ફૌજી બનવાની તૈયારી કરતો યુવક અકસ્માતનો ભોગ બની જતા માં-બાપના રડી રડીને હાલ થયા ખરાબ, કરુણ બનાવ..!

હાલમાં રોડ અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહયો છે . બિહાર રાજ્યના નવાદ જિલ્લાના એક  26 વર્ષીય યુવક સાથે અકસ્માત સર્જાયો છે. અકસ્માતના કારણે તે ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. આ યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તે મૃત્યુ પામ્યો હતો.

બિહાર રાજ્યના નવાદા જિલ્લામાં રમેશ અને તેનો પરિવાર રહેતો હતો. આ પરિવારમાં રમેશ તેની પત્ની અને તેનો 26 વર્ષીય પુત્ર ઉજ્જવલ કુમાર રહેતા હતા. ઉજ્જવલ કુમાર આર્મી માં જવા માગતો હતો. આથી તે આર્મીની તૈયારી કરવા માટે ચેન્નાઈ ગયો હતો. તે ત્યાં જ રહીને આર્મી ની તૈયારી કરી રહ્યો હતો.

પરંતુ તેને રજાઓ પડતા તે થોડા દિવસ પહેલા પોતાના પરિવારને મળવા બિહાર આવ્યો હતો. ત્યાં તેને મિરઝાપુર ના ઠેકેદાર સાથે સંપર્ક થતા તેણે ત્યાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જેથી ઉજ્જવલ કામ અર્થે ગઈકાલે અકબરપુર ગયો હતો. ત્યાં અચાનક જ એક ઝડપથી આવતી બસ સાથે તેની ટક્કર જતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

આ અકસ્માતની જાણ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તે ઉજવલ કુમારને નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ઇજા ખૂબ જ ગંભીર હોવાને કારણે થોડી સારવાર બાદ જ ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ નવાદામાં રહેતા તેના પરિવારને પહોંચતા તેઓ દુખમાં ડૂબી ગયા હતા.

આ ઘટનાની જાણ અકબરપુર પોલીસસ્ટેશનમાં  થતા તેઓએ તરત જ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. તેમજ મૃતદેહ ને પોતાના કબજામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોલીસ દ્વારા તેના માતા પિતાની પૂછપરછ સામે આવ્યું કે તે આર્મી ની તૈયારી કરવા ચેન્નાઈ ગયો હતો.

ચેન્નાઈમાં આર્મીની તૈયારીમાં રાજા પડતા તે ઘરે પરત આવ્યા બાદ  તે  દરરોજ પોતાની ફિઝિકલ ટ્રેનિંગ કરતો હતો. આ સાથે સાથે તે પરિવારની આર્થિક રીતે મદદ કરી શકે તે માટે મિર્પુઝારના ઠેકેદાર સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. પરિવારમાંથી એક જુવાન-જ્યોત દીકરાનું મૃત્યુ થઈ જવાના કારણે તેના માતા-પિતા પોતાને આ દુઃખમાંથી બહાર લાવી શકતા નથી. આ ઉપરાંત પોલીસ દ્વરા બસ ચાલકની ધરપકડ કરવા માં આવી છે. તેમજ તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment