ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપણે જુદી જુદી હત્યાના કેસ સામે આવતા જોયા છે. જેમાં સુરતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ બન્યા બાદ તંત્ર સફાળું બેઠું થયું હતું. છતાં પણ આ હત્યા કેસ બાદ રાજકોટ, ગાંધીનગર અને વડોદરામાં એક તરફી પ્રેમમાં હત્યાના બનાવો બન્યા હતા..
આવા બનાવોને રોકવા માટે પોલીસને નરાધમોને કડક સજા અપાવીને ભય બેસે તેવો દાખલો બનાવો પડશે. જ્યાં સુધી નરાધમમાં ભય નહીં બેસે ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ થમવાનું નામ નહિ લે.. તેવું લાગી રહ્યું છે. કારણ કે વધુ એક કિસ્સો વડોદરામાં નોંધાઈ ચૂક્યો છે.
તૃષા રાજેન્દ્રસિંહ સોલંકી નામની દીકરી કે જે મૂળ પંચમહાલ જિલ્લાના સાવલી ગામમાં રહે છે. તે પોલીસ બનવા માંગતી હતી એટલા માટે પોલીસ ની પરીક્ષા ની તૈયારી કરવા માટે તેમજ બીકોમમાં અભ્યાસ કરવા માટે છેલ્લા બે મહિનાથી માણેજા વિસ્તારમાં એના મામાના ઘરે રહેતી હતી.
તૃષા અને કલ્પેશ ઠાકોર નામના યુવક વચ્ચે ત્રણ વર્ષ પહેલા મિત્રતા બંધાઈ હતી. પરંતુ ત્યારબાદ બંને વચ્ચે બ્રેકઅપ પણ થઇ ગયું હતું. બ્રેકઅપ બાદ તૃષા ગોધરા ભણવા માટે જતી હતી અને એ બાદ વડોદરા પાછી આવી હતી. કલ્પેશ અવારનવાર તૃષાને હેરાનગતિ પહોંચાડતો હતો કે તેને એક તરફી પ્રેમમાં બ્લેકમેલ પણ કરતો હતો..
પરંતુ તૃષા અવારનવાર કલ્પેશની વાતને નકારી કાઢતી હતી. તૃષાનો હત્યારો કલ્પેશ ધોરણ 10 પછી ઈલેક્ટ્રીકમાં ITI કર્યું છે. એ વારંવાર તૃષાને ફોન કરતો હતો પરંતુ તૃષા તેને જવાબ ન આપતી હતી. એટલા માટે તેણે તૃષાને છેલ્લી વાર મળવા માટે મુજાર ગામડી ગામની પાસે બોલાવી હતી..
અને જો તે મળવા આવે તો તે પોતે આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી કલ્પેશે તૃષાને આપી હતી એટલા માટે દીકરી તૃષા તેને મળવા માટે મુજાર ગામડી જવાના રસ્તા ઉપર પહોંચી હતી. ટ્યુશન થી નીકળીને તે કલ્પેશ ને મળવા માટે જતી હતી એવામાં રસ્તા ઉપર ખૂબ જ અંધકાર હતો..
તેમજ ચારે બાજુથી કુતરા ભસવાનો અવાજ આવી રહ્યો હતો. કલ્પેશે તૃષાને પૂછ્યું હતું કે તારે અન્ય કોઈ યુવાન સાથે સંબંધ છે કે નહીં..? પરંતુ તૃષાએ જણાવ્યું હતું કે હું તને કોઈ પણ પ્રકારનો જવાબ આપીશ નહીં. તૃષાનો જવાબ સાંભળતાની સાથે જ કલ્પેશ રોષે ભરાઈ ગયો હતો અને પોતાની કમરમાંથી પાળિયું કાઢીને તૃષાના ગળાના ભાગે ઊંડા ઘા માર્યા હતા અને કરપીણ હત્યા કરી નાખી હતી.
તૃષા ચીસાચીસ કરી રહી હતી તેણે જે હાથમાં વીંટી પહેરી હતી એ જ હાથને કલ્પેશે કાપી નાખ્યો હતો. અને જણાવ્યું હતું કે તું મારી નહીં થાય તો હું તને કોઈની પણ નહીં થવા દઉં આ વાક્ય બોલતા બોલતા તેણે પાળિયાના ઘા માર્યા હતા. દીકરી તૃષાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
તુષાર ની હત્યા કર્યા બાદ તેને લોહીના ખાબોચિયામાં પડતી મૂકીને તૃષાની એકટીવા લઈને હથિયારો કલ્પેશ ત્યાંથી બહાર નીકળી ગયો હતો અને ત્યાર પછી કલ્પેશે તેના મિત્ર દક્ષેશની બાઈક પર પોતાના ઘર સુધી ગયો હતો. ઘરે જઈને તેણે કપડા પર લાગેલા લોહીના ડાઘા સાફ કરી નાખ્યા હતા.
આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. કારણ કે એક તરફી પ્રેમમાં હત્યા થવાના મામલાઓ દિન-પ્રતિદિન વધવા લાગ્યા છે. એટલા માટે તંત્ર સફાળું બેઠું થયું છે. આ બાબતની જાણ ક્રાઈમ બ્રાન્ચને થતાં તાત્કાલિક ધોરણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હત્યારા કલ્પેશ ના ઘરે પહોંચી ગઇ હતી..
અને તેને તાત્કાલિક ધોરણે દબોચી લીધો હતો. તેમજ તેણે જે સાધન વડે દીકરી તૃષાની હત્યા કરી હતી તે સાધન પણ કબજે કરી લીધું હતું. માત્ર અને માત્ર છ કલાકની અંદર દીકરી તૃષાના હત્યારા કલ્પેશ ઠાકોરની ધરપકડ કરીને ક્રાઈમ બ્રાન્ચે આ કેસને ઘણો ખરો સુલજાવી દીધો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]