એક મહિલાને પાર્કમાં ફરતી વખતે દેખાયો ચમકતો કાંકરો અને રાતોરાત બદલઈ ગયુ નસીબ! બની લખપતિ!

આપણને કેટલીક વાર રખડતા રખડતા એવું વસ્તુઓ મળી જતી હોઈ છે કે જેના લીધે આખી જિંદગીની દિશા બદલાઈ જાય છે તેમજ રાતોરાત લખપતિ બની જવાઈ છે. આવી જ એક ઘટના એક મહિલા સાથે બની છે જે વાંચીને તમે પણ કેહશો કે નસીબ હોઈ તો આ મહિલા જેવું..

કેલિફોર્નિયામાં રહેતી મહિલાનું ભાગ્ય રજાઓ દરમિયાન અચાનક બદલાઈ ગયું. તે રજા દરમિયાન ફરવા માટે એક પાર્કમાં ગઈ હતી. તે આખા પાર્કમાં ફરી રહી હતી તે વખતે તેની નજર પાર્કમાં આવેલા તળાવના કિનારે પડી હતી. કિનારે એવો ચળકાટ વાળો પદાર્થ હતો કે તેને જોતા જ ધ્યાન ત્યાં ખેંચાઈ જાય..

તેનું ધ્યાન ખેંચતા તે મહિલા એકાએક તળાવના કિનારે પહોચી ગઈ અને તે પદાર્થને જોવા લાગી તો તે એક કાંકરો હતો જે પીળા રંગનો અને ખુબ જ ચળકાટ ધરવત હતો. મહિલાએ તરત જ આ કાંકરાને ઉઠાવીને તેને જોવા લાગી. ત્યાં આસપાસ રહેલા લોકોને બતાવવા લાગી કે જુવો આ કેવો અજીબ પથ્થર છે.

પરતું આસપાસ ઘૂમતા સહેલાણીઓ માંથી કોઈક એક જણ હીરા જવેરાતના ધંધા સાથે જોડાયેલો હશે. તેણે આ પથ્થર જોતા જ મહિલાને કહ્યું કે મુબારક..! તમે લાખો રૂપિયાના માલિક છો.. આ વાકય સાંભળતા જ મહિલાના હોશ ઉડી ગયા તે જાણવા માટે આતુર થઈ ગઈ કે આ યુવક આવું શા માટે બોલે છે.

પેલા યુવકે મહિલાને કહ્યું કે આ કોઈ સામાન્ય કાંકરો નથી પરતું આ ખુબ જ કીમતી ફેન્સી હીરો છે જેની કિમત લાખો રૂપિયાની છે. જ્યારે મહિલાએ તેને ઉપાડ્યો, ત્યારે તેણીએ અપેક્ષા પણ નહોતી કરી કે તેના કારણે તેનું નસીબ બદલાશે. તેના હાથમાં કાંકરો નહિ પરંતુ એક કિંમતી હીરો હતો.

આ મહિલા કેલિફોર્નિયામાં રહે છે. તેનું નામ નૌરીન રેડબર્ગ અને તેના પતિ માઈકલ રેડબર્ગ છે. મહિલાને શરૂઆતમાં ખબર નહોતી કે તે કાંકરા તરીકે જે ઉપાડી રહી છે તે ખરેખર એક કિંમતી હીરો છે. પાર્કના અધિકારીઓનું કહેવું છે કે, પાર્કમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો હીરો છે.

અગાઉ ગત વર્ષે ઓક્ટોબરમાં પ્રવાસીને 4.49 કેરેટનો હીરો મળ્યો હતો. આ પાર્ક પ્રવાસીઓમાં ખૂબ પ્રખ્યાત છે. ખરેખર, જે લોકો આ ડાયમંડ પાર્કની મુલાકાત લેવા આવે છે તેઓ હીરાની શોધમાં ફરતા હોય છે. જેને હીરા મળે છે તે તેના માલિક બને છે. આ પાર્કમાં આવા ઘણા હીરા ઘણા સ્થળોએ પડ્યા છે, જે અમુક નસીબદાર લોકોનું ભાગ્ય બદલી નાખે છે.

ડાયમંડ પાર્કના કાલેબ હોવેલે જણાવ્યું કે નૌરીન દ્વારા મળેલ હીરો દેખાવમાં જેલીબીન જેવો છે, જે ભાગ્યે જ જોવા મળે છે. તેનો રંગ આછો પીળો હતો. માઈક્રોસ્કોપ હેઠળ હીરો જોયા પછી, દરેકને તેના આકાર અને રંગની ખાતરી થઈ. આ હીરો શોધનાર નૌરીને ધ ઈન્ડિપેન્ડન્ટને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે હજુ સુધી વિચાર્યું નથી કે તે આ હીરાનું શું કરશે?

બજારમાં આ પ્રકારના હીરાની કિંમત 22 થી 23 લાખ સુધી આંકવામાં આવી છે. જોકે, તેના આકારને કારણે તેની કિંમત વધી પણ શકે છે. આ પાર્કમાંથી જુદી જુદી જગ્યાએથી લોકોને હીરા મળે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment