જુદા જુદા રાજ્ય અને જુદા જુદા જિલ્લામાં પ્રમાણે લગ્નની તૈયારીઓ અને રીતે રિવાજ પણ જુદા જુદા હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિના ઘરમાં શુભ પ્રસંગ આવી પહોંચે છે. ત્યારે પરિવારના વડીલો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે, આ શુભ પ્રસંગ પૂર્ણ થઈ જાય. કારણ કે શુભ પ્રસંગ હોય ત્યારે દુઃખદ ઘટના બનવાના બનાવો પણ ખૂબ વધારે બનતો હોય છે…
અને હાલ મધ્યપ્રદેશના ભિડ શહેરના કૃષ્ણ કોલોની અંદર ખુબ જ હચમચાવતો બનાવ બન્યો છે. કૃષ્ણ કોલોની અંદર વાલ્મિકી રામ બાબુ રહે છે. તેમના દીકરા સોનુંના લગ્ન લેવાયા હતા. તેમના દીકરાની ઉંમર 22 વર્ષની હતી. અને તેના લગ્ન કિન્નઠ ના જ્યોતિ બહેન સાથે નક્કી કરવામાં આવ્યા હતા. સોનું તેમના પરિવારજનો સાથે કિન્નઠ ગયો હતો..
રાતના સમયે લગ્ન યોજવામાં આવ્યા હતા. રાત્રે લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ એ વિસ્તારમાં રિવાજ હતો કે લગ્ન પૂર્ણ થયા બાદ બીજા દિવસ સુધી વરરાજા તેમજ જાનના તમામ લોકો ત્યાં રોકાય છે. ત્યારબાદ બીજા દિવસે બપોરે ત્યાંથી વિદાય આપવામાં આવતી હોય છે.
બીજા દિવસે સવારના 11:00 વાગ્યા આસપાસ સોનું પોતાના ભાઈ અર્જુન, મનીષ, અભિષેક અને ફયના દીકરા અરુણ તેમાં તેના જીજાજી સાથે પોતાના લગ્નની કાર સજાવવા માટે ફોરસાગામ ગયો હતો. મોટાભાગે વરરાજાના લગ્ન હોવાથી વરરાજાને થોડા દિવસ માટે ઘરની બહાર જવા દેવામાં આવતો નથી. અને તેની ખૂબ જ સંભાળ રાખવામાં આવતી હોય છે.
પરંતુ અહીંના રીતિ રિવાજમાં જો વરરાજો લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ ગમે તે જગ્યાએ હરી ફરી શકે છે. એટલે તે પોતાની જાનની કાર સજાવવા માટે ગયો હતો. ગાડી વિરેન્દ્ર ચલાવતો હતો. જ્યારે બાકીના સભ્યો ગાડીમાં બેસી ગયા હતા. તેઓ જ્યારે ગામમાંથી નીકળીને હાઇવે પર પસાર થઈ રહ્યા હતા ત્યારે એકદમ ઝડપે આવતી એ કારે તેને ઓવરટેક કરવાના ચક્કરમાં વરરાજા સોનુની ગાડીને ટક્કર મારી દીધી હતી..
અને સોનુની ગાડી નજીકના વીજ પોલ સાથે ભયંકર અથડાઈ હતી. આ અથડામણ એટલી બધી જોરદાર હતી કે, કારના કુચે કુચા બોલી ગયા હતા. અને તેમાં બેઠેલા તમામ લોકો ખૂબ જ વધારે ઘાયલ થયા હતા. સોનું પણ ગંભીર થઈ ઈજાગ્રસ્ત થયો હતો એક બાજુ સોનુની દુલ્હનની વિદાય વેળાનો સમય થઈ રહ્યો હતો. અને એક બાજુ સોનું અકસ્માત થતા તે ખૂબ જ ઈજાગ્રરસ્ત થયો હતો..
તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પ્રાથમિક સારવાર તો મળી ગઈ અને તબીબોએ જણાવ્યું કે, તેને વધારે સારવાર માટે ગ્વાલિયર લઈ જવું પડશે. જ્યારે તેને ગ્વાલિયર ટ્રાન્સફર કરવામાં આવતો હતો. ત્યારે રસ્તામાં સોનુનું મૃત્યુ થયું હતું.
સોનુંની પત્નીની વિદાય થાય એ પહેલા જ તે વિધવા બની ગઈ હતી. સૌ કોઈ લોકો ક્યારે વરરાજો ગાડી સજાવીને ઘરે પરત આવશે તેની રાહ જોઈને બેઠા હતા. અને ક્યારે દુલ્હનની વિદાય થશે. તેમ વિચારી રહ્યા હતા. પરંતુ થોડી જ વારમાં તેની કારને બદલે સબવાહીની આવી હતી..
અને જેમાં સોનુની લાશ જોવા મળી હતી. ત્યાં જોતાં જ સોનુની દુલ્હન જોરથી રડવા લાગી હતી. તેના દુઃખનો કોઇ ભાર રહ્યો હતો નહીં. તેમજ પરિવારના અન્ય સભ્યોમાં પણ દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. જે ઘરમાં ખૂબ સારો શુભ પ્રસંગ હતો તે જ ઘરમાં મોતનું માતમ છવાઈ ગયું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]