Breaking News

ગમે ત્યાં મોટી ગાડી પાર્કિંગ કરતા પહેલા ચેતજો, આ ઠગીયાની હરકતો જાણીને આસપાસના લોકો પણ માથું પકડી ગયા..!

આપણો દેશ ભારત ડ્રાઇવિંગ લક્ષી બાબતોને લઈને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, જે તે શહેરોમાં નાગરિકો મન ફાવે તેમ ડ્રાઇવિંગ કરે છે. આ ઉપરાંત જાહેર રસ્તા પર પણ પોતાની કાર પાર્કિંગ કરીને ચાલ્યા જાય છે. જેના કારણે રોડ કેટલો લાંબો ટ્રાફિક જામ પણ સર્જાઈ જવાના બનાવો પહેલા સામે આવી ચૂક્યા છે..

ડ્રાઇવિંગની પૂરતી સમજ ન હોવાને કારણે સામાન્ય જનતાને ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે. ગઈકાલે ગાંધીનગરના ભાટના અગોરા મોલ સામેથી ખૂબ આવનારો મામલો સામે આવ્યો છે. આ બનાવ સાંભળ્યા બાદ તમે પણ કોઈ પણ આલતુ ફાલતું જગ્યાએ ગાડી પાર્કિંગ કરવાનું અને પોતાની ગાડીને સિક્યુરિટી સાથે કોઈ સારી જગ્યા પર પાર્કિંગ કરવા લાગશો..

ભાટ પાસે એપોલો સર્કલ નજીક અગોરા મોલ આવેલો છે. તેની સામે એશ્વર્યા કોમ્પ્લેક્સની અંદર મારુતિનંદન કાઠીયાવાડી રેસ્ટોરેન્ટ માં નિમેષભાઈ પ્રફુલભાઈ પટેલ તેમની પત્નીની સાથે જમવા માટે આવ્યા હતા. તેઓએ પોતાની કાર રેસ્ટોરન્ટ ની આગળના સર્વિસ રોડ ઉપર પાર્ક કરી હતી. ત્યારબાદ તેઓ રેસ્ટોરન્ટમાં જમવા માટે ચાલ્યા ગયા હતા..

જ્યારે તેઓ જમીને પરત પોતાની કાર પાસે આવ્યા કારની અંદર જોયું તો તેમની કિંમતી ચીજ વસ્તુ ગાયબ હતી. જેમાં 35,000ની કિંમતનું લેપટોપ સામેલ હતું. કારનો દરવાજો પણ લોક ન હતો. આ જોતા જ તેઓ સમજી ગયા કે તેમની કારમાંથી કોઈક ઠગ્યો હાથ ફેરો કરી ગયો છે. તેઓએ તાત્કાલિક આ બનાવવાની જાણ પોલીસ સ્ટેશનમાં આપી હતી….

પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી જેમાં અજય વિઠ્ઠલભાઈ નામનો એક વ્યક્તિ આકારમાંથી લેપટોપ લઈને જતો હોય તેવું દેખાઈ રહ્યું હતું. આ વ્યક્તિની તમામ કુંડળી કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેમના પર વોચ ગોઠવીને તેને ઝડપી પાડવામાં આવ્યો છે. આ વ્યક્તિ જે તે પરિવારની કાર ઉપર નજર રાખીને બેઠો હોય છે..

જેવા કાર માલિક પોતાની કાર પાર્કિંગ કરીને પોતાના કામ માટે જાય કે પોતાની આવડતથી આ વ્યક્તિ કારનો દરવાજો ખોલી નાખતો હતો અને અંદર રહેલા તમામ કિંમતી ચીજ વસ્તુઓને ચોરી કરી લેતો હતો. આ વ્યક્તિની તલાસી લેતા તેની પાસેથી એક સોનાની વીંટી, બ્રાઉન કલરનું એક પર્સ, એક સ્માર્ટફોન આ સાથે એટીએમ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, લેપટોપ અન્ય એક રોકડ રૂપિયા ભરેલી બેગ પણ મળી આવી હતી..

આ તમામ ચીજ વસ્તુઓ છે ક્યાંથી લાવ્યો હતો, આ તમામ સવાલના કોઈ પણ જવાબ તેની પાસેથી ન મળતા તેની કડક પૂછતાછ શરૂ કરવામાં આવી હતી. જેમાં તેણે ગુનો કબુલ કરી લીધો હતો. પોલીસે અજય વિઠ્ઠલભાઈ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાને કારનો દરવાજો નો લોક તોડતા આવડતું હોવાને કારણે તે કેટલાય લોકોની કારમાંથી ચોરી કરતા હોવાનો મામલો સામે આવ્યો છે. આ સાથે સાથે અન્ય એક વ્યક્તિની કારનો દરવાજો ખોલીને પણ 20000 રૂપિયાના મોબાઈલ સોનાની વીંટી સહિતની કુલ 45000 રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા જ પોલીસ ખાતું તરત એક્શન મોડ માં આવી ગયું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *