Breaking News

ગાડીમાંથી પેટ્રોલ ચોરતો 16 વર્ષનો દીકરો પકડાઈ જતા માં-બાપે લાફો મારીને ઠપકો આપ્યો, ખોટું લાગી જતા દીકરાએ કર્યું એવું કે માં-બાપ ધરાઈ ધરાઈને પછતાયા..!

દરેક માતા પિતાને પોતાના લાડકા દીકરા અને દીકરી બંનેની ખૂબ જ ચિંતા હોય છે કે, તેઓ હંમેશા સુરક્ષિત અને નવું નવું શીખતા રહે આ સાથે સાથે પોતાના કરિયરમાં ખૂબ જ વધારે પ્રગતિ કરીને માતા-પિતા પરિવાર તેમજ દેશનું નામ રોશન કરે આ માટે કેટલીક વખત તેમના બાળકોને પાટા ઉપરથી નીચે ઉતરતા જોઈને અવળા રવાડે ન ચડે એટલા માટે તેમને ઘણી બધી વાર મીઠો ઠપકો પણ આપવો પડે છે..

દરેક માતા-પિતા પોતાના દીકરા અને દીકરીઓને સારા ગુણ અને સંસ્કારો આપવા માટે કેટલીક વખત મીઠા ઠપકા પણ આપતા હોય છે. પરંતુ આજકાલના બાળકોના મગજ મોબાઈલ ઇન્ટરનેટ અને ટીવીની દુનિયાથી ખૂબ જ સંકુચિત થવા લાગ્યા છે. અને તેમનો સ્વભાવ પણ ખૂબ જ ચીડિયાપણ થતો હોય તેવું લાગી રહ્યો છે.

આ સ્વભાવને કારણે તેઓને માતા પિતાનો આ મીઠો ઠપકો ખૂબ જ માઠો લાગી આવે છે. અને અંતે તેઓ શું કરી બેસે તેનું નક્કી હોતું નથી. અમુક અમુક વખત તો પોતાના જ દીકરા કે દીકરીઓને કારણે માતા-પિતાને સમગ્ર જિંદગીભર ધરાઈ ધરાઈને પસ્તાવાનો વારો પણ આવતો હોય છે..

આજે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોયડામાંથી કંઈક આવો જ એક બનાવ સામે આવ્યો છે. અહીં ગેલેક્સી નામની સોસાયટી છે. જેમાં સાકીબ અલી પોતાના પરિવારજનો સાથે રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની તેમની દીકરી અને 16 વર્ષનો દીકરો પૈસાનો સમાવેશ થતો હતો. ફૈઝાન છેલ્લા કેટલાક સમયથી અવળા રવાડે ચડીને ન કરવાના કારનામાઓ કરવા લાગ્યો હતો..

એક વખત તે પોતાની સોસાયટીમાં પાર્ક કરેલી બાઈકમાંથી ચોરી ચોરી પેટ્રોલ કાઢતો હતો. છેલ્લા ઘણા સમયથી સોસાયટીના રહીશો ની ફરિયાદ હતી કે, સોસાયટીમાં મૂકેલી બાઈકમાંથી કોઈક વ્યક્તિ પેટ્રોલ કાઢી જાય છે. સુરક્ષા ગાર્ડ ખૂબ જ ધ્યાનપૂર્વક આ વ્યક્તિને પકડવામાં લાગી પડ્યા હતા અને એક દિવસ તેણે 16 વર્ષના ફૈઝાનને પકડી પાડ્યો હતો..

તેને રંગે હાથે ગાડીમાંથી પેટ્રોલ કાઢતા સુરક્ષા ગાર્ડે જોયો હતો. અને આ ઘટનાની જાણકારી તેઓએ ફૈઝાનના માતા-પિતાને આપી હતી આ સાંભળતાની સાથે જ પૈસાના પિતા સાકીબ અલી ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. અને તેઓ વિચારવા લાગ્યા કે, હવે મારો દીકરો કોકની ગાડીમાંથી પેટ્રોલ પણ કાઢવા લાગ્યો છે..

હવે સમાજમાં મારી શું ઈજ્જત રહેશે, અને લોકો શું કહેશે કે સાકીબ ભાઈના દીકરાએ સોસાયટીની એક પણ ગાડી પેટ્રોલ કાઢવા માટે બાકી મૂકી નથી. આ વિચારીને તેઓને લાગ્યું કે તેમના દીકરાને મીઠો ઠપકો આપવો પડશે. જેથી કરીને તે અવળા રવાડે ન ચડે અને ભણવાની બાબતોમાં ધ્યાન આપવા લાગે..

એટલા માટે તેઓએ તેના દીકરાને સમજાવ્યા બાદ એક લાફો પણ લગાવી દીધો હતો. તો ફૈઝાનની માતાએ પણ તેને સમજાવતી વખતે એક લાફો મારી દીધો હતો. પોતાના માતા પિતાએ મારેલા આ મારને કારણે ફૈઝાનને ખૂબ જ માઠું લાગી ગયું હતું. અને તે ગુસ્સે ભરાયો તે દોડીને પોતાના મકાનના બીજા માળે ચાલ્યો ગયો અને ત્યાં બાથરૂમ ઉપરથી નીચે છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો..

જ્યારે તે સોસાયટીના બેઝમેન્ટ ઉપર પડ્યો ત્યારે આસપાસ ઉભેલા લોકો તેમજ સંબંધી હોય તેને જોયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલા તો તેણે જીવ ગુમાવી દીધો હતો. આ બાબતને લઈ ફૈઝાનના માતા-પિતા હાલ ધરાઈ ધરાઈને પસ્તાવી રહ્યા છે..

તેઓ વિચારી રહ્યા છે કે જો તેઓએ લાફો માર્યો ન હોત તો આજે તેમનો દીકરો જીવિત હોત પરંતુ એક બાજુ તેના માતા પિતા પણ પોતાની રીતે બિલકુલ સત્ય છે. કારણ કે આજકાલના દીકરા કે દીકરીઓને હંમેશા ટકોર કરવી પડે છે. અને જરૂર પડે તેમને સમજાવવા પડે છે કેટલીક વખત તો મીઠો ઠપકો પણ આપવો પડતો હોય છે. પરંતુ આ ઠપકાનું ફૈઝાને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું. અને અંતે તેને જીવ ગુમાવી દીધો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *