Breaking News

ફરવા ગયેલો પરિવાર થાકીને ઘરે આવ્યો અને દરવાજો ખોલતા જ પાછી ભાગદોડ મચી ગઈ, સોસાયટીમાં રહીશો ફફડી ઉઠ્યા..!

દિવસ રાત તનતોડ મહેનત કરીને કમાયેલા રૂપિયાની કિંમત દરેક વ્યક્તિ જાણતા હોય છે, કારણ કે જે રૂપિયાને કમાવવા માટે તેઓએ પરસેવો પાડ્યો હોય તે રૂપિયા અને તેઓ આસાનીથી વેડફી શકતા નથી ખૂબ જ સારી સમજણ રાખીને તેઓ યોગ્ય જગ્યાએ રૂપિયા ખર્ચતા હોય છે..

અત્યારે એક પરિવાર મહેનતના રૂપિયા કમાઈને વર્ષે બચાવેલા રૂપિયા માંથી પરિવારની સાથે ફરવા માટે ગયો હતો, પરંતુ તેમના જ સાથે એવી ઘટના ઘટી ગઈ કે પરિવારની મહિલાઓ તો રડવા લાગી હતી. બે ભાઈઓના સંયુક્ત કુટુંબમાં આ પરિવાર પ્લેટિનિયમ કોલોનીમાં બે માણસના મકાનમાં રહે છે..

નીચેના માળે નાનુભાઈ રહે તો જ્યારે ઉપરના માળે મોટાભાઈ રહેતો હતો, આ બંને ભાઈ હાર્ડવેર કરિયાણાની દુકાન ચલાવતા હતા. જે રૂપિયા કમાતા હતા, તેમાંથી તેઓ બચત પણ કરતા હતા અને વર્ષે બચત કરેલા રૂપિયાનું તેઓ સોનુ લેતા અને સાથે સાથે તેઓ પરિવારને સાથે ફરવા માટે પણ જતા હતા..

અત્યારે તેઓ પરિવારને સાથે લઈને પાંચ દિવસ સુધી ફરવા માટે ગયા હતા, જ્યારે આ પરિવાર મોજ મજા કરીને પોતાના ઘરે થાકીને પરત આવ્યો હતો, ત્યારે પોતાના ઘરનો દરવાજો ખોલતા જ એવી ઘટના ઘટી ગયેલી દેખાય કે તેમનામાં ઘરમાં રોક્કળનો માહોલ સર્જાઈ ગયો હતો..

અને ખૂબ જ ભાગદોડ પણ મચી ગઈ હતી, સોસાયટીના લોકો પણ ફફડી ઊઠ્યા હતા. દિપક અને આશિષ નામના આ બંને ભાઈઓ પરિવારની સાથે લઈને ફરવા માટે ગયા હતા, તેઓએ સમગ્ર વર્ષ દરમિયાન કમાયેલા રૂપિયાની મૂડી તેમના ઘરની અંદર મૂકેલી તિજોરી ની અંદર મૂકી રાખી હતી..

તેઓ આ કમાયેલી મૂડીનું સોનુ લેવા માટે થોડા જ દિવસની અંદર સોનીની દુકાને જવાના હતા, પરંતુ એ પહેલા તેઓ ફરવા માટે ચાલ્યા ગયા અને જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે તેના ઘરનું તાળું ખોલ્યું ત્યારે અંદરની તમામ ચીજ વસ્તુઓ વેરવિખેર હતી, ઉપરના માળે બેડરૂમમાં મૂકેલી તિજોરીના તાળા પણ તોડી નાખવામાં આવ્યા હતા..

આ તિજોરીને ગેસ કટર વડે તોડવામાં આવી હોય તેવું લાગતું હતું, તિજોરીની અંદર મુકેલા આઠ લાખ રૂપિયા રોકડા ગાયબ હતા, આ દ્રશ્ય જોઈ બિચારો પરિવાર રોવા લાગ્યો હતો. પરિવારમાં બંને ભાઈઓની પત્નીઓ તો દુઃખની આ ઘડીને સહન કરી શકે નહીં કારણ કે દીપક અને આશિષ નામના આ બંને ભાઈઓ દિવસ રાહત મહેનત કરીને પૈસા કમાતા હતા અને આ મહેનત કરેલા રૂપિયા કોઈ અજાણ્યો ચોર તેમની તિજોરી કાપીને ચોરી કરીને જતો રહ્યો હતો..

આ બંને ભાઈઓ ઘરની અંદર એટલી મોટી રકમ લાવી રહ્યા છે તેની જાણકારી કોઈ વ્યક્તિને હતી નહીં, તેમ છતાં પણ તેમના ઘરે એટલી મોટી ચોરી ખૂબ જ સાવચેતી પૂર્વક થઈ છે, આ બાબત કોઈ વ્યક્તિને ગળે ઉતરે તેવી ન હોવાને કારણે તેઓ પોલીસ સ્ટેશનએ ગયા હતા પોલીસે ફરિયાદ નોધીને ઘટના સ્થળે તપાસ પણ શરૂ કરાવી હતી..

તેમના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાને જ્યારે જોવામાં આવ્યા ત્યારે ખબર પડી કે, તેમના ઘરનું દરવાજો ખોલીને કોઈપણ વ્યક્તિ પ્રવેશ કર્યો નથી, નક્કી તેમના ઘરની અંદર પાછળના ભાગેથી અથવા તો અગાસી ઉપરથી કોઈ વ્યક્તિએ પ્રવેશ કર્યો હશે. અને ત્યાંથી જ તેઓ ચોરી કરીને જતા રહ્યા છે..

પાછળના ભાગે પણ તેઓએ લોખંડની ગ્રીલ બનાવેલી હોવાને કારણે ત્યાંથી પણ કોઈ વ્યક્તિએ પ્રવેશ કર્યો શક્ય હતો નહીં, જ્યારે અગાસીમાં જોવામાં આવ્યો ત્યારે અગાસીમાં લોક કરવામાં આવેલી ગ્રીલને કટર વડે તોડી નાખવામાં આવી હતી અને ત્યાંથી ચોર લૂંટારાઓ એ પ્રવેશ કર્યો હતો..

આ ઘટના બની ત્યારે આ બંને ભાઈઓને તેમના પડોશમાં રહેતા યુવક ઉપર શંકા ગઈ હતી કારણ કે, તેઓ જ્યારે તેમની દુકાનેથી આટલી મોટી રકમ પોતાના ઘરે આવતા હતા. ત્યારે તેમના પડોશીઓએ તેમને ઘરની અંદર આ રકમ મુકતા જોયો હતો અને પરિવાર ફરવા જઈ રહ્યો છે તેમજ આ રૂપિયા ઘરની અંદર જ મુકેલા છે તેની જાણકારી આસપાસના પડોશીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિને હતી નહીં..

કારણ કે, તેઓએ તેમની નજર સામે આ રૂપિયાને જોઈ લીધા હતા. જ્યારે તેમના પડોશમાં રહેતા વ્યક્તિને એક પછી કરવામાં આવી ત્યારે પોલીસને પણ શંકા ગઈ હતી અને તેમના રહેતા સોનું નામના યુવક પાસેથી મળેલી માહિતીમાં થોડો ઘણો આભાસ જણાયો હતો, એટલા માટે પૂછપરછ શરૂ રાખી અને તેના ઘરની અંદર પણ તપાસ કરી ત્યારે આ રોકડ રકમ મળી આવી હતી..

એક પડોશીએ જ તેના પડોશમાં રહેતા સંયુક્ત કુટુંબના પરિવારમાં ખૂબ જ મોટી ચોરી કરી નાખી હતી, આ ચોર લુંટારાને અત્યારે પોલીસ સ્ટેશનને હાજર કરવામાં આવ્યો હતો, અને તેની પૂછપરછ પણ થઈ રહી છે. દીપકભાઈ અને આશિષભાઈનો આ પરિવાર સોનુ સાથે મિત્રતા ભર્યો સંબંધ રાખતા હતા. પરંતુ સોનુંએ જ આ બંને ભાઈઓને લૂંટી નાખવાનો પ્લાન બનાવી દીધો હતો, આ બાબતને જાણીને આશિષભાઈ તેમજ દીપકભાઈને ખૂબ જ માઠુ લાગી આવ્યું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *