Breaking News

એક યુવક ઈક્કો કાર લઈને એવી રીતે છેતરપીંડી કરતો કે, તેને પકડવા માટે પોલીસને પણ આવી ગયા ફીણ.. જાણો..!

અમુક લોકો કોઈ સારું કામ ધંધો કરવાને બદલે શોર્ટકટ રીતો અપનાવીને તેમજ છેતરપિંડી અને ચોરી લૂંટફાટ કરીને પૈસા કમાવવાની નવી રીતો અપનાવવા લાગ્યા છે. ઘણા લોકો તો એવા કીમિયાઓ અપનાવે છે કે, જેમાં લોકો આસાનીથી ફસાઈ જતા હોય છે. અને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવતો હોય છે.

હકીકતમાં અત્યારે કનૈયાલાલ મહેતા નામના એક યુવકને પકડવા પોલીસને ખૂબ જ મથામણ કરાવી રહ્યો છે. છેતરપિંડી કરનારા યુવકને પોલીસ પકડવા માટે ખૂબ જ મથામણ કરી રહી છે. ખૂબ મોટી મહેનત બાદ પણ આ યુવક પોલીસની પકડથી દૂર રહેતો હતો. આ યુવકને પકડવા માટે પોલીસ તંત્રને પણ ફીણ આવી ગયા હતા..

અને ગાંધીનગર પોલીસે અંતે આ યુવકને પકડી પાડયો છે. આ યુવક કેવી રીતે છેતરપિંડી આચરતો હતો કે, જેની કોઈ વ્યક્તિને જાણ પણ થતી હતી નહીં. અને પોતે ચોરી કરેલી ચીજ વસ્તુઓને વેચીને પોતાનું મોજશોખ પૂર્ણ કરતો હતો. આ યુવકનું નામ કનૈયાલાલ મહેતા છે. તે પોતે હિંમતનગર નો રહેવાસી છે.

તે જુદા જુદા વિસ્તારમાં રહેવા જતો હતો અને ત્યાં આસપાસમાં રસોઈ બનાવવા માટેના વાસણો ભાડે લઈ આવતો હતો અને ત્યારબાદ વાસણો પરત કરવાને બદલે બારોબાર આ વાસણોને વેચી દેતો હતો. આ યુવક પોતાની પાસે એક ઇક્કો કાર રાખતો હતો. આ ઇક્કો કારની અંદરથી વાસણો લઈ આવતો હતો અને ભંગારની દુકાન પર વેચીને પોતાનું ગુજરાન ચલાવી લેતો હતો..

અને પોતાના તમામ મોજશોખ પણ પૂર્ણ કરતો હતો. જુદા વિસ્તારમાં તે ભાડે રહેવા માટે જતો હતો. ત્યાર બાદ આસપાસના વિસ્તારોમાંથી ભાડાના વાસણો ભેગા કરીને ભંગારના ભાવે વહેંચી દેતો હતો. પોલીસે તેને પકડવામાં ઘણી બધી મહેનત કરી હતી પરંતુ આરોપી હંમેશાં પોલીસની પકડથી દૂર રહેતો હતો..

કારણ કે આ વ્યક્તિ જુદા જુદા ગામમાં રહેવા માટે જતો રહેતો હતો અને આસપાસના લોકોનો સંપર્ક કરીને તેમનો વિશ્વાસ જીતી લેવાતો હતો. ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી કરતો હતો. પોલીસે આરોપીને પકડી પાડયો છે. અને તેની પાસેથી નાના-મોટા કુલ થઇને 38 નંગ વાસણો કબજે કરી લીધા છે.

તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે, લોકો વાસણોની પણ છેતરપિંડી કરવા લાગ્યા છે. અને તેને વેચીને પૈસા કમાઈ રહ્યા છે. આરોપીએ છેલ્લા ત્રણ મહિનાની અંદર અંદર જેતપુર, તલોદ, ઝાલા, રાજપુર, અમદાવાદ અને લીસા આ તમામ ગામોમાં છેતરપિંડી કરી છે. તમામ ગામોમાંથી સામેની ફરિયાદ નોંધાઈ છે. જેમાં સાબરકાંઠા ના અલગ અલગ બનાવોમાં પણ આ યુવક પકડાઈ ચૂક્યો છે. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી દીધી છે. અને તપાસમાં તમામ ગુનાઓનો ભેદ ઉકેલાઇ જશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *