પાછળના થોડા દિવસ પહેલા રાજસ્થાનના ઝૂનુનુમાં સૌ કોઈ લોકોને હચમચાવી દે તેઓ એક બનાવ બન્યો છે. અહીંયા રહેતા એક પરિવારમાં સુબોધ દેવી તેમજ તેનો પતિ રાકેશ, સુબોધ દેવીનો દીકરો સચિન અને સચિનની પત્ની અલ્પા રહે છે. સચિન ભારતીય સેનામાં ફૌજી છે. તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા..
સચિનને ફરજ માટે પોતાનું ઘર મૂકીને દુર જવાની ફરજ પડી હતી. એવામાં તેની પત્ની ખૂબ જ એકલા પણ મહેસુસ કરતી હતી. તે જ્યારે શાળામાં હતી. ત્યારે તે મનીષ મીણા નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી. લગ્ન થયા બાદ પણ તે યુવકના સંપર્કમાં હતી. અને બન્ને એકબીજા સાથે પ્રેમ સંબંધમાં જોડાઈ ગયા હતા. ધીમે-ધીમે બન્ને એટલા બધા નજીક આવી ગયા હતા કે ફોન ઉપર લાંબી-લાંબી વાતો પણ કરવા લાગ્યા હતા..
ચોરી ચુપકે એકબીજાને મળવા પણ જતા હતા. આ વાતની જાણ જ્યારે અલ્પાના સાસુ સુબોધ દેવીને લાગી ત્યારે તેણે અલ્પાને ઠપકો આપ્યો હતો અને ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું અને જણાવ્યું હતું કે લગ્ન થઇ ગયા હોવા છતાં પણ આ પ્રકારનું વર્તન ચલાવી લેવામાં આવશે નહીં.
એક દિવસ સાંજે જમ્યા બાદ સૌ કોઈ લોકો સૂઈ ગયા હતા. પરંતુ સવારમાં સુબોધ દેવી પોતાના રૂમમાંથી બહાર આવી હતી નહીં. એટલા માટે પરિવારના સભ્યોએ તેને જગાડવાની કોશિશ કરી હતી. પરંતુ તે કોઈ પણ પ્રકારનો જવાબ ન દેતા પરિવારજનોએ પાડોશીને બોલાવ્યા હતા. સુવોધ દેવીના રૂમમાં જોયું તો એક ઝેરીલો કોબ્રા સાપ પણ ફેણ માંડીને બેઠો હતો..
સુબોધ દેવીનું શરીર પણ લીલું પડી ગયું હતું. તેની સાથે લોકો સમજી ગયા કે સુબોધ દેવીને સાપ કરડ્યો છે અને તેના કારણે તેનું મૃત્યુ થયું છે. તેને સારવાર માટે પણ લઈ જવામાં આવી પરંતુ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. આ બાબતને લઇને પોલીસ કેસ પણ થયો હતો. પરંતુ કોઈપણ પ્રકારની માહિતી ન મળતાં સાપ કરડયાને આધારે મૃત્યુ થયા હોવાની માહિતી દાખલ કરીને પોલીસે કેસ બંધ કરી દીધો હતો.
આ બનાવ બન્યાના બે મહિના બાદ અલ્પા તેના પ્રેમી મનીષ સાથે ફોન પર વાત કરી રહી હતી. આ વાતચીત સુબોધ દેવીના પતિ રાકેશે સાંભળી લીધી હતી. આ સાંભળતાની સાથે જ તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી કારણકે તેના પ્રેમીને કહી રહી હતી કે આપણે જ્યારે સુબોધ દેવીને મોતને ઘાટ ઉતારી ત્યારે તમને કોઈ જોઈ ગયું તો નથી..? અને જો તમને કોઇએ જોયા હશે તો આપણે ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાઈ જશું..
આ વાર્તાલાપ રાકેશે સાંભળતાની સાથે જ તેને ફરી એકવાર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને તેની વહુ સામે શંકાનું કેસ દાખલ કર્યો હતો. પોલીસે અલ્પા ને કડક પૂછપરછ કરવામાં આવી હતી તેમજ તેના પ્રેમી મનીષને પણ ધરપકડ કરીને તેની પુછતાછ શરૂ કરવામાં આવી હતી.
જેમાં તેઓએ જણાવી દીધું હતું કે, અલ્પા અને મનીષના પ્રેમ સંબંધમાં સુબોધ દેવી આડી આવતી હતી. એટલા માટે તેઓ તેને મોતને ઘાટ ઉતારી દીધી છે તેઓ નક્કી કરી નાખ્યું હતું કે સુબોધ દેવીને તેમના રસ્તા પરથી સાફ કરી નાખશું અને એ મુજબ જ એક દિવસ સાંજના ભોજનમાં પરિવારના તમામ સભ્યો ના ભોજનમાં અલ્પા એ ઘેનની ગોળીઓ નાખી દીધી હતી..
પરિવારના તમામ સભ્યો સુઈ ગયા ત્યાર બાદ મનીષ અને અલ્પાએ દેવીનું ગળુ દબાવી રાખ્યું હતું અને ત્યાર બાદ તેના પર એક સાપ છોડી દીધો હતો આ સાપ તેઓએ મદારી પાસેથી ખરીદ્યો હતો. આ સાપ કરડવાની સાથે જ સુબોધ દેવીનું મૃત્યુ થયું હતું. મૃત્યુ કઈ રીતે થયું છે તે જાણવા માટે સુબોધ દેવીના અંતિમ સંસ્કાર કર્યા પછીના હાડકા અને પોલીસે ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે..
જેથી કરીને મૃત્યુનું કારણ શોધી શકાય તેમજ જાણવા મળ્યું હતું કે સુબોધ દેવી શરીરમાં સાપનું ઝેર હતું જેના કારણે તેનું મૃત્યુ થયું છે. આ બંનેની સાથે સાથે અન્ય એક યુવકને પણ પોલીસે પકડી પાડયો છે. અલ્પા મનીષને અન્ય એક યુવક કે આ બંને લોકોને સાથ આપ્યો હતો એટલા માટે આ ત્રણેય લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]