બેરોજગારીનું પ્રમાણ વધતા આજકાલના નવજુવાનીયાઓ આ સમયમાં પૈસા કમાવવા માટે નતનવીન ઉતળા કરતા હોય છે. આ ઉતળાઓમાં ઘણાખરા લોકો પૈસા બનાવી લે છે. તો ઘણા ખરા લોકો ના પૈસા ડૂબી જતા હોય છે. ઓછા સમયમાં પૈસા કમાવવા માટે લોકો ઉન્ધો રસ્તો અપનાવતા હોય છે.
જે બિલકુલ ખોટી બાબત છે. કારણ કે ખોટી રીતે કમાયેલા પૈસા ક્યારેક ને ક્યારેક તો સરકારની નજરમાં આવી જતા હોય છે. છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈએ છીએ કે એરપોર્ટ પરથી ઘણા બધા લોકો વિદેશમાંથી સસ્તા ભાવે મળતા ફોન અને સોના જેવી કિંમતી વસ્તુઓ અવનવી રીતે છુપાવી ને આવી જતા હોય છે..
ત્યારબાદ તેઓ અહીં આવીને એ તમામ કીમતી ચીજ વસ્તુઓને વેચીને પૈસા કમાતા હોય છે. થોડા દિવસ પહેલા દિલ્હી એરપોર્ટ ઉપર અને જયપુર એરપોર્ટ પર એક વ્યક્તિ પકડાયા હતા. જેવોના માથાના વાળને ખોત્રીને અંદરથી સોનું કાઢવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ પરથી પણ એક મહિલા પકડાઈ હતી..
જેના ગુપ્ત ભાગો માંથી સોનાની કેપ્સુલ મળી આવી હતી અને હવે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ એક વ્યક્તિ પકડાયો છે. પરંતુ આ વ્યક્તિએ પોતાની પાસે સોનુ એવી રીતે છુપાવ્યું હતું કે તેને ચેક કરનાર મોટા મોટા અધિકારીઓને પણ પરસેવા છૂટી ગયા હતા. શારજાહહી એક ફ્લાઈટ જયપુર આવી રહી હતી..
ત્યારે ફ્લાઇટ જયપુર પહોંચી તેને તેમાંથી ઊતરતાં તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવતું હતું. એમાંથી એક વ્યક્તિ ખૂબ જ ડરેલો દેખાયો હતો. તેના ચહેરાના હાવભાવ જોઈને જ ચેકિંગ કરના ટીમને અંદાજ આવી ગયો હતો કે, નક્કી આ વ્યક્તિ પાસે કંઇક ને કંઇક એવો પદાર્થ રહેલો છે જેના કારણે તે ખૂબ જ ટેન્શનમાં છે..
હકીકતમાં એ વ્યક્તિ મજૂરી કામ કરીને જીવન ગુજારતો હતો. શારજાહમાં તે કન્સ્ટ્રકશન કંપનીમાં કામ કરતો હતો. પરંતુ તે જ્યારે શારજાહ એરપોર્ટ પર પ્લેન માં ચડી રહ્યો હતો ત્યારે એક યુવક તેને મળ્યો હતો અને તેણે કહ્યું હતું કે આ પેકેટ તારે જયપુર સુધી પહોંચાડી દેવાનું છે..
જો તું જયપુર આને સહી સલામત પહોંચાડી દેશે તો તારા ટિકિટનો તમામ ખર્ચ તેઓ ઉપાડી લેશે. તેમજ જયપુર એરપોર્ટની બહાર એક વ્યક્તિ તેની પાસેથી અ પેકેટ લઈ લેશે. ટિકિટના પૈસા ને બચાવવા આ મજૂરે પોતાના માથે એવડું મોટું જોખમ ઉપાડી લીધું હતું કે જેના કારણે તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
આ સામાન્ય દેખાતા આ યુવકને પોલીસે પકડી પાડયો હતો. ત્યારબાદ તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. શરીરના તમામ અંગોને ચેકિંગ કરી નાખ્યું હતું. પરંતુ એવી કોઈપણ વસ્તુ ન મળી કે જેના કારણે આ યુવક ને પકડી શકાય. પરંતુ જ્યારે આ યુવકને ચેકિંગ કર્યા બાદ છોડી મૂકવામાં આવતો હતો. ત્યારે અંતિમ સમયે તેના અંડરગારર્મેન્ટ ચેકિંગ કરવામાં આવ્યું અને તેમાં બેલ્ટ પાસેથી પેસ્ટ ભરેલા પેકેટ મળી આવ્યા હતા..
આ પેકેટની અંદર એવી પેસ્ટ તૈયાર કરવામાં આવી હતી કે જેને ચાર કલાક ભઠ્ઠીમાં પ્રોસેસ કરી નાખે તો તેમાંથી સોનું બની જાય.. મતલબ કે ઓરીજનલ સોનુના યુવક લઈને આવતો હતો નહીં પરંતુ સોનાની પેસ્ટને લઇને આવતો હતો. પોલીસે આ પેસ્ટને ગોલ્ડન ભઠ્ઠીમાં નાખી હતી અને ચાર કલાક ની પ્રોસેસ બાદ તેનું શુદ્ધ સોનું પણ પ્રાપ્ત કર્યું હતું. આ સોના ની કુલ કિંમત 73 લાખ રૂપિયા છે. તેમજ આ સોનાનું વજન 1 કિલો 600 ગ્રામ હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]