જ્યારે પણ પોલીસ ચોકીની આસપાસના વિસ્તારોમાં પણ અજુગતું બનાવાનું હોય ત્યારે પોલીસને અગાઉ જાણ મળી જતી હોય છે. તેના આધાર પર પોલીસ ઘટનાના જે તે આરોપીઓને પકડી પાડતા હોય છે. અને જરૂરી સજા આવતા હોય છે. આ પ્રમાણેની એક ઘટના દેવભૂમિ દ્વારકામાં બની છે..
દ્વારકાના ખંભાળિયા પંથકમાં પોલીસને બાતમી મળી હતી કે ખંભાળિયા તાલુકાના પરોડીયા ગામની આસપાસના વિસ્તારોમાં ખુબ મોટા ગોરખધંધો ચાલી રહ્યા છે. આ બાતમી મળતાની સાથે જ પોલીસ સતર્ક બની ગઇ હતી અને સલાયા મરીન પોલીસ સ્ટેશનની ટીમ જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડવા માટે પહોંચી ગઈ હતી..
પોલીસે પરોડીયા ગામની સીમમાં આવેલા હરદાસ ખીમાભાઈ મસુરા નામના ખેડૂતના ખેતરમાં દરોડા પાડયા હતા. તેમજ બીજી ટીમે મેવાસા ગામના સીમ વિસ્તારમાં રાજેશભા અસાભા બાજુમાં મકાન પર દરોડા પાડયા હતા. આ બંને જગ્યા ઉપર કંઈક અજુગતું મળવાની આશાએ પોલીસ તપાસ ચલાવી રહી હતી..
એ સમય દરમ્યાન હરદાસ ખીમાભાઈ મસુરાના ખેતરમાંથી પોલીસને જે મળ્યું તે જોઈને સૌ કોઈ લોકોની આંખો ચોંટી ગઈ હતી. કારણ કે ખેતરમાં વચ્ચોવચ અંગ્રેજી દારૂની 132 બોટલ મળી આવી હતી. બીજી બાજુ રાજેશભાઈના ઘર પરથી પણ પોલીસને તપાસ કરતી સમયે 16 બોટલ અંગ્રેજી દારૂ મળી આવી હતી..
પોલીસે આ તમામ દારૂના જથ્થાને કબજે કર્યો હતો. આ પહેલા પણ પોલીસને ઘણી બધી જગ્યાએથી બાતમી મળ્યા બાદ દરોડા પાડતા મકાનના ભોંયરામાંથી જમીનની અંદર રહેલા લોકો માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા આસપાસના વિસ્તારમાં અરેરાટી મચી ગઇ છે.
આ સાથે સાથે છેલ્લા કેટલાક સમયમાં પોલીસે ખેતરમાં આવેલા મકાન અને મોસંબીના પાકની આડમાં ગાંજાનું વાવેતરને પકડી પાડયા હતા. ગુજરાતને નશા મુક્ત બનાવવા માટે ગુજરાતની અંદર રહેલા બુટલેગરોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવા ખૂબ જ જરૂરી છે. આ કામને પાર પાડવા માટે પોલીસ ખૂબ જ મહેનત કરી રહી છે.
પોલીસે ખેતર ના માલિક હરદાસ મસુરા તેમજ મેવાસા ગામના રહેવાસી રાજેશ આ બંનેની અટકાયત કરી છે. અને દારૂનો તમામ જથ્થો કબ્જે કર્યો છે. આ બંને સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. દારૂના ધંધામાં તેમની સાથે કોણ કોણ વ્યક્તિ જોડાયેલા છે. તમામ બાબતોની જાણ પણ તપાસ દરમિયાન મળશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]