Breaking News

ફેક્ટરીમાં સફાઈ કરતી 3 બાળકોની વિધવા માતાનો દુપ્પટો મશીનમાં ફસાઈ જતા ધડ કચડાયું, મોત નીપજતા પરિવારજનો હોશ ખોઈ બેઠા..!

કેટલાક ધંધાઓમાં ખુબ જ રિસ્ક રહેલું હોઈ છે પરતું પરિવારનું પાલન પોષણ કરવા માટે એવા ધંધાઓ પણ કરવા પડે છે કે જેમાં જીવને જોખમ હોઈ, જો ઘરના મોભી આ જવાબદારી ન ઉપાડે તો પરિવાર ભૂખ્યો પણ રહે છે, જીવના જોખમે કામ કરનાર લોકોના પરિવારજનોના શ્વાસ હમેશા અધ્ધર જ રહે છે..

હાલ હરિયાણાના રેવાડી જિલ્લામાં આવેલી એક મેટલ કંપનીમાં મહિલા સફાઈ કામદાર સાથે કઈક એવું જ ઘટના બની છે..રેવાડી શહેરને અડીને આવેલા ગોકલગઢ ગામની રહેવાસી દીપા કે જેની ઉંમર 30 વર્ષની છે. તે શહેરના ગણપત નગર સ્થિત નવીન્દ્ર મેટલ વર્ક્સમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી.

એક દિવસ તે સાફ સફાઈ કરતી હતી ત્યારે દીપાને સુપરવાઈઝર વિજય અને કંપનીના માલિક નરેન્દ્ર કુમારએ ફેક્ટરીમાં ચાલી રહેલ મશીનને સાફ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. દીપાએ નાં પાડી છતાં પણ તેઓ તેમની પાસે મશીન સાફ કરાવતા હતા. દીપા માત્ર જમીન પરની જ સફાઈનો પગાર લેતી હતી..

સફાઈ કરતી વખતે દીપાનો દુપટ્ટો મશીનમાં ફસાઈ ગયો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. દીપાના સાળા હોશિયાર સિંહે આરોપ લગાવ્યો કે કંપનીના માલિક અને સુપરવાઈઝર તેના પર દરરોજ આ જ રીતે મશીન સાફ કરવા માટે દબાણ કરતા હતા, જેના કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

હોશિયાર સિંહની ફરિયાદ પર મોડલ ટાઉન પોલીસ સ્ટેશને બંને વિરુદ્ધ FIR નોંધી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર દીપાના પતિ દેવેન્દ્રનું 6 મહિના પહેલા બીમારીના કારણે મૃત્યુ થયું હતું. તેણીએ તેના પતિના મૃત્યુ પછી જ કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. તેને ત્રણ નાના બાળકો છે, જેમાંથી એક માત્ર 18 મહિનાનો છે.

હાલ દીપાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તેના ત્રણેય નાના બાળકો દીપાના મોતથી નિરાધાર બન્યા છે. ત્રણેય નાના બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દિધિ છે. તો તેના પરિવારજનો પણ હિબકે ચડ્યા છે જયારે સ્નેહીજનોની આંખોમાં પણ દુખના આંસુ જોવા મળ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.