જ્યારે માણસ માનસિક રીતે ખૂબ જ કંટાળી ગયો હોય તેમ જ દુનિયામાં કોઈ પણ વસ્તુમાં તેને સાથ સહકાર કે કોઈપણ વ્યક્તિ નો ટેકો ન મળતો હોય ત્યારે તે ખૂબ જ એકલો પડી જતો હોય છે. એકલો માણસ શું કરી બેસે તે નક્કી હોતું નથી. હાલ વલસાડના પારડી તાલુકામાં રહેતી એક મહિલાએ આપઘાત કરી લેતાં પરિવારજનોમાં દુઃખ નો માહોલ છવાઇ ગયો છે.
આ મહિલાનું નામ પ્રેમીલાબેન છે .જે છેલ્લા ઘણા વર્ષોથી શહેરની એક હોસ્પિટલમાં નર્સ તરીકે ની ફરજ બજાવે છે. પરિવારમાં તેમના પતિ મનસુખભાઈ તેમજ તેમની સાત વર્ષની દીકરી અને સાસુ છે. આ તમામ પરિવાર શહેરના શાંતિકુંજ એપાર્ટમેન્ટમાં રહે છે. પ્રેમીલાબેન રોજની જેમ વહેલી સવારે પોતાના ટેરેસ ઉપર મોર્નિંગ વોક કરવા માટે જાય છે..
તેમની સાથે તેમના પતિ મનીષભાઈ પણ ટેરેસમાં ચાલવા માટે જતા હતા. એક દિવસ પ્રેમીલા બહેન પોતાના પતિ જાગે એ પહેલાં જ મોર્નિંગ કરવા માટે ટેરેસ ઉપર જતા રહ્યા હતા. અને પાંચ માળની અગાસી પરથી તેઓએ કૂદકો લગાવીને પોતાનો જીવ ટૂંકાવી દીધો હતો. જ્યારે તેઓ ખૂબ તેજ ગતિથી જમીન ઉપર નીચે પટકાય ત્યારે તેઓ લોહીલુહાણ હાલતમાં થઈ ગયા હતા..
આ દ્રશ્ય જોતાની સાથે જ કેટલાક લોકોની ચીખ નીકળી ગઈ હતી. તેઓને 108 બોલાવી ને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી દીધા હતા. આ સાથે સાથે આ ઘટનાની જાણ પારડી પોલીસને પણ આપવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી..
પ્રેમીલાબેનના લગ્ન થયા બાદ તેમને સંતાન સુખ બહુ લાંબા સમયે મળ્યું હતું. હાલ તેમને પરિવારમાં એક સાત વર્ષની દીકરી જે ધોરણ બે માં અભ્યાસ કરે છે. પ્રેમીલાબેન એ કયા કારણોસર આપઘાત કરી લીધો એનું કોઈ ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. પરંતુ પોલીસને એવી માહિતી મળી શકે પ્રેમીલાબેન બે દિવસ પહેલા પણ નદીમાં મોતની છલાંગ લગાવવા માટે ચાલ્યા ગયા હતા..
પરંતુ કોઇ કારણસર તેઓ એ આઘાત કર્યો ન હતો. પરંતુ આજે વહેલી સવારે તેઓ અગાસી પરથી કૂદકો લગાવીને આપઘાત કરી લીધો છે. પરિવારના આશાસ્પદ સભ્યનું મૃત્યુ થતાં પરિવાર પર આફત આવી પડી છે. જ્યારે સાત વર્ષની દીકરીને માતાની છત્રછાયા ગુમાવી પડી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]