બિહાર રાજ્યના છપરા જિલ્લામાં એવો વિચિત્ર બનાવ બન્યો છે જે સાંભળતાની સાથે જ તમે પણ ચોંકી ઉઠશો. હકીકતમાં સેનામાં ફરજ બજાવતો એક જવાન અને એક પરણિત મહિલા બંને એકબીજાને પ્રેમ સંબંધમાં જોડાયા હતા. સેનાના જવાન સુનિલ પ્રસાદ પણ વિવાહિત હતા..
જ્યારે તેની સાથે પ્રેમ સંબંધમાં જોડનાર એશ્વર્યા મિશ્રા પણ પરિણીત હતી. બંને એકબીજાને મળ્યા બાદ તેઓ ધીમે ધીમે ખૂબ જ નજીક આવવા લાગ્યા હતા. મહિલાએ તેના પતિને છુટાછેડા આપીને સેનાના જવાન સાથે બીજી વાર લગ્ન કરી લીધા હતા. પરંતુ આ બાબતની જાણ સેનાના જવાનની પહેલી પત્નીને ન હતી..
બીજા લગ્ન દરમિયાન સંદીપ પ્રસાદ તેમજ એશ્વર્યા મિશ્રણને એક દિકરીનો જન્મ પણ થયો હતો. પરંતુ દીકરીના જન્મના માત્ર એક વર્ષ બાદ સુનીલ પ્રસાદે એશ્વર્યાને લગ્ન સંબંધ તોડી નાખવા માટે જણાવ્યું હતું અને તે પોતાની રીતે બીજા લગ્ન કરી લે તેમ જણાવ્યું હતું. એશ્વર્યા ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં આવેલા સુખલા ગામની છે..
ત્યારે સુનિલ પ્રસાદ આર્મીની ટ્રેનિંગ લેવા માટે કાનપૂર આવ્યો હતો. એ સમય દરમિયાન એશ્વર્યા સાથે તેની મુલાકાત થઈ હતી. અને તેઓની મુલાકાત ધીમે ધીમે પ્રેમમાં પડી હતી. ત્યારબાદ તેઓએ લગ્ન કર્યા હતા તેમજ ઐશ્વર્યાએ તેના પતિને છુટાછેડા આપ્યા હતા. તેનો પહેલો પતિ એક ખાનગી ઓફિસમાં નોકરી કરતો હતો.
લગ્ન કર્યા બાદ સુનિલ એશ્વર્યા અને જણાવ્યું હતું કે હવે આપણે બન્નેએ છૂટાછેડા લઇ લેવા જોઈએ. તું તારી રીતે જિંદગી જીવ અને હું મારી રીતે જિંદગી જીવીશ. તેમજ આ દીકરી તું મને આપી દે મારી પહેલી પત્ની અને દીકરીને લાડ પ્રેમથી ઉછેરીને મોટી કરી લેશે. આ વાતથી એશ્વર્યા ખૂબ જ નારાજ હતી..
એટલા માટે તેણે પોલીસ સ્ટેશનમાં સેનાના જવાન સંદીપ પ્રસાદ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તેઓ તેની સાથે પ્રેમ સંબંધમાં દગો કરીને તેમને મૂકી દીધી છે. આ સાથે સાથે સુનિલ તેને ચંડીગઢના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પર એકલી મુકીને ભાગી ગયો હતો તેમજ તેને ઘરમાં પણ રેહવા દેતો હતો નહીં.
સુનિલ પ્રસાદ ની પહેલી પત્ની માલા એ પણ જણાવ્યું છે કે, સુનીલ ના લગ્ન તેની સાથે 2013માં થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને ચાર વર્ષની એક દીકરી છે. પરંતુ 2018ની સાલમાં સુનિલ ની મુલાકાત એશ્વર્યા સાથે થતાની સાથે જ તે ધીમે ધીમે મારી સાથે ગેરવર્તન કરવા લાગ્યો હતો.
અને નાની-નાની વાતોને લઈને તે મારી સાથે ઝઘડો પણ કરતો હતો. આ ઉપરાંત માલા એશ્વર્યા ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે એશ્વર્યા મારા પતિને ખૂબ જ બ્લેકમેઇલ કરતી હતી. અને હવે તે મારા પતિ સામે કેસ નોંધાવી ને અમને હેરાન ગતિ પહોંચાડી રહી છે. હાલ આ સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]