આજથી બે વર્ષ પહેલા ખેડૂતોને કમોસમી વરસાદ, માવઠા કે વાવાઝોડાને લીધે નહીં પરંતુ તીડના કારણે ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. પાકિસ્તાનની સરહદ તરફથી એક સામટા તીડ ભારતમાં ઘૂસી આવ્યા હતા. જેના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં રેહતા ખેડૂતોને પોતાના ખેતરમાં રહેલો ઉભો પાક તીડના આક્રમણને કારણે નાશ પામ્યો હતો..
તીડનુ ટોળું જે ખેતર માંથી પસાર થાય છે. તે ખેતરમાં ઊભેલો તમામ પાક ખાઈ જાય છે. તેમજ જે પાક બચી જાય છે. તેમાં અવનવા રોગો આવી બેસે છે. એટલા માટે કોઈ ખુબ જ મોટું નુકસાન થયું હતું. હવે ફરી એકવાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી બોર્ડરથી તીડનું આક્રમણ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે..
ફૂડ અને એગ્રીકલ્ચર વિભાગના એક રિપોર્ટ મુજબ માર્ચ મહિનાના સમય દરમિયાન ઇથોપિયા, યમન અને સોમાલિયા દેશમાં વરસાદ એકદમ નબળો રહ્યો છે. એટલા માટે ત્યાંની વનસ્પતિઓ સુકાવા લાગી છે. અને કુદરતી રીતે તીડ ઉત્પન્ન થવા લાગ્યા છે. આફ્રિકા ના વિસ્તારોમાં પણ ખૂબ મોટી સંખ્યામાં તીડ મળી આવ્યા છે..
જેમાંથી મોટાભાગના ખેતીલાયક વિસ્તારોમાં સારી માત્રામાં દવાનો છંટકાવ કરીને મોટા ભાગના તીડને સાફ કરી દેવામાં આવ્યા છે. જ્યારે સોમાલિયા અને તેના ઉત્તર ભાગમાં તીડ હજુ પણ આગળ વધશે તેવું જણાઈ રહ્યું છે. જો આ તીડની સંખ્યા ધીમેધીમે વધતી જશે અને તે આગળ વધતા રહેશે તો…
થોડા જ સમયમાં તે ઉત્તર પશ્ચિમ આફ્રિકા થઈને અરેબિયન સાગરમાં અને ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ એશિયાના વિસ્તારોમાં આવવા લાગે એટલે કે પાકિસ્તાનની સરહદ તરફથી ગુજરાત, રાજસ્થાનમાં પ્રવેશ કરશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો આ તીડ ગુજરાતમાં આક્રમણ કરશે તો ખેતરમાં ઉભેલા તમામ પાકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકશાની જવાની ભીતિ રહેલી છે..
ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆત થતાની સાથે જ પાકિસ્તાન તરફથી તીડનું આક્રમણ થશે. તેવી માહિતી મળતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કારણ કે તમામ ખેડૂતોએ એક વખત તીડ આક્રમણનો અનુભવ કરી લીધેલો છે. જેમાં ખૂબ મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો..
અને હવે ફરી એકવાર તિરાડ આક્રમણના સમાચાર મળતા જ ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. પરંતુ જો દક્ષિણ પશ્ચિમ એશિયાના ભાગોમાં વરસાદ નું પ્રમાણ ખૂબ વધારે રહેશે. તો આ તીડનું આક્રમણ ભારત તરફ આવવાને બદલે રસ્તામાં જ નાશ પામશે તેવી માહિતી મળી છે..
હકીકતમાં તીડ ખેતરોમાં એવી તબાહી મચાવી દે છે કે, જે બાદ ક્યારેય પણ પાક ઊભો થવા પામતો નથી. તીડ આક્રમણને કારણે ખેતરમાં આખા વર્ષની કમાણી પાણીમાં જતી રહે છે. અ પહેલા તીડના આક્રમણથી પાકને બચાવવા માટે લોકો ખેતરમાં એલાર્મ મુક્ત હતા તેમજ ઢોલ નગારા અને થાળીનો અવાજ કરતા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]