Breaking News

એકબાજુ લગ્નના ઢોલ વાગવા માંડ્યા અને એકબાજુ યુવકે રૂમ બંધ કરીને આપઘાત કરી લેતા મહેમાનોમાં મચી ગઈ ભાગદોડ, વાંચો..!

અત્યારે ઘણા બધા પરિવારમાં નાના મોટા ઝઘડાઓ થઈ રહ્યા છે. આવા ઝઘડાઓ દરેક લોકોના ઘરમાં થતા હોય છે પરંતુ જો તેઓ નાની-નાની વાતથી કંટાળીને પોતાના જીવ ગુમાવી દે તો તેમના પરિવારજનોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, આવી જ એક ગંભીર ઘટના હાલમાં સામે આવી હતી.

અત્યારે લગ્ન પ્રસંગનો માહોલ ચાલી રહ્યો છે. ઘણા બધા પરિવારોમાં લગ્ન પ્રસંગ થઈ રહ્યા છે અને પરિવારના લોકો લગ્નની ખુશીમાં હોય છે પરંતુ ક્યારે તેઓની ખુશી માતમમાં ફેરવાઈ જાય તે કહી શકાતું નથી. આ ઘટના ધામતરી ગામમાં બની હતી, જેમાં એક પરિવાર ઘણા સમયથી રહે છે, પરિવારમાં દીકરાના લગ્ન હોવાની કારણે ખુશીનો માહોલ ચાલી રહ્યો હતો.

દીકરાનું નામ નરેન્દ્ર શાહુ હતું. પરિવાર નગરી પોલીસ સ્ટેશન વિસ્તારના વોર્ડ નંબર-4 માં રહેતું અને નરેન્દ્ર તેમના જ ગામની નગર પંચાયત નગરીમાં બાબુની પોસ્ટ પર નોકરી કરી રહ્યો હતો અને નરેન્દ્ર ખૂબ જ સારું એવું કમાતો હતો, જેના કારણે તેમના પરિવારનું આર્થિક ગુજરાત ચલાવવામાં તે મદદરૂપ થતો હતો.

પરિવારને નરેન્દ્રના લગ્નની ચિંતા થતી હોવાને કારણે તેમનો સંબંધ કરાવવામાં આવ્યો હતો. બે દિવસમાં જ નરેન્દ્રના લગ્ન હતા. ઘરમાં પણ લગ્નનો માહોલ ચાલી રહ્યો હતો. દરેક લોકો લગ્નની ખૂબ જ ધૂમધામથી તૈયારીઓ કરી રહ્યા હતા અને તેઓ અલગ અલગ કામોમાં વ્યસ્ત હતા પરંતુ નરેન્દ્રને મગજમાં કોઈ ચિંતા થતી હતી.

જેના કારણે તેમના જ લગ્નની તૈયારીઓ થતી હતી તે સમયે તે પોતાની રૂમમાં ગયો હતો અને તેમણે દરવાજો બંધ કરી દીધો હતો. પરિવારના લોકોને લાગ્યું કે તે થાકી ગયો છે જેના કારણે તે રૂમમાં સુવા ગયો હશે પરંતુ ઘણો સમય થઈ જતા નરેન્દ્ર બહાર આવ્યો નહીં જેના કારણે પરિવારના લોકોએ તપાસ કરવા નરેન્દ્રનો દરવાજો ખડખડાવ્યો હતો.

ત્યારે નરેન્દ્ર એ દરવાજો ખોલ્યો નહીં છતાં પણ પરિવારના લોકોએ વારંવાર દરવાજો ખડખડાવ્યો હતો. નરેન્દ્ર એ દરવાજો ન ખોલતા નરેન્દ્ર ના પિતા અને તેમના ભાઈએ દરવાજો તોડી નાખ્યો અને તેમણે રૂમમાં જઈને જોયું તો નરેન્દ્રને જોતા જ પરિવારના લોકોના લોકોના હોશ ઉડી ગયા અને પરિવાર ઢળી પડ્યું.

માતા અને પરિવારના લોકો રડી પડ્યા, નરેન્દ્ર એ પોતાના લગ્ન પહેલા જ રૂમમાં લટકીને આપઘાત કરી લીધો હતો અને પોતાનું જીવન ટૂંકાવવી લીધું ત્યારબાદ આસપાસના પાડોશીના લોકો પણ ભેગા થઈ ગયા અને તરત જ નરેન્દ્ર ના મૃત્યુના સમાચાર સગા સંબંધીઓને મળતા તેઓ તરત જ ઘરે આવી ગયા હતા.

પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ પર ઘટના સ્થળે પહોંચી અને નરેન્દ્રના રૂમની તપાસ કરી હતી. તે સમયે પોલીસને નરેન્દ્રની આસપાસ કે તેમના રૂમમાંથી કોઈ અંતિમ નોટ મળી ન હતી. જેના કારણે નરેન્દ્રએ આ પગલું શા માટે ભર્યું તેની પોલીસ તપાસ કરી રહી હતી. નરેન્દ્રએ પોતાના જ લગ્ન પહેલા તેમનો જીવ ટૂંકાવીને તેમના પરિવારજનોને આઘાતમાં મૂકી દીધા હતા

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *