Breaking News

મોરબી ઘટનામાં એકબાજુ લોકો વિડીયો ઉતારતા રહ્યા અને આ મુસ્લિમ યુવકે જીવને તાળવે બાંધી એક જ શ્વાસે 50 લોકોના જીવ બચાવી લીધા, સલામ છે આ યુવકને…

મોરબીના ઝુલતા પુલવાળી ઘટનાએ સૌ કોઈ લોકોને હચમચાવી દીધા છે. આ ઘટના આટલી બધી ભયંકર હતી કે જેને નજર સામે જોનાર વ્યક્તિ હજુ પણ પોતાની આંખો મેચીને નિરાંતની ઊંઘ લઈ શકતા નથી, કારણકે આ બનાવની અંદર અંદાજે 140 કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે..

મોરબીના ઝુલતા પુલ ઉપર એક સાથે 400 કરતા પણ વધારે લોકો અવરજવર કરતા હતા, એ સમય દરમિયાન અચાનક જ પુલ તૂટી ગયો અને તમામ લોકો મચ્છુ નદીના 15 થી 17 ફૂડ જેટલા ઊંડા પાણીમાં પડી ગયા હતા. આ બ્રિજને માત્ર ચાર દિવસ પહેલા જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો, અને મુસાફરોની પણ ભારે માત્રામાં ભીડ જોવા મળી હતી.

આમાં મેનેજમેન્ટ કરનાર તંત્રની પણ બેદરકારી જોવા મળી છે કે તેઓ વધારે પૈસા મેળવવાની લાલચમાં મન ફાવે તેટલી ટિકિટો ફાડવા લાગ્યા હતા અને બ્રિજની ક્ષમતા કરતા વધારે લોકોને બ્રિજ ઉપર જવા દીધા જેને કારણે આ ખૂબ મોટી હોનારત સર્જાઈ ગઈ હતી, જ્યારે આ ઘટના બની ત્યારે કેટલાક લોકો નદીના પાણીમાં ડૂબી ગયેલા લોકોને બચાવવા માટે મથામણ કરી રહ્યા હતા..

તો કેટલાક લોકો પોતાનો મોબાઈલ પણ ખિસ્સામાંથી કાઢીને વિડીયો ઉતારવા લાગ્યા હતા. જ્યારે પણ આવી ઘટના બને છે, ત્યારે લાખ કામ પડતા મૂકીને વ્યક્તિના જીવ બચાવવા દોડી જવું જોઈએ. પરંતુ કેટલાક લોકો વિડીયો બનાવતા રહ્યા જ્યારે ત્યાં હાજર હુસેન પઠાણ નામના એક યુવકે પોતાની સુજબુજ અને સાહસિકતા અને કારણે એક જ શ્વાસે અંદાજે 50 કરતાં વધારે લોકોને જીવ બચાવી લીધા હતા..

આ ઘટનાને જોતાની સાથે જ હુસેન પઠાણ પોતાના જીવને તાળવે બાંધીને નદીમાં કૂદી ગયા હતા અને નદીમાં ડૂબી રહેલા તમામ લોકોનો જીવ બચાવવાની મથામણ કરતા હતા. જેમાં તેઓએ પોતાના એકલા શ્વાસે અંદાજે 50 જેટલા લોકોનો જીવ બચાવી લીધો હતો. હુસેન પઠાણ નામના યુવકને સૌ કોઈ લોકો સલામી કરી રહ્યા છે કે, જ્યારે પણ માનવતા જોખમમાં મુકાય ત્યારે..

અન્ય કોઈ ચીજ વસ્તુઓની પરવા કર્યા વગર તેઓએ 50 લોકોના જીવ બચાવ્યા છે. આ 50 લોકો ક્યારેય પણ તેમનો ઋણ ભૂલી શકશે નહીં. હકીકતમાં હુસેન પઠાણ નામના યુવકને સૌ કોઈ લોકો ખૂબ જ સાહસિક દર્શાવી રહ્યા છે કે, તેઓએ પોતાની સાહસિકતાને કારણે તમામ ભેદભાવોને પડતા મૂકી નદીમાં કૂદી ગયા હતા..

અને 50 કરતાં વધારે લોકોના જીવ બચાવી લીધા છે. આ ઘટનાને લઈ આગળની કાર્યવાહી પણ અત્યારે ચલાવવામાં આવી રહી છે અને આ ઘટનામાં સંકળાયેલા તમામ આરોપીઓને પણ તાત્કાલિક ધોરણે પકડી લેવામાં આવશે અને ઘટનાની જળ સુધી પહોંચી આ તમામ મૃતક વ્યક્તિઓ ના જીવને જોખમમાં મુકનાર વ્યક્તિઓને કડકમાં કડક સજા પણ થશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *