આજકાલ ગુજરાતમાં દીકરી અને મહિલાઓને પૂરતી સુરક્ષા મળી રહેતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અમુક નરાધમ તત્વોને તંત્રની કોઇ પણ પ્રકારનો ડર રહ્યો નથી. જેના કારણે તેઓ મનફાવે તેમ અપશબ્દો અને ગાળાગાળી કરવા લાગે છે. તેમ જ છેડતીના કિસ્સાઓ પણ આચરવા લાગ્યા છે. અમદાવાદ શહેરના માંજલપુર વિસ્તારમાં એક મહિલા સાથે ખુબ જ ચોંકાવનારો બનાવ બન્યો છે.
આ મહિલાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે. એક દિવસ સાંજના સમયે આ મહિલા તેના બાળકને નાસ્તો લઈ આપવા માટે ઘરની બહાર જતી હતી એવા માટેની ચાલીમાં રહેતા એક યુવકે તેની છેડતી કરી હતી. આ મહિલાએ તેને મેથીપાક ચખાડવા માટે અવાજ ઉઠાવ્યો હતો પરંતુ અવાજ ઉઠાવતાની સાથે એ નરાધમ યુવક ખૂબ જ ગુસ્સે ભરાયો હતો..
અને જોર જોર થી ગાળાગાળી કરવા લાગ્યો હતો. વાતવાતમાં તો એવો ઉશ્કેરાઈ ગયો કે ફરિયાદી મહિલાની બહેનને મારામારી કરવા લાગ્યો હતો. આ તમામ બાબતોની જાણ જ્યારે બંને મહિલાઓના પિતાને ત્યારે તેના પિતા બાબતમાં વચ્ચે પડ્યા હતા. તો આરોપીએ તેમના પિતાને પણ શરીરના ઊંડા ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી..
આ સાથે સાથે આરોપીઓના સાગરીતોએ મહિલાના ભાઈને પણ છરીના ઘા મારી દીધા હતા. હકીકતમાં મામલો જાણીને તમે ખૂબ જ ગુસ્સે ભરાઈ જશો કે અંતે આ નરાધમો શું સાબિત કરવા માગતા હશે કે જેણે પ્રથમ તો મહિલાની છેડતી કરી અને ત્યારબાદ તેના પરિવારને પતાવી દેવા ઉપર ઉતરી આવ્યા હતા.
પોતાની ચાલીમાં રહેતા યુવકે મહિલા સાથે બિભત્સ ચેનચાળા કરીને છેડતી કરવા લાગ્યો હતો. યુવતીએ ફરિયાદમાં નોંધાવ્યું છે કે આ યુવકને બોલવામાં સહેજ પણ પ્રકારનું ભાન હતું નહીં. હું એ ચાલ માંથી પસાર થઈ રહી હતી. ત્યારે તેણે મારો દુપટ્ટો ખેંચ્યો હતો અને કહ્યું હતું કે એ છમક છલ્લો તું ક્યાં જાય છે..? આ નરાધમ સામે મહિલા લડી રહી હતી..
એવામાં તેની બહેન આવી જતા આરોપી અને તેના સાગરિતો તેને મારામારી કરવા લાગ્યા હતા. આ ઉપરાંત મારા પિતા આ મામલામાં વચ્ચે પડતાં તેમને પણ છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ સાથે સાથે તેના ભાઈને પણ છરીના ખૂબ જ ઊંડા ઘા વાગ્યા હતા. મહિલાના પિતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે..
ત્યારે તેના ભાઈને ઈજાગ્રસ્ત થતાં તેની સારવાર ચાલી રહી છે. આ મામલાને લઈને પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. અને આગળની તપાસ શરૂ કરી છે. હકીકતમાં શહેરમાં આવા નરાધમ તત્વોનો પડઘમ ધીમે ધીમે વધવા લાગ્યો છે. આવા લોકોને બરાબરનો મેથીપાક ચખાડી ને સીધાદોર કરી દેવા જોઈએ. જેથી કરીને બીજી વખત ક્યારેય કોઈ વ્યક્તિ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા વિચારે પણ નહીં.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]