Breaking News

એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકી દેતા જ યુવકે કંટાળીને સલ્ફાસના 10 ટીકડા પીઈને જીવ ટૂંકાવી દીધો, જુદી-જુદી 3 અંતિમ નોટમાં લખ્યું કે, પોલીસ પણ મને…

દરેક વ્યક્તિની સહનશક્તિ જુદી-જુદી હોય છે. જ્યારે પણ કોઈ ચીજ વસ્તુ કે વાતને સહન કરવાની શક્તિ પૂરી થઈ જાય ત્યારબાદ તે કંટાળી જઈને કયુ પગલું ભરી લે તેનું નક્કી હોતું નથી. અત્યારે ઉત્તર પ્રદેશના પીલીભીતમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં વિસલપુર વિસ્તારમાં ફતેપુર ગામ આવેલું છે..

જ્યાં ઓમપાલ ભાઈ નામના વ્યક્તિ તેના પરિવાર સાથે રહે છે. તેવો વિસલપુરના પીલીભીત રોડ ઉપર એક સાયકલની દુકાન ચલાવે છે, અને તેમના બાજુમાં તેમના જ ગામમાં રહેતા શ્યામસુંદર રાણા નામના યુવકની પણ સાયકલની દુકાન આવેલી છે, શ્યામ સુંદર ભાઈની દુકાનમાં તેના દીકરા રવિન્દ્ર અને અરવિંદ બેસે છે,,

છેલ્લા કેટલાક સમયથી રવિન્દ્ર અને અરવિંદ ઓમપાલ ભાઈ સાથે લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા. નજીવી વાતચીતને લઈને તેઓ લડાઈ ઝઘડો કરતા હતા. ઓમપાલભાઈની દુકાનમાં સાયકલ ખરીદવા માટે વધારે ગ્રાહકો આવતા હોવાથી રવિન્દ્ર અને અરવિંદ બંનેને ખૂબ જ બળતરા પેદા થતી હતી..

એટલા માટે તેઓ ઓમપાલ ભાઈની દુકાનને બંધ કરાવવા ઉપર ઉતરી પડ્યા હતા. તેઓ વાત વાત પર એટ્રોસિટીનો ખોટો કેસ નાખીને તેમને ફસાવી દેવાની ધમકીઓ આપતા હતા. આ ધમકીઓથી ઓમપાલભાઈ ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા. તેમણે તેમના દીકરા ગૌરવને પણ જણાવ્યું હતું કે..

તેમની બાજુમાં દુકાન ચલાવતા અરવિંદ અને રવીન્દ્ર નામના બે યુવકો તેમને એટ્રોસિટીનો જુઠ્ઠા કેસની અંદર ફસાવી દઈને અંદર કરાવી દેવાની ધમકી આપી રહ્યા છે. આપણે યુવકોનું કશું પણ બગાડ્યું નથી છતાં પણ યુવક આપણી સાથે ધમકીથી વર્તન કરી રહ્યા છે. ગૌરવ તાત્કાલિક ધોરણે તેના પિતાને લઈને પોલીસ સ્ટેશનને હાજર થયો હતો અને ત્યાં ફરિયાદ નોંધાવી કે..

તેના દુકાનની પડોશમાં જ દુકાન ચલાવતા રવિન્દ્ર અને અરવિંદ નામના બે યુવકો તેમના પિતાને ધમકી આપીને ડરાવી ધમકાવી રહ્યા છે. આ ઉપરાંત થોડા દિવસ પહેલા તો ભાઈને મારપીટ પણ કરી હતી. પરંતુ પોલીસે ફરિયાદ નોંધી હતી નહીં, ઓમપાલભાઈ આટલા બધા હેરાન પરેશાન થઈ ગયા કે, એક દિવસ તેમણે તેમના દુકાન ઉપર એક પછી એક કુલ ત્રણ અંતિમ નોટ લખી હતી..

અને ત્યારબાદ તેઓએ સલ્ફાસના દસ જેટલા ટીકડા ખાઈને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું. તેમના મૃત્યુ થયા બાદ જ્યારે આ અંતિમ નોટ સામે આવી ત્યારે અંતિમ નોટમાં લખેલા શબ્દો સાંભળીને પોલીસ પણ ગોથું ખાઈ ગઈ હતી. કારણ કે, તેઓએ એક અંતિમ નોટની અંદર લખ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં હવાલદાર તરીકે ફરજ બજાવનાર વિકાસ ત્યાગી તેમજ આ પોલીસ સ્ટેશનના અન્ય અધિકારીઓ પણ રવિન્દ્ર અને અરવિંદ નામના આ યુવકના સગા સંબંધીઓ છે..

એટલા માટે તેઓએ ઓમપાલ ભાઈની ફરિયાદ ઉપર કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યું હતું નહીં અને પોતાના સંબંધીઓને બચાવવા માટે હંમેશા ઓમપાલ ભાઈની વાતોને નકારી કાઢી હતી. પોલીસે આ ઘટનાને લઈને કોઈ પણ પ્રકારની એક્શન લીધી નહીં, એટલા માટે અંતે તેઓ કંટાળી જઈને જીવ ગુમાવી બેઠા છે..

જ્યારે આ અંતિમ નોટની તપાસ ચલાવવામાં આવી ત્યારે કેસની અંદર સંડોવાયેલા પોલીસ અધિકારીઓ તેમજ અરવિંદ અને રવીન્દ્ર નામના યુવકો પણ ફફડી ઉઠ્યા છે. હાલ આ કેસની ગંભીરતાથી તપાસ થઈ રહી છે અને આરોપીઓને કડકમાં કડક સજા મળે તે પ્રકારની જોગવાઈઓ પણ પોલીસના અન્ય અધિકારીઓએ પરિવારજનોને કરી છે..

એટ્રોસિટીના જુઠા કેસની અંદર ફસાવી દઈને હેરાન પરેશાન કરતાની સાથે જ ઓમપાલ ભાઈ હિંમત હારી ગયા અને સલફાસના ટીકડા પીઈને આપઘાત કરી જીવન ટુંકાવી દીધું છે. તેમના મૃત્યુ બાદ તેમના પરિવારના સભ્યો દુઃખના ખૂબ જ ઊંડા શોખની અંદર છવાઈ ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *