Breaking News

ગામના મોટા ખેડૂતે તલમાં છાંટવાની દવાના ઘૂંટડા પીઈને જીવનલીલા સંકેલી લીધી, પત્ની અને સંતાનોની આંખોમાંથી આંસુઓની ધાર વહી.. ઓમ શાંતિ..!

છેલ્લા કેટલાક સમયથી આપણે જોયું છે કે, ખેડૂત મિત્રો કોઈને કોઈ પરેશાની ના કારણે ખૂબ જ ચિંતિત રહેતા હોય છે. કારણ કે ખેતી એક એવો વ્યવસાય છે કે, જેનો સંપૂર્ણ આધાર કુદરતી પરિસ્થિતિ ઉપર રહેલો હોય છે. જો વરસાદ સારો થાય તો ખેતી ખૂબ જ સારી થાય છે. પરંતુ જો વરસાદ તેમજ માવઠા અને વાવાઝોડા આવી પહોંચે તો ખેતીમાં મોટી માત્રામાં નુકસાની જતી હોય છે..

જેના કારણે કેટલા ખેડૂતો ખૂબ જ હતાશ પણ થઈ જતા હોય છે. હાલ સુરેન્દ્રનગરના હળવદ તાલુકાના માથક ગામમાં એક ખેડૂતના પરિવાર ને દુઃખ ની લાગણી ઓ સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે ખેડૂત પરિવારના મોભી શૈલેષભાઈ સવજીભાઈ તડવી કે જેમની ઉંમર ૩૦ વર્ષની હતી. તેઓએ તલ અને ખાસમાં છાંટવાની દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે.

હળવદ તાલુકાના માથક ગામમાં ભરતભાઈ ડાયાભાઈ બારડની વાડી આવેલી છે. તેમની વાડીમાં છોટાઉદેપુર જિલ્લાના ખડકલા ગામના શૈલેષભાઈ સોમજીભાઈ તડવી પોતાના પરિવારજનો સાથે રહીને જમીન વાવણી કરી રહ્યા હતા. તેઓ ખૂબ જ મોટા ખેડૂત ગણાય છે. કારણ કે આસપાસના કેટલાય લોકોની જમીન તેઓ પોતાના પરિવારજનો સાથે વાવણી કરી રહ્યા છે..

એક દિવસ તેઓએ તલ અને ઘાસમાં છાંટવાની દવા પીને આપઘાત કરી લેતા ગામ તેમજ આસપાસના અન્ય ગામોમાં પણ ભારે ચકચાર મચી ગયો છે. આ બાબત જ્યારે સામે આવી ત્યારે તેઓને તાત્કાલિક ધોરણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

પરંતુ ત્યાં સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. આ બનાવ બનતા જ પોલીસે અકસ્માતમાં મૃત્યુનો ગુનો નોંધ્યો છે. અને આગળની તપાસ શરૂ કરી છે. તેઓએ આપઘાતનું પગલું શા માટે ભર્યું તેમજ તેઓને કઈ બાબતની પરેશાની અને ચિંતા સતાવતી હતી..

આ તમામ બાબતો જાણવા માટે પોલીસને જાણ કરી રહી છે. તો બીજી બાજુ શૈલેષભાઈ ના પરિવારજનોમાં પણ ભારે દુઃખ નો માહોલ છવાઇ ગયો છે. કારણ કે તેઓ પરિવારના મોભી હતા. અને પરિવારના તમામ સભ્યોને ભરણપોષણની જવાબદારી તેમના માથે હતી. આસપાસના ગામોમાં ચકચાર મચી ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *