેવામાં આવ્યા અને ત્યારબાદ તેમને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે સાથે અન્ય રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓ ઉપર પણ તપાસ ચલાવવામાં આવી હતી જામનગરના નાગનાથ ગેટ ઉપર વિક્ટોરિયા પુલ પાસે આવેલા જય ભોલે રેસ્ટોરેન્ટની અંદર ફૂડ વિભાગના અધિકારીઓને કુલ 40 કિલો વાસી મંચુરિયનનો જથ્થો મળ્યો હતો..

આ નામથી રેસ્ટોરન્ટ માંથી એટલો બધો અખાદ્ય ચીજોનો જથ્થો મળતા સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. જો 40 કિલો મનચુરીયન શહેરના નાગરિકોના પેટમાં ગયું હોત અને તેમનું સ્વાસ્થ્ય બગડી ગયું હોત તો તેના જવાબદાર કોણ સાબિત થાય.. આ બાબતને લઇ સૌ કોઈ લોકો વિચારવા મજબૂર બન્યા હતા.

આ ઉપરાંત નાગરિકોએ પૈસા આપવા છતાં પણ વાસી ખોરાક ખવડાવો એ ક્યાંનો ન્યાય કહેવાય… દરેક નાગરિકના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારના છેડા સહન કરી લેવામાં આવતા નથી. અને તેમની સામે કડકથી કડક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. આ સાથે સાથે એક દુકાનમાંથી 35 કિલો પેંડાનો પણ નાશ કરવામાં આવ્યો છે..

કારણ કે આ પેંડાની અંદર વપરાયેલો માવો અનહાઇજેનિક સાબિત થયો હતો. આ સાથે સાથે જો ગુણવત્તામાં સુધારો નહીં કરવામાં આવે તો તેમના ફૂડ લાઇસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવશે તેવી નોટિસ પણ આપી દેવામાં આવી હતી. રાજપૂત વિસ્તારમાં આવેલી ચાઈનીઝની જગ્યાઓ પરથી ખૂબ જ વધારે માત્રામાં ચાઈનીઝ ફાસ્ટ ફૂડનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો..

જેમાં કુલ પાંચ થી છ જગ્યાએ તપાસ ચલાવવામાં આવી હતી. અવારનવાર જુદા જુદા શહેરોમાંથી ખાદ્ય ચીજ વસ્તુઓના જથ્થાને ફૂડ વિભાગના અધિકારીઓ તપાસ દરમિયાન પકડી પાડે છે. અને તેમના જથ્થાને સ્થળ પર જ નાબૂદ કરી દેવામાં આવતો હોય છે. આ ઉપરાંત નોટિસની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે..

જો આ વાસી મંચુરિયન કોઈ નાગરિકે ખાઈ લીધું હોત તો તેની તબિયત લથડી જવાના પણ ચાન્સ રહે છે. હાલ આ બાબતને લઈને ભારે ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે. દિન પ્રતિ દિન હવે વધતા જતા ખાણીપીણીના ઘમઘમાટમાં દરેક નાગિરકોએ પોતાના સ્વાસ્થ્યનું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *