Breaking News

એક કલાકમાં 5 ઇંચ વરસાદ સાથે જળબંબાકાર, હજી પણ આટલા દિવસની આગાહી.. વાંચી લો ..!

ઉત્તર ગુજરાત ના જિલ્લાઓ જેવાકે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા તેમજ પંચમહાલમાં વરસાદી માવઠાએ કહેર મચાવ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી તેમજ વલસાડ જેવા જિલ્લાઓમાં ખુબ જ ભારે પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. પરંતુ કચ્છ તેમજ સૌરાષ્ટ્ર ભાવનગર, અમરેલી તેમજ જૂનાગઢમાં વરસાદ વરસ્યો નથી.

ગુજરાતને ચારે તરફથી ઘેરતા અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે રાજ્યના કુલ 93 જેટલા તાલુકામાં ખૂબ જ ભારે પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. હાલમાં ગુજરાતમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. પરંતુ કમોસમી વરસાદને કારણે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાનો માહોલ બની ચુક્યો છે.

ગઈ કાલે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં ગુજરાત રાજ્યના કુલ ૯૩ જેટલા તાલુકામાં ખૂબ જ ભારે મજામાં વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના ઇડર અને તિલકવાડા તાલુકામાં ખૂબ જ ભારે પ્રમાણમાં વરસાદ પડવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

નર્મદાના તિલકવાડા તાલુકામાં 4 કલાક માં 3 ઈચ વરસાદ અને ઇડર તાલુકામાં પોણા 3 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો. બે દિવસ પહેલાથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેથી અમદાવાદ વડોદરા અને રાજકોટ જેવા જિલ્લાઓમાં ઘેરા વાદળ જોવા મળી રહ્યા હતા.

જ્યારે સુરતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડયા હોવાનું જણાયું છે. ગઇકાલે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થઈ ગયો હતો. પરંતુ ગુજરાતના નર્મદા, મહેસાણા, વલસાડ, પાટણ, સુરત, સાબરકાંઠા તેમજ બનાસકાંઠા જિલ્લાઓમાં એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત સતલાસણા ખેરાલુ તેમજ ખેડબ્રહ્મા જેવા તાલુકામાં બે થી અઢી ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની સ્થિતિ પણ સર્જાઈ છે. આવા વિસ્તારોમાં લગભગ પ્રતિ કલાકે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત ગુજરાતના હવામાન વિભાગ ખાતા દ્વારા આવનારા બે ત્રણ દિવસો સુધી પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે .આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદની આગાહી થઈ રહી છે. આ પરિસ્થિતિમાં સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ઝીંઝુવાડા નામ ના રણમાં વરસાદ વરસવાની શરૂઆત થઇ ગઇ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *