Breaking News

એકલી રેહતી વિધવા મહિલાના ઘરમાં રાત્રે ટોઇલેટમાંથી આવતો હતો વિચિત્ર અવાજ, પડોશી અને પોલીસે તપાસ કરતા જ મળ્યું એવું કે લોકો હસવા લાગ્યા..!

અત્યારે ઈશ્વર નગર પાર્ક પાસે આવેલી ગોવિંદ નગર સોસાયટીમાં લોકોને દોડતા કરી દે તેવી એક ઘટના બની છે. આ સોસાયટીમાં 45 વર્ષની સપનાબેન નામની એક વિધવા મહિલા એકલવાયુ જીવન જીવે છે. એ આખો દિવસ દરમિયાન ઘરનું છૂટક કામ કરે આસપાસના પાડોશીઓ સાથે વાતચીત કરતી હતી..

અને સાંજના સમયે ભોજન કરીને સુઈ જતી હતી. તેનું જીવન ખૂબ જ એકલવાયું જતું હતું. કારણ કે તેના પતિનું આજથી આઠ વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયું હતું. આ ઉપરાંત તેમના લગ્ન જીવન દરમિયાન કોઈ પણ દીકરા કે દીકરીનો પણ જન્મ થયો હતો નહીં. એટલા માટે આ મહિલા એકલા જીવન ગુજરતી હતી..

આ મહિલાના ઘરમાં રાત્રિના સમયે કેવી ઘટના બની છે કે, તેની તપાસ જ્યારે કરવામાં આવી ત્યારે ત્યાં હાજર થયેલા કેટલાક લોકોના પરસેવા છૂટી ગયા હતા. તો કેટલાક લોકો જોર જોરથી હસવા લાગ્યા હતા. તેઓ જાણે રાત્રિના સમયે પોતાના ઘરે સુવા માટે જતા હતા. ત્યારે અડધી રાત્રે અચાનક તેમના ટોયલેટ માંથી ખૂબ જ વિચિત્ર અવાજ આવવા લાગતો હતો..

આ અવાજથી ડરીને તેઓ ચૂપચાપ સુતા રહેતા હતા. પરંતુ રોજબરોજ આ ઘટના બનવા લાગી હતી. એટલા માટે એક દિવસ તેઓએ બાજુમાં રહેતા પાડોશીને આ વાતની ઘટના જણાવી હતી કે, જ્યારે તેઓ રાત્રે પોતાના ઘરે સુતા હોય છે. ત્યારે અડધી રાત્રે તેમના ટોયલેટ માંથી બિલકુલ વિચિત્ર અવાજ આવા લાગે છે..

જેના કારણે તેઓ ખૂબ જ ડરી જાય છે અને ખૂબ જ ભલાપુરા સપના પણ આવા લાગે છે. તેઓ જ્યારે પડોશીની આ વાતની જાણકારી આપી ત્યારે પડોશીએ કહ્યું કે, તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી. જ્યારે પણ તમને ગભરાહટનો અનુભવ થાય અને ટોયલેટ માંથી આવો વિચિત્ર અવાજ આવવા લાગે ત્યારે તમે મને ખાલી એક ફોન કરી દેજો અમે તમારા ઘરે આવી જઈશું અને આવા જ ક્યાંથી આવે છે..

તેની જાણકારી મેળવી લેશું એટલા માટે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, બીજા દિવસે જ્યારે સપનાબેન પોતાના ઘરે સુતા હતા ત્યારે રાતના લગભગ અઢી વાગ્યા આસપાસ તેમના ટોયલેટ માંથી ફરી એકવાર વિચિત્ર અવાજ આવવા લાગ્યો હતો. આ અવાજ આવતાની સાથે જ સપના બહેને બુમાબૂમ કરી દીધી હતી..

અને આસપાસના પડોશીઓ પણ તેમના ઘરે આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત સપનાબેન એટલા બધા ડરી ગયા હતા કે, તેઓએ પોલીસને પણ આ બાબતની જાણકારી આપી દીધી હતી કે તેમના ટોયલેટ માંથી ખૂબ જ ડરામણું અવાજ આવી રહ્યો છે અને તેમની સાથે ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. પોલીસની એક પેટ્રોલિંગ કરતી ટુકડી પણ ત્યાં આવી પહોંચી હતી..

અને તેઓએ જ્યારે તેમના ટોયલેટનો આ દરવાજો ખોલ્યો અને તપાસ કરવાની શરૂ કરી ત્યારે અંદરથી એવી ચીજ વસ્તુ મળી આવી હતી કે તેને જોઈને કેટલાક લોકો હસવા લાગ્યા હતા તો કેટલાક લોકો ના હોશ છૂટી ગયા હતા. હકીકતમાં આ ટોયલેટના ખૂણામાં એક ઉંદરડો આમથી આમ આંટા ફેરા મારતો હતો..

અને ઉંદરડા ઉપર એક પ્લાસ્ટિકનું ટબ પડી ગયું હતું. ઉંદરડો આ ટબની બહાર નીકળવા માંગતો હતો. પરંતુ આ ટબ ઉંદર ઉપર ફસાઈ જવાને કારણે ટફ પણ આમથી આમ ગતિ કરતું હતું અને અંદરથી ઉંદરનો વિચિત્ર અવાજ આવતો હતો. પરંતુ ટબની અંદર બંધ અવાજ હોવાને કારણે તે એટલો બધો ઘોંઘાટ પેદા કરતો હતો કે, તેને સાંભળીને ભલભલા લોકોને ડર લાગી ગયો હતો.

જ્યારે આ હકીકત સામે આવી ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું. આસપાસના પડોશીઓએ સપના બેને કહ્યું કે, હવે તમારે ડરવાની કોઈ પણ જરૂર નથી. કારણ કે આ મામલો કોઈ મોટો મામલો નથી. પરંતુ તેમના ટોયલેટમાં રહેલા ઉંદરના કારણે આ અવાજ આવી રહ્યો છે. સપના બેને જણાવ્યું કે, આ ટોયલેટ છેલ્લા કેટલાક દિવસથી બંધ છે..

તેવો ઘરમાં રહેલા બીજા ટોયલેટનો વપરાશ કરે છે. આ ટોયલેટમાં સાફ-સફાઈ પણ કરવામાં આવી નથી. એટલા માટે ત્યાં ઉંદર આવી ગયો હશે અને તેમના ઉપર આ પ્લાસ્ટિકનો ટબ કોઈ કારણસર પડી ગયું હશે. તેના કારણે ઉંદર આ ટબની અંદર ફસાઈ ગયો હતો અને ટબ પણ આમથી આમ ઉંદરની જેમ આંટા મારવા લાગ્યું હતું.

જ્યારે આ ઘટના બની ત્યારે કેટલાક લોકો કહેવા લાગ્યા હતા કે, આ તો ખોદા પહાડ અને નીકળ્યા ચૂહા જેવી માહિતી સામે આવી ગઈ છે. કારણ કે તેઓને લાગ્યું કે અંદર ખૂબ જ ચોકાવનારી ઘટના ઘટી હશે, જેના કારણે સપનાબેન બુમો પાડી રહ્યા છે. પરંતુ અંદર તો માત્ર એક ઉંદરડો જ મળી આવ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *