Breaking News

ગામડામાં રેહતો માથાફરેલ યુવક રોજ રાત્રે કરતો એવી હરકત કે આસપાસના લોકોને તાવ ચડીને બીમાર પડી ગયા, હકીકત સામે આવતા જ ગામ ફફડી ઉઠ્યું..!

ગામડામાં રહીને જીવન ગુજારવાનો આનંદ જુદો જ છે. ગામડામાં ચોખ્ખી આબોહવા, ચોખા શાકભાજી અને દૂધ જેવી ચીજ વસ્તુ મળે છે જે આપણા શરીર માટે ખૂબ જ સારી અને ફાયદાકારક છે. એટલા માટે ગામડામાં લોકો રહેવાનું વધારે પસંદ કરે છે. ગામડાના રહેણાક જીવનમાં હંમેશાં સુખ અને શાંતિનો અનુભવ થતો હોય છે..

પરંતુ અત્યારે એક ગામડામાં ભારે અશાંતિનો માહોલ સર્જાઈ ગયો છે. કારણ કે આ ગામમાં એક માથાભારે યુવકે એવી હરકતો કરવાનું શરૂ કર્યું છે કે આસપાસ રહેતા તમામ લોકો ને તાવની બીમારી માથે ચડી ગઈ છે. તો કેટલાક લોકો તો ફફડી ઉઠ્યા છે. આ ઘટનાની જાણકારી જ્યારે અન્ય લોકો સુધી પહોંચી ત્યારે સૌ કોઈ લોકો વિચારમાં મુકાઈ ગયા હતા..

આ ઘટના મેઘજીનગર વિસ્તારની પાસે આવેલા આદરણી ગામની છે. આ ગામની અંદર ઘણા બધા લોકો રાજી ખુશીથી જીવન જીવે છે. ગામની મોટી શેરીની અંદર એક માથાભારે યુવક એકલવાયું જીવન જીવે છે. આ યુવકની ઉંમર ૩૮ વર્ષની છે. તેના ગુસ્સાવાળા સ્વભાવને કારણે તેના લગ્ન થયા ન હતા અને દિન પ્રતિદિન આ યુવકનું મગજ એવી રીતે બગડતું જતું હતું કે જેની હેરાનગતિનો સામનો ગામમાં રહેતા અન્ય વ્યક્તિને પણ કરવી પડતી હતી..

જો તેને ગુસ્સો આવે તો તે ગમે તે વ્યક્તિને મારવા માટે તેની પાછળ પણ દોડવા લાગતો હતો. આ યુવકને મેથીપાક ચખાડવા માટે કેટલાક લોકોએ તેને ઠપકો આપવાનું વિચાર્યું હતું અને આ ઠપકાનું આ યુવકને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું તેને રાત્રિના સમયે એવી હરકતો કરી છે કે તેને ઠપકો આપનાર લોકોને શરીરમાં તાવ ચડાવી દીધો છે..

જ્યારે રાત્રે બે કે અઢી વાગે આસપાસ સૌ કોઈ લોકો સૂઈ ગયા હોય ત્યારે તે પોતાના ઘરેથી ધાબળો ઓઢીને બહાર નીકળતો હતો ત્યારબાદ તે લોકોના દરવાજા ખટખટાવીને સંતાઈ જતો હતો. લોકો જ્યારે ખટખટાવેલો દરવાજો ખોલવા માટે આવતા અને બહાર નીકળીને જુએ તો કોઈ વ્યક્તિ દેખાય નહીં ત્યારે તેમને ભારે ડરનો અનુભવ થતો હતો..

તે રોજબરોજ આ ઘટના કોઈ એક ઘર કે પરિવાર સાથે નહીં પરંતુ તેની આસપાસમાં રહેતા સૌ કોઈ લોકો સાથે કરતો હતો. આ ઉપરાંત તેણે એક ટેપ રેકોર્ડરની અંદર ખૂબ જ ડરામણો અવાજ રેકોર્ડ કરાવી લીધો હતો. જ્યારે તે દરવાજો ઠપકારીને ભાગી જતો ત્યારે તે આ ડરામણો અવાજ પણ ચાલુ કરી દેતો હતો..

જે અવાજ સાંભળીને ત્યાં આસપાસ ઉભેલા સૌ કોઈ લોકોને ખૂબ જ ડર લાગી જતો હતો અને તેઓ દરવાજો બંધ કરી ફરી પાછા પોતાની રૂમમાં લપાઈને સૂઈ જતા હતા. શરૂઆતમાં તો ત્યાં આસપાસના પડોશીઓને લાગ્યું કે આવી ઘટના માત્ર તેમના જ પરિવાર સાથે બની રહી છે પરંતુ જ્યારે અંદર વાતચીત થવા લાગી ત્યારે લોકોને ખબર પડી કે આવી ઘટના દરેક વ્યક્તિ સાથે થાય છે..

આ ઘટનાની જાણકારી તથા જ લોકોમાં ભારે ફાફડાટ અને ડરનો માહોલ સર્જાઈ ગયો હતો કે આખરે એવું તો શું થાય છે કે દરવાજો ખટખટાવીને કોઈ ભાગી જાય છે અને અચાનક જ ડરામણો અવાજ આવવા લાગે છે. તેઓએ આ ઘટનાની જાણકારી ગામના સરપંચ અને ઉપસરપંચને આપી હતી કે, તેમના ગામમાં કોઈ ડરામણી ચીજ વસ્તુઓ ઘુસી આવી છે..

જેને કારણે તેમને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ગામના સરપંચ ખૂબ જ બહાદુર હતા. તેઓએ આ તમામ પરિવારજનોને જણાવ્યું કે તેઓ આજે રાત્રે સૂવાને બદલે આ વિસ્તારમાં બેસીને તપાસ ચલાવશે કે આ ઘટના પાછળ કયા કારણો જવાબદાર છે. જ્યારે રાતના અઢી વાગે ત્યારે આ યુવક ધાબળો ઓઢીને પોતાના ઘરથી બહાર નીકળ્યો હતો.

ગામના સરપંચ અને ઉપસરપંચ આ તમામ હરકતો જોતા હતા. પરંતુ આ યુવકને જાણ ન હોવાને કારણે તેને રોજબરોજની પોતાની કામગીરી કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે તે એક દરવાજો ખટખટાવીને ભાગવા લાગ્યો ત્યારે સરપંચ અને ઉપ સરપંચે તેને પકડી લીધો હતો અને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું..

અડધી રાત્રે ખૂબ જ મોટું હોબાળો મચી જતા આસપાસના સૌ કોઈ લોકો ત્યાં દોડી આવ્યા અને ધાબળો ખોલીને જોયું તો આ માથાભારે યુવક તેમના પડોશમાં રહેતો યુવક જ હતો જે અવારનવાર લોકોને હેરાન કરતી પહોંચાડતો હતો. જ્યારે આ ઘટના સામે આવે ત્યારે લોકોના હોશ ઉડી ગયા હતા તો કેટલાક લોકોના મનમાં ખૂબ જ ઉંડો વહેમ કે ડર પણ ઘૂસી ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *