Breaking News

ફાર્મહાઉસે મિત્રો સાથે જલસા કરીને ઘરે આવતા પરિવારને કાળનો કોળીયો છીનવી ગયો, પતિ-પત્ની સાથે કુલ 4 લોકોના મોતથી માતમ છવાયો..!

રજાનો સમય આવતા જ મોટાભાગના વ્યક્તિ તેમના પરિવારજનોની સાથે કોઈ જગ્યાએ ફરવા માટે જાય છે. તો ફાર્મ હાઉસ ઉપર પણ મોજ મસ્તી કરવા માટે જતા રહે છે, અત્યારે સુરતના ગોહિલ પરિવારના કેટલાક સભ્યો તેમના પરિવાર અને મિત્રોની સાથે ફાર્મ હાઉસ ઉપર રજાનો સમય વિતાવવા માટે ગયા હતા..

પરંતુ આ ફાર્મ હાઉસથી તેઓ ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે વેલંજા નજીકનો સામનો કરવાની ફરજ આવી પડી હતી. જેમાં ગોહિલ પરિવારના પતિ પત્નીનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. બાઇક લઈને વિપુલભાઈ ગોહિલ તેમજ તેમની પત્ની ગીતાબેન ગોહિલ ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે એક પીક-અપ ચાલકે ટક્કર મારી દેતા અકસ્માત સર્જાઈ ગયો હતો..

જેમાં વિપુલભાઈને માથાના ભાગે ઈજા પહોંચી હતી તો તેમજ તેમની પત્નીને પણ શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ બંને વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને પણ શરીર ગંભીર ઈજા પહોંચતાની સાથે જ તેનું પણ મૃત્યુ થઈ ગયું હતું. પીકઅપમાં કુલ બે વ્યક્તિઓ હાજર હતા..

રજાનો સમય હોવાથી તેઓ સુરતના વરાછા વિસ્તારથી ફાર્મ હાઉસ જવા માટે નીકળ્યા હતા અને ત્યાં ભારે મોજ મજા અને રાત્રે રોકાણ કર્યા બાદ સાંજના સમયે તેઓ સુરત આવવા માટે નીકળી ગયા હતા. જ્યાં આંત્રોલી ગામ પાસેથી તેઓ પસાર થતા હતા, ત્યારે કાળમૂખો અકસ્માત સર્જાઈ ગયું હતો..

આ અકસ્માતનો અવાજ સાંભળતાની સાથે જ મિલન કથીરિયા તેમજ પૃથ્વી ભડીયાદરા અને બિરેન કથીરિયા સહિતના લોકો પણ આ અકસ્માતના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં વિપુલભાઈનું એક માર્ગ અકસ્માતમાં ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વધુ માહિતી મળી છે કે, વિપુલભાઈ તેમજ તેમના અન્ય 35 થી 40 વ્યક્તિઓનો પરિવાર કે જેઓ દર મહિને હજાર રૂપિયાની બચત એકઠી કરીને મંડળ ચલાવતા હતા..

અને ત્યારબાદ જે પૈસા એકઠા થાય તેનાથી પરિવારના દરેક સભ્યો મોજ મસ્તી કરવા માટે કોઈને કોઈ જગ્યાએ ફરવાનો પ્લાન બનાવતા હતા. પરંતુ આ વખતે બનાવેલુ આયોજન તેમનું અંતિમ આયોજન સાબિત થઈ ગયું છે. તેઓની ફાર્મ હાઉસની તસવીરો અત્યારે જ્યારે નજર સામે આવે છે, ત્યારે સૌ કોઈ લોકોની આંખો આંસુથી ભરાઈ જાય છે..

તેઓ સ્વિમિંગ પુલમાં નાહી રહ્યા હોય, તેમજ લોકોની સાથે જમણવાર કરવા બેઠા હતા. એ તમામ તસવીરો અંતિમ સાબિત થઈ ગઈ છે. અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિના મૃત્યુ થયા છે. ગોહિલ પરિવારના વિપુલભાઈ તેમજ ગીતાબેન બંનેનું મૃત્યુ થતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે..

આ પરિવારને એવી તો શી ખબર કે, આ મોજ મસ્તી તેમની અંતિમ મોજ મસ્તી સાબિત થવા જઈ રહી છે. તેઓ ઘરે પહોંચે એ પહેલા તો આ કાળમુખા અકસ્માતે તેમનો જીવ ભરખી ગયો હતો. હાલ આ પરિવારની સ્થિતિ ખૂબ જ નાજુક છે, ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને ગોહિલ પરિવારના અન્ય સભ્યોને દુઃખની આ ઘડી સહન કરવાની તાકાત આપે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *