Breaking News

આ વિસ્તારમાં ભારે વરસાદથી તબાહી : 18 ના મોત અને 22 લાપતા, વાવાઝોડાએ લીધા જીવ.. વાંચો..!

ગુજરાતમાંથી વરસાદએ વિદાય લઈ લીધી છે. જોકે આ વર્ષે છેલ્લે છેલ્લે તો લોકો વરસાદથી એટલી હદે કંટાળી ગયા હતા કે જેની ન પૂછો વાત.. અમુક જગ્યા એ ખુબ વરસ્યો તો અમુક જગ્યા એ ઠામુકો ડોકાયો પણ નહી.. પરતું ગુજરાત સિવાયના રાજ્યોમાં હજી પણ મેઘરાજા ધબધબાટી બોલવે છે.

દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં પડતા ભારે વરસાદના કારણે આખા રાજ્યમાં જનજીવન ખોરવાઈ ગયું છે અને લગભગ તમામ નદીઓ જોખમી સપાટીથી ઉપર વહી રહી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં કેટલાક લોકોના મોત થયા છે તો અનેક લોકો ફસાયા છે.

કેરળના ઈડુક્કી જિલામાં કોટ્ટયમ અને કોક્ક્યારમાં ભૂસ્ખલનના કારણે પૂર જેવી સ્થિતિના કારણે છ લોકોના મોત થઇ ગયા છે. આ ઉપરાંત 10 થી વધુ લોકો લાપતા છે. ભારતીય હવામાન વિભાગે પઠાનઠીટ્ટા, કોટ્ટાયમ, એર્નાકુલમ અને ત્રિશુર જીલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે.

આ ઉપરાંત અન્ય અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કેરળના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વધુને વધુ બગડી રહી છે. રવિવારે સવારથી ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. તેમજ વાયુસેનાના હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી રહી છે.

કોટ્ટયમ જિલ્લામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતના સમાચાર મળ્યા છે. જ્યારે કુટ્ટીકલ અને કોક્ક્યારમાં 8 લોકો લાપતા છે. જેમની શોધખોળ હાલ ચાલી રહી છે. કેરળના થોડુપુઝામાં કારમાં બેઠેલા બે લોકો ડૂબી ગયા હતા જેના કારણે બંનેના મોત થયા હતા.

કોટ્ટયમમાં અગાઉ 6 લોકોના મોતના સમાચાર મળ્યા હતા, ત્યારબાદ આજે રેસ્ક્યુ દરમિયાન અન્ય ત્રણ મૃતદેહો મળવાની સાથે મૃત્યુ આંક 9 પર પહોંચી ગયો છે. કેરળના મોટાભાગના બંધ ક્ષમતાથી ભરાઈ ગયા છે અને ભૂસ્ખલનના કારણે નાના કસ્બા અને ગામ સંપર્કવિહોણા બન્યા છે.

અમુક જિલ્લાઓમાં એવી જ સ્થિતિ ઉત્પન્ન થઇ છે જેવી સ્થિતિ વર્ષ 2018 અને 2019 ના પૂર દરમિયાન ઉભી થઇ હતી. જોકે, અધિકારીઓનું કહેવું છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને ડરવાની જરૂર નથી.

કેરળના મંત્રીએ કહ્યું કે, કોટ્ટયમ જીલ્લાના અનેક હિસ્સોમાં ચાર ભૂસ્ખલનની ઘટનાઓની જાણકારી મળી છે. અમે વાયુસેના પાસે સહયોગ માગ્યો છે જેથી ફસાયેલા લોકોને બચાવી શકાય. ઘરોમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે લોકો બહાર નીકળી શકતા નથી, 60 થી વધુ લોકો બચાવકાર્યમાં જોતરાયેલા છે.

હવામાન વિભાગની 19 ઓક્ટોબર સુધી વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે 18 ઓક્ટોબર સુધી પઠાણમથિટ્ટાના ગાઢ જંગલોમાં આવેલા સબરીમાલા અયપ્પા મંદિરમાં કોઈ યાત્રાળુઓને આવવા દેવા જોઈએ નહીં.

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, જે 18 ઓક્ટોબરથી ખોલવાની હતી, હવે 20 ઓક્ટોબરથી શરૂ થશે, એમ નિવેદનમાં જણાવાયું છે. વિજયને રાજ્યના લોકોને આગામી 24 કલાક દરમિયાન વધુ સતર્ક રહેવાની અપીલ કરી છે.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “Mi-17 અને સારંગ હેલિકોપ્ટર જરૂરિયાતોને પહોંચી વળવા માટે પહેલાથી જ તૈયાર રાખવામાં આવ્યા છે. કેરળમાં હવામાનની સ્થિતિને જોતા હવાઈ દળના દક્ષિણ કમાન્ડના તમામ પાયાને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

પેંગોડ મિલિટરી બેઝથી કોટ્ટાયમ જિલ્લાના કાંજીરાપલ્લીમાં એક ટુકડી મોકલવામાં આવી છે, જેમાં એક અધિકારી, બે જેસીઓ અને 30 અન્ય જવાનોનો સમાવેશ થાય છે. “ભારતીય નૌકાદળના દક્ષિણ કમાન્ડએ કહ્યું કે તે બચાવમાં સ્થાનિક વહીવટીતંત્રને પોતાનો સંપૂર્ણ ટેકો આપશે. નૌસેનાએ ટ્વિટ કર્યું હતું કે, “માહિતી મળતા જ ડાઇવર અને બચાવ ટીમ તૈનાત માટે તૈયાર છે. એકવાર હવામાન અનુકૂળ હોય, હેલિકોપ્ટર મદદ શરૂ કરવા માટે તૈયાર છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *