બે દિવસ પહેલા હનુમાન જયંતિનો પવિત્ર તહેવાર હોવાથી ભક્તોમાં ખૂબ જ હર્ષ ઉલ્લાસ જોવા મળ્યો હતો. જુદા શહેરોમાં તેમજ જુદી જુદી સોસાયટીઓમાં અને મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં ફુલીયા હનુમાનજી મંદિર આવેલું છે..
આ મંદિરનો ખૂબ અનોખો અને જુનો ઈતિહાસ છે. આ મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી દીપકભાઈ કુબાવત નામના બાવાજી પૂજારી તરીકે હનુમાનજી ની સેવા પૂજા કરે છે. આ મંદિરમાં રોજ હજારો ભકતો દર્શન માટે આવી પહોંચે છે. મંદિરની આસ્થા તેમજ હનુમાનજી ની પ્રસન્નતાના કિસ્સાઓ જોડાયેલા છે.
હનુમાન જયંતીના દિવસે આ મંદિરમાં ચાર વાગ્યે પૂજા પણ કરવામાં આવી હતી. જ્યારે પાંચ વાગ્યા આસપાસ સામૈયા કરવામાં આવ્યા હતા. 5:30 વાગ્યે આસપાસ આ મંદિરના પૂજારી દીપકભાઈ કુબાવતને અચાનક જ હનુમાનજી પંડમાં આવ્યાનો અહેસાસ થવા લાગ્યો હતો.. મંદિરમાં ઉપસ્થિત ભક્તોએ મંદિરના પુજારી દીપકભાઈ કુબાવતને પકડી રાખ્યા હતા..
તેમજ હનુમાનજીની મૂર્તિને નવું સિંદૂર ચઢાવવામાં આવ્યું હતું. હનુમાનજીના થાળમાં તેલમાં મિશ્રણ કરેલું સિંદૂર પડ્યું હતું. જેને આ પૂજારી એ પ્રસાદી તરીકે પી લીધું હતું. આ દ્રશ્ય જોતાની સાથે જ મંદિરમાં ઉપસ્થિત તમામ ભક્તો અચંભીત થઈ ગયા હતા. અને વિચારમાં મુકાઇ ગયા હતા..
ખરેખર આ મંદિરમાં હનુમાનજી નો વાસ રહેલો છે. ભક્તોએ જણાવ્યું હતું કે આ પૂજારી દર વર્ષે સિંદૂરની પ્રસાદને ગ્રહણ કરે છે. આ દ્રશ્ય જોતાની સાથે સૌ કોઈ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ખરેખરમાં ફુલીયા હનુમાનજીના વાસની ઘણી બધી ઘટનાઓ ઇતિહાસ સાથે જોડાયેલી છે.
સૌ કોઈ લોકો પોતાના મનમાં રહેલી તમામ ઈચ્છાઓને ભગવાન સામે રજૂ કરીને તેને પૂર્ણ કરવાની માંગ સાથે ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. તેમજ હનુમાનજી તમામ ભક્તોની પ્રાર્થનાને સાંભળીને પૂર્ણ કરે છે. જય હનુમાનજી મહારાજ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]