Breaking News

એક જ રાતમાં 15 તાળા તોડીને ચોર એ રમખાણ બોલાવી દીધી, ફેક્ટરીમાં ઘુસીને કર્યા એવા કારનામા કે માલિક દોડતો થઈ ગયો..!

જીવનમાં મહેનત કરીને ઘણી બધી મૂડી કમાઈએ પરંતુ જો એ મુડીને સાચવતા ન આવડે તો ખૂબ જ મોટી મુશ્કેલી સર્જાઈ જતી હોય છે. પોતે કમાયેલી મૂડીને છેતરપિંડી કરનારા લોકોથી સાચવવી હોય ખૂબ જ જરૂરી બની ગઈ છે. આ ઉપરાંત કેટલીક વખત જો માથે કાળ માંડ્યો હોય તો આપણે એવી મુસીબતોની અંદર ફસાઈ જતા હોઈએ છીએ કે કમાયેલા રૂપિયા ક્યાં જતા રહે તે આપણને ખબર રહેતી નથી..

અત્યારે રાજસ્થાનના પાલીમાંથી એક ફેક્ટરીની અંદર એક રાતમાં 15 જેટલા તાળા તૂટ્યા હતા. આ ફેક્ટરીની અંદર ચોરોએ એવી રમખાણ બોલાવી દીધી કે, ફેક્ટરીના માલિક દોડતા થઈ ગયા હતા. પાલી પાસેના મંડ્યા રોડ ઉપર ગ્રીનપાર્ક પાસે મનોજભાઈ લખેલાની ફેક્ટરી આવેલી છે. તેઓએ આ ફેક્ટરીને દેવીચંદ નામના વ્યક્તિને ભાડા ઉપર આપી છે..

આ બંને વ્યક્તિની ઓફિસ આ ફેક્ટરીની અંદર જ આવેલી છે. જ્યાં તેઓ એક ચોકીદારને ધ્યાન રાખવા માટે બેસાડ્યો હતો. પરંતુ રાત્રીના સમયે અતિશય ઠંડી હોવાને કારણે તે ફેક્ટરીમાં રહેલી એક રૂમની અંદર બારણું બંધ કરીને સુઈ ગયો હતો અને મોડી રાત્રે આ ફેક્ટરીની અંદર ચોર ઘુસી આવ્યા હતા અને અંદાજે તેઓએ 15 જેટલા તાળા તોડીને મેન ઓફિસ સુધી પહોંચી ગયા..

ત્યાં તિજોરીમાં રહેલા રોકડ રૂપિયાની સાથે સાથે કિંમતી કાગળીયાઓ પણ ચોરીને ભાગી ગયા છે. તેમની હાથ કરતુતો ઓફિસમાં રહેલા સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ગઈ છે. ઓફિસની અંદર મુકેલા એક બેગની અંદર ચેક પણ હતા. પરંતુ એ બેગ છોડ લૂંટારાઓને હાથ લાગી નહીં એટલા માટે આ ચેક બચી ગયા છે. એક જ ફેક્ટરીની અંદર અંદાજે 15 તાળા તૂટ્યા હતા.

આટલી મોટી ચોરીનો બનાવ સામે આવી જતા સીસીટીવી કેમેરાની ફૂટેજ ફેક્ટરીના માલિકે પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી હતી અને આ ઘટનાને લઈ ચોર લૂંટારાને પકડી પાડી તમને કડકમાં કડક સજા મળે તેવી માંગણી કરી હતી. પોલીસે ફરિયાદ નોંધારાને પકડવા માટે સીસીટીવી કેમેરાની ફૂટેજની મદદથી જુદી-જુદી ટીમો બનાવીને કામગીરી શરૂ કરી દીધી છે..

આ ફૂટેજની અંદર જોવા મળે છે કે, રાતના લગભગ 12:30 વાગ્યા પછી ફેક્ટરીની અંદર ચોર લુટારાઓ ઘુસી આવ્યા હતા અને એક પછી એક 15 જેટલા તાળા તોડી નાખ્યા અને મેન ઓફિસ સુધી પહોંચી ગયા અને ત્યારબાદ ત્યાંથી તેઓએ રોકડ રકમ અને કીમતી કાગળિયાઓ લૂંટી ને ત્યાંથી જતા રહ્યા છે..

જ્યારે આ ઘટનાના સમાચાર બીજે દિવસે સવારે ફેક્ટરીના માલિક સુધી પહોંચે ત્યારે તેઓ દોડતા થઈ ગયા હતા. તેઓ વિચારમાં મજબૂર બન્યા છે કે તેઓએ ફેક્ટરીની અંદર ધ્યાન રાખવા માટે રાખેલા ચોકીદાર એવી તો કેવી ઊંઘમાં સુઈ ગયો હશે કે, તેને 15 જેટલા તાળા તૂટ્યા છતાં પણ કોઈ ઘટનાની ખબર રહી નથી..

ફેક્ટરીના માલિકને તેમની ફેક્ટરીમાં ચોકીદાર કરી કે કામ કરતા યુવક ઉપર પણ શંકા જવા લાગી છે. શંકાના આધારે આ ઘટનાને દરેક વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. પ્રતિ દિન ચોરી અને લૂંટફાટના અસંખ્ય બનાવો આપણી સામે આવવા લાગ્યા છે. જે ખૂબ જ નાની બાબત છે. દિવસ રાત પરસેવો પાડીને કમાયેલા રૂપિયા જો કોઈ ચોર લૂંટારા માત્ર ગણતરીની મિનિટોમાં જ ચોરી કરીને જતા રહે અને આપણે ખાલી ખમ થઈ જઈએ તો એવી બાબતને સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *