Breaking News

એક રમકડાંએ લીધો દોઢ વર્ષના બાળકનો જીવ, માતા-પિતા જ જોતા જ રહી ગયા અને બાળકે માતાના ખોળામાં જ ગુમાવ્યો જીવ..! વાંચો..!

જ્યારે કોઈ પણ પરિવારમાં નાના બાળકોનો જન્મ થાય છે. ત્યારે સમગ્ર પરિવાર ખૂબ જ ખુશ હોય છે. કારણ કે પરિવારમાં નવા સભ્યોની એન્ટ્રી કરતાની સાથે જ પરિવારની ખુશીનો કોઈ પાર રહેતો નથી. બાળક જ્યારે નાનું હોય છે. ત્યારે તેને રમવા માટે રમકડા આપવામાં આવતા હોય છે..

જેથી કરીને બાળકનો સમય રમકડા સાથે પસાર થઈ જાય ને બાળક તેના માતા-પિતાને કોઇ પણ પ્રકારની હેરાનગતિ પહોંચાડે નહીં. આજકાલના સમયમાં તો ટેકનોલોજીનો ઉપયોગ વધતા રમકડાં પણ અવનવી ટેકનોલોજી આવવા લાગી છે. રમકડાંથી બાળક ખૂબ જ આકર્ષાય છે પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે.

જેમાં એક રમકડા એ દોઢ વર્ષના બાળકનો જીવ લઈ લીધો છે. આ બાબત જાણીને તમે પણ ઓચિંતાના ગભરાઈ જશો કે શું આ બાબત ખરેખર સાચી હશે..? પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ બાબત બિલકુલ સાચી છે. અને આ ઘટના સ્કોટલેન્ડમાં બની છે. સ્કોટલેન્ડના એક દંપતીએ દીકરાને જન્મ આપ્યો હતો..

જન્મ બાદ દીકરો એકદમ સ્વસ્થ હતો. દીકરાને રમકડાંઓ ખૂબ જ શોખ હોવાને કારણે માતા-પિતાએ તેને ખૂબ સારા રમકડાવો લાવી આપ્યા હતા. જેમાં એક ટેડી બિયર પણ હતું. આ ટેડી બિયરની અંદર સેલ હતો. જેના કારણે ટેડી બિયર તેની જાતે જ ચાલી શકતો હતો. એક દિવસ બાળકના પિતા જ્યારે સવારે નોકરી પર ગયા ત્યારે બાળકને ટેડી બિયર રમવા માટે આપ્યો હતો..

જ્યારે માતા ઘરનું કામ કરી રહી હતી. બાળક શાંતિથી ટેડી બિયર સાથે રમી રહ્યો હતો પરંતુ તે જોર જોરથી ટેડી બિયરને ઉંચો કરી ને નીચે પટકતો હતો. જેથી ટેડી બિયરનો પાછળ નો ભાગ તૂટી ગયો હતો અને તેની અંદરથી બેટરીનો સેલ નીકળી ગયો હતો. આ સેલ બાળકના હાથમાં આવતાંની સાથે જ બાળકે સેલને રમતા રમતા મોઢામાં નાખી દીધો હતો.

સેલ મોઢામાં જતાની સાથે જ તેની અંદર રહેલું એસિડ બાળકના શરીરમાં પ્રસરી ગયું હતું. આ બાબતની જાણ બાળકનાં માતા-પિતાને હતી નહીં. પરંતુ બાળક ધીમે ધીમે બોલવાનું બંધ કરી દીધું હતું. તેમજ ખાવાપીવાની પણ તકલીફો ઊભી થઈ હતી. આ સાથે સાથે બાળકના શરીરમાં કંઇક અજુગતુ બનવા લાગ્યું હતું.

એટલા માટે બાળક ખુબ જ રડી રહ્યો હતો. બાળકના માતા-પિતા તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલ તપાસ માટે લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરે તપાસ કરી તો જણાયું કે, બાળકના પેટમાં બેટરીનો સેલ ચાલ્યો ગયો છે. જે પૂરી રીતે સમગ્ર શરીરમાં પ્રસરી ગયો છે. આ સાથે સાથે સેલની અંદર રહેલું એસિડ એટલું બધું તીવ્ર હતું કે જેના કારણે બાળકના હૃદયમાં કાણું પડી ગયું છે.

એટલા માટે બાળકનું બચવું ખૂબ જ મુશ્કેલ છે. આ બાબતની જાણ જ્યારે માતા પિતાને થાય ત્યારે તેઓના હોશ ઉડી ગયા હતા. કારણ કે બાળકને રમવા માટે આવેલું રમકડું બાળકનો જીવ લેવા જઈ રહ્યું છે. બાળકની હાલત ખુબ જ ગંભીર હોવાથી માતા-પિતા ખૂબ જ દુઃખી હતા સૌ કોઈ સગાવ્હાલા પણ બાળક ને મળવા માટે હોસ્પિટલમાં આવતા હતા..

ડોક્ટરે જણાવ્યું હતું કે, બાળક માટે માત્ર હવે ગણતરીની મિનિટો જ બાકી રહી છે. એવામાં માતા-પિતાએ બાળકને પોતાના ખોળામાં ઉપાડ્યું હતું અને તેની સાથે વહાલ કરી રહ્યો હતા. એમાં તો બાળકે અંતિમ શ્વાસ લઈ લીધા હતા. માતાના ખોળામાં જ બાળકે અંતિમ શ્વાસ લેતાની સાથે જ માતા-પિતા ખૂબ જ આઘાત માં ચાલ્યા ગયા હતા.

કારણ કે તેઓ દોઢ વર્ષના દીકરાનું મૃત્યુ થયું હતું અને તેનું એકમાત્ર કારણ તેને રમવા આપેલું ટેડી બિયર હતું. ખરેખર આ બનાવ સામે આવતા ની સાથે દરેક માતા-પિતા પણ ખૂબ જ ગભરાઈ ગયા છે. અને તેઓ પણ તેમના બાળકોને વધારે પડતી ટેકનોલોજી વાળા રમકડા થી દૂર રાખે છે. જ્યારે સરળ અને સાદા રમકડાથી રમાડે છે. નાના બાળકોને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કારણ કે નાના બાળકોને પૂરતી સમજણ ન હોવાથી તેઓ ક્યારે શું કરી બેસે છે તે નક્કી હોતું નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *