Breaking News

એક ટ્રકે અન્ય 3 વાહનોને ધડાકા સાથે ઉડાડી દીધા, સર્જાયો ગમખ્વાર ત્રિપલ અકસ્માત, લોકોનો થયો ચમત્કારિક બચાવ.. જાણો..!

રોજ અકસ્માતના બનાવ આપણી સામે આવતા હોય છે. જેમાંથી ઘણા અકસ્માતના બનાવો તો આપણને ખૂબ જ ચોંકાવી દે તેવા હોય છે. હાલ એવો જ એક ચોંકાવનારો અકસ્માત વલસાડના કપરાડા તાલુકામાં બન્યો છે. કપરડાના માંડવા પાસે આવેલા કુંભઘાટ નામના ટેકરા પર એક ગમખ્વાર અકસ્માત સર્જાતાની સાથે જ અરેરાટી મચી ગઇ છે..

કુંભઘાટ ઉપર આ અગાઉ પણ ઘણા બધા અકસ્માતો સર્જાઈ ચુક્યા છે. આ ઘાટ એકદમ ઊંચાઈ અને ઢાળ વાળી હોવાથી સામાન્ય રીતે ઘણી બધી વાર વાહન ચાલકોની બ્રેક ફેલ થઈ જતી હોય છે. જેના પગલે અકસ્માત સર્જાય છે. હાલ આ ઘાટને ઉતરતી વખતે નાસિક થી નાનાપોઢા ગામ તરફ આવતી એક ટ્રક ચાલકે ટ્રકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો…

અને જોતજોતામાં તો તેણે વારાફરતી એક પછી એક એમ રસ્તામાં આવતા વાહનોને ઉડાડી દીધા હતા. જેમાં એક બાઇક ચાલક એક ટેમ્પો ચાલક અને એક બસચાલક એન કુલ ત્રણ વાહનોનો ભોગ લીધો છે. ઘણા વાહનોના ભોગ લેતાની સાથે જ અકસ્માત ત્રિપલ અકસ્માતમાં પરિવર્તન પામ્યો હતો.

ટ્રક ઘાટ ઉતરતી હતી એટલા માટે ખૂબ ઝડપથી આગળ વધી રહી હતી. તેના માર્ગમાં જે પણ વસ્તુ આવે તેને ઠોકર મારીને આગળ જઈ હતી. એવામાં બાઇક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. જેને ઉછાળીને ઘાટના બાજુમાં ફેંકી દીધો હતો. જેને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી છે.

એટલા માટે તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ત્યાર બાદ રસ્તા પર ઉભેલા એક ટેમ્પોને આ ટ્રકે અડફેટે લીધો હતો. ટેમ્પોમાં કોઈપણ વ્યક્તિ સવારના હતો એટલા માટે કોઇ જાનહાનિનો કેસ બન્યો ન હતો. પરંતુ તેની આગળ જઈ રહેલી એક એસ.ટી બસ કે જેમાં ઘણા બધા મુસાફરો સવાર હતા..

ટ્રકે એસટી બસને ટક્કર મારી હતી. જેના પગલે એસટી બસ ઘાટનો ઢાળ્યો ઉતરી ગઈ હતી. આ બસમાં સવાર 10 મુસાફરો તેમજ બસનો ડ્રાઈવર અને કલીનર સહિત સૌ કોઇ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. કારણ કે એક બાજુ ઊંડી ખાઇ દેખાઈ રહી હતી. બસને ટક્કર મારતા ની સાથે જ ટ્રક પણ ઘાટના ઢાળમાં ઉતરી ગયો હતો…

એટલે કે તેની ગતિ ધીમી પડી હતી . એક પછી એક મુસાફરો બસમાંથી બહાર નીકળવા માટે મથામણ કરી રહ્યા હતા. અને અંતે તેઓને ચમત્કારિક રીતે બચાવ પણ થઈ ચૂક્યો હતો. હાલ આકસ્માત માં ઇજાગ્રસ્ત દરેક લોકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અકસ્માતની જાણ પોલીસને થતાં તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *