Breaking News

ગાડી સ્લીપ થતા પતિની નજર સામે જ પત્નીએ જીવ નીચોવાઈ ગયો, પતિ રડતા-રડતા બોલતો રહ્યો કે તું આંખ ખોલ.. આંખ ખોલ… અને અંતે તો…

રોજબરોજ બનતી અકસ્માતની ઘટનાઓ સૌ કોઈ લોકોને ચોંકાવી દે છે. અકસ્માતના બનાવોમાં ઘણા લોકોના જીવ પણ જતા હોય છે. તો ઘણા લોકો જિંદગીભર ઇજાગ્રસ્ત રહી જતા હોય છે. હકીકતમાં અકસ્માતના બનાવ ખૂબ જ ગંભીર હોય છે. હાલ જીવરાજ પાર્કના નાકા પાસેના વિસ્તારમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે..

આ અકસ્માતની ઘટના બનતા જ માહોલ ગમગીન બની ગયો છે. અકસ્માતની ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અકસ્માતનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. એક મોપેડ પર ત્રણ સવારીમાં જીવરાજપાર્ક થી ગણેશ નગર તરફ જતી વખતે મોપેડનુ આગળનું ટાયર એક ખાડામાં ધસી ગયું હતું…

જેના કારણે મોપેડ સ્લીપ મારી ગઈ હતી. તેમજ રસ્તા ઉપર આડી પડી ગઈ હતી. મોપેડ સ્લીપ મારતાની સાથે જ મોપેડ પર સવાર ત્રણ લોકો જુદી-જુદી દિશામાં જોરદાર રીતે પટકાયા હતા. જેમાં પતિ પત્ની પણ સમાવેશ થાય છે. વનમાળીભાઈ કે જેઓની ઉંમર 50 વર્ષની છે..

તેઓ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે તેમની પત્ની કાન્તાબેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. રોડ ઉપર જોરદાર રીતે માથું ભટકાવાને કારણે કાન્તાબેનનું મૃત્યુ થયું છે. તેમજ કાંતાબેનના ભાઈ અશ્વિનભાઈ કે જેઓની ઉંમર 39 વર્ષની છે. તેઓ પણ ઈજાગ્રસ્ત થતાં તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે..

આકસ્માત બનતાની સાથે જાહેર રોડ પર સૌ કોઈ લોકો વાહન થમભાવીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની માટે મદદ કરી રહ્યા હતા. તો બીજી બાજુ આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ નજીકના પોલીસ સ્ટેશનને કરી હતી. જેના પગલે પોલીસ પણ ત્યાં ગણતરીની મિનિટોમાં પહોંચી ગઈ હતી..

અકસ્માત સર્જાયા બાદ ત્યાં ઘણા બધા લોકોની ભીડ એકઠી થઈ હતી. એટલા માટે પોલીસે તાત્કાલિક ધોરણે ટ્રાફિક પણ હળવું કરાવ્યું હતું. વનમાળી ભાઈ ટાઉનશીપ રોડ પર રહે છે. આ ઘટનામાં વનમાળીભાઈ તેમજ તેમના સાળા અશ્વિન ભાઈ બંને ઈજાગ્રસ્ત થયા છે. અશ્વિનભાઈએ જણાવ્યું છે કે, તેઓ વડોદરામાં રહે છે.

અને તેઓ ત્યાં પ્લમ્બરનું કામકાજ કરે છે. થોડા દિવસ પહેલાં તેઓ બહેન અને જીજાજી ને મળવા માટે અહી આવ્યા હતા. તેઓ તેમના ઘરે તેઓની ભાણીને મળવા માટે જઇ રહ્યા હતા. એ સમય દરમિયાન અકસ્માત નડતા બહેનનું મૃત્યુ થયું છે. ભાઈ અને પતિની નજર સામે કાંતાબેને દમ તોડી બેસતા વનમાળીભાઈની લાગણીઓ વહેવા લાગી હતી..

વારંવાર કાન્તાબેનને કહેતા હતા કે ઉભી ઉભી થા પરંતુ કાન્તાબેનએ આંખ મીંચી ગયા હતા. કાન્તાબેન ઘરકામ કરીને નિવૃત્ત પતિ સાથે ગુજરાન ચલાવતા હતા. કાન્તાબેનના નિધન થતાં તેમના પતિ વનમાળીભાઈનું હૈયાફાટ રૂદન જોઈને આસપાસના લોકો પણ શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

આ ઘટના બન્યા બાદ તાત્કાલિક ધોરણે 108ને પણ બોલાવી લેવામાં આવી હતી. આ અકસ્માત બન્યા પછી પરિવારજનો પર આફતોના વાદળો ઘેરાઈ ગયા છે. ચારે કોર મોતનો માતામ છવાઈ ગયો હતો, રોજ બરોજ ઘણા બધા અકસ્માતના કિસ્સાઓ એવા સામે આવે છે કે જેમાં નજીવા ઘા વાગતાની સાથે જ જે તે વ્યક્તિનું મોત થઈ જતું હોઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *