ગામડા વિસ્તારમાં ઘણી વખત પાણીમાં ડૂબી જવાને કારણે મૃત્યુના સમાચાર સામે આવતા હોય છે. ગામડામાં મોટાભાગના લોકોને તરતા આવડતું હોય છે. પરંતુ જે લોકોની ઉંમર ખૂબ જ નાની છે. તેવા બાળકોને તરતા આવડતું હોતું નથી. અને અણસમજના ભાગે તેઓ અવાવરું જગ્યાએ નાવા માટે કૂદી જતા હોય છે..
અને અંતે ખરાબ પરિણામનો સામનો કરવો પડે છે. હાલ દાહોદ જિલ્લાના ખરોદા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી ચૂકી છે. ખરોદા ગામમાં સીમ વિસ્તારમાં એક તળાવ આવેલું છે. આ તળાવમાં ડૂબી જવાને કારણે બે બાળકોના કરૂણ મોત થયા છે. આ ગામમાં રહેતા પરિવારોના કુલ પાંચ બાળકો એક સાથે રમી રહ્યા હતા..
રમતા રમતા તેઓ ખરોદા ગામના ગામમાં આવેલા તળાવ પાસે પહોંચ્યા હતા. તળાવમાં ઠંડુ પાણી જોતાની સાથે જ તેઓ નાવા માટે કૂદકો લગાવી દીધો હતો. જેમાં ચાર બાળકી અને એક બાળકનો સમાવેશ થતો હતો. આ બાળકોની ઉંમર ૯ અને ૧૦ વર્ષની હતી. એટલે કે એ પણ બાળક પૂરી રીતે સમજણના ન હોવાને કારણે તેઓ કશુ વિચાર્યા વગર જ પાણીમાં કૂદકો લગાવી દીધો હતો..
અને તળાવની સપાટી ખૂબ જ ઊંડી હોવાને કારણે તેઓ જોતજોતામાં ડૂબવા લાગ્યા હતા. આ પાંચ બાળકો બચાવો-બચાવોની બૂમો પાડી રહ્યા હતા. પરંતુ આ તળાવ ગામથી ઘણું દુર હોવાને કારણે તેમને બચાવવા માટે કોઈ વ્યક્તિ ત્યાં દેખાયું નહોતું. અને બે કિશોરીઓ તળાવમાં ડૂબવા લાગી હતી. અને તેઓનું મૃત્યુ પણ થઇ ગયું હતું..
જ્યારે બાકીની બે બાળકીઓ અને એક બાળકનો હેમખેમ રીતે બચાવ થયો છે. જ્યારે ગામના અન્ય લોકોને જાણ થઈ કે ગામના તળાવમાં બે બાળકીઓ ડૂબી જવાને કારણે મૃત્યુ થયું છે. અને તેમના મૃતદેહો હજુ સુધી મળ્યા નથી. તેને સૌ કોઈ લોકો તળાવે પહોંચી ગયા હતા. અને પોલીસને પણ જાણ કરીને તળાવના કિનારે બોલાવી લેવામાં આવી હતી.
ગ્રામજનોની મદદથી આ બંને બાળકોના મૃતદેહને આ તળાવમાંથી શોધીને બહાર કાઢવામાં આવ્યા હતા. અને ત્યારબાદ તેઓને પોસ્ટ મોર્ટમ માટે દાહોદ લઈ જવામાં આવ્યા હતા. આ બંને બાળકોના માતાપિતાએ જ્યારે તેમની દીકરીઓની રાહ જોઈ ત્યારે તેઓ એક ઢળી પડ્યા હતા.. આ દુઃખ સહન કરવું તેમના માટે મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન હતું..
આ બંને બાળકોની ઉંમર ૯ અને ૧૦ વર્ષની હતી. ખરોદા ગામમાં આ બનાવ બનતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. અને પરિવાર શોકની લાગણીમાં મગ્ન થયો હતો. તેઓના બાળકો દરરોજની જેમ રમવા માટે ગયા હતા. પરંતુ તેમને સહેજ પણ અંદાજ નહોતો કે તેમના બાળકો રમતા રમતા આવું પગલું ભરી લેશે. જેને કારણે પરિવારજનો ને તેમના મૃત્યુના સમાચાર સાંભળવાનો વારો આવશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]