દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે મારા દીકરા કે દીકરી ના ખૂબ જ ધામધૂમથી થાય તેના લગ્નની તૈયારીઓ ઘણા વર્ષોથી કરતા હોય છે. તમારી બધી જ ધન-સંપત્તિઓનો મોટા ભાગનો ઉપયોગ તેવો પોતાના દીકરા દીકરીના લગ્નમાં કરી નાખતા હોય છે. કારણ કે ઘરે આવેલા પ્રસંગનો ઉમંગ કંઈક અલગ જ હોય છે..
પરંતુ હાલ એક હચમચાવી નાખતો કિસ્સો મધ્યપ્રદેશના એક પરિવાર સાથે બનતાની સાથે જ ઘરના પ્રસંગો ઉમંગ દુઃખમાં ફેરવાઈ ગયો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં સુભાષ નગર સોસાયટીમાં અર્જુનસિંહ રાઠોડ નામના વ્યક્તિ રહેતા હતા. તેમની દિકરીના લગ્ન હોવાથી ઘરમાં લગ્નનો માહોલ જામેલો હતો.
સૌ કોઈ મહેમાનો પણ તેમના ઘરે આવી પહોંચ્યા હતા. દીકરીના લગ્ન સમારોહ સુભાષ નગર સોસાયટીથી આશરે પાંચ કિલોમીટર દૂર આવેલા એક ગાર્ડન રેસ્ટોરન્ટમાં હતો. એટલા માટે અર્જુનસિંહ રાઠોડના પરિવારજનો ઘરને તાળું મારીને લગ્ન સ્થળ પર ગયા હતા. આ સાથે સાથે તેમના પાડોશીઓ પૂરનસિંહ પણ ઘરને તાળું મારીને ગયા હતા..
ચોરે આ બાબતનો ફાયદો ઉઠાવીને બંનેના ઘર ઉપર ચોરી કરવાનો મનસૂબો બનાવી લીધો હતો. અર્જુનસિંહ અને પૂરનસિંહના ઘરેથી તાળું મારીને નીકળ્યા કે તરત જ જેમના ઘરે જ ત્રાટકી પડયા હતા અને જરૂરી કિંમતી ચીજવસ્તુઓ તેમજ રોકડા અને સોનાના દાગીના ચોરી કરી લીધા હતા..
જેમાં અર્જુન સિંહના ઘરે તેમની દીકરીનો પ્રસંગ હોવાથી દીકરીના દાગીના પડયા હતા. જેની કુલ કિંમત અંદાજે ૩૦ લાખ રૂપિયા હતી જ્યારે અર્જુન સિંહની સામે રહેતા પૂરન સિંહ ઘરમાં 20 લાખ રૂપિયા રોકડા મળી આવતાં કુલ ૫૦ થી ૬૦ લાખ રૂપિયાની ચોરી થઇ હોવાની બાબત સામે આવી છે.
એક બાજુ દીકરીની જાન આવી પહોંચી હતી અને બીજી બાજુ દીકરીના તમામ ઘરેણાઓ ચોરી થઈ જતા પિતાએ કન્યાદાન વગર તેમની દીકરીને વિદાય આપી હતી. જ્યારે પરિવારજનોને ખબર પડી કે દુલ્હન ના તમામ દાગીના ચોરી થઇ ગયા છે. ત્યારે સૌ કોઈ લોકો વિચારમાં પડી ગયા હતા કે આખરે આ તો કેવો ચોર હશે કે જેણે દીકરીની વિદાય વેળાએ દાગીના ચોરી લેતા એક બાપને દુઃખી કરી નાખ્યો છે.
હકીકતમાં એક બાપ પોતાની દિકરીને કન્યાદાનમાં માટે ખુબ મહેનતથી કમાઈને જરૂરી ચીજવસ્તુઓ અને દાગીનાઓ ખરીદતા હોય છે. પરંતુ જો આ દાગીનાની ચોર ચોરી કરી જાય એનું દુઃખ સૌથી વધારે લાગતું હોય છે. આ મામલો બનતાની સાથે લગ્ન માટે આવેલા તમામ પરિવારજનો અને મહેમાનોમા ચકચાર મચી ગયો હતો..
દીકરીના પિતાએ લગ્ન માટે કરેલી તમામ તૈયારીઓ જેવી કે બેન્ડવાજા, કેટરર્સ વાળા તેમજ ડેકોરેશન વાળા સહિતના તમામ લોકોને પૈસા ચૂકવવાના બાકી હતા. અને તેમના ઘરે ચોરી થઇ જતા તેઓને માથે મોટી આફત આવી પડી હતી. આ ઘટનાને લઇને અર્જુનસિંહ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે મકાન પાસે લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આગળની તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કેમેરા જોતા જોયું કે એક અજાણી ફોરવીલ આ ઘર પાસે આવે છે. તેમાંથી અમુક લોકો નીચે ઉતરીને બંને મકાનમાં ઘુસીને ચોરી કરતા નજરે ચડે છે. ખરેખર આ બાબત બન્યા બાદ તમામા લોકોના મુડ ઉતરી ગયા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]