હાલ અકસ્માતો એ માજા મુકી છે રોજ કેટલાય અકસ્માતો થતા હોય છે. અને ઘણા લોકોના જીવ પણ જતા હોય છે હાઈવે ઉપર થતી સહેજ અમથી ચૂક આખા ને આખા પરિવારને પણ ભરખી જતાં હોય છે. હાલ નડિયાદ કપડવંજ રોડ ઉપર એક ગંભીર અકસ્માત થયો છે. જેમાં એક લક્ઝરી બસે પલટી મારતા મોટી દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે.
રાજસ્થાન થી સુરત તરફ જતી બસ વહેલી સવારના સમયે નડિયાદ કપડવંજ રોડ ઉપરથી પસાર થતી હતી. એ સમયે વીણા પાટીયા નજીકના વિસ્તાર પર આ બસ એક ઝાડ સાથે અથડાઈ હતી. અથડાયા બાદ તરત જ તે પલટી મારીને બાજુના 15 ફૂટ ઊંડા ખાડામાં ઉંધી પડી હતી.
આ બસમાં કુલ ૫૦ જેટલા મુસાફરો સવાર હતા સમગ્ર મુસાફરો આ અકસ્માત સર્જાતાની સાથે જ ચીસા ચીસ અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. અકસ્માત થતાં જ આસપાસના લોકો તેમજ વાહનચાલકો પોતાના વાહનો ઉભા રાખીને આ બસમાંથી લોકોને બહાર કાઢવા માટે મથી રહ્યા હતા…
તેમજ જાગૃત નાગરિકે નડિયાદ ફાયરબ્રિગેડ તેમજ એમ્બ્યુલન્સ અને પોલીસને પણ જાણ કરી દીધી હતી. જેના પગલે ત્રણેય ટીમ સમયસર ત્યાં પહોંચી ગઇ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસ ત્રણથી ચાર ગુલાટી અમારી ને 15 ફૂટ ઊંડા ખાડામાં ધસી આવી હતી. છતાં પણ કોઈ પણ મુસાફરો ને જાનહાની થઈ નથી…
50 મુસાફરો પૈકી પાંચથી સાત મુસાફરોને ઈજા પહોંચી છે. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં એક મુસાફર બસ માં ફસાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે દોઢ કલાકની ભારે મહેનત બાદ તેને બહાર કાઢ્યો હતો. ઇજાગ્રસ્ત લોકો હાલ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે…
ત્યારે આ બનાવને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એવી જાણવા મળી છે કે, બસ ચાલકે બસ ઉપરથી કાબૂ ગુમાવતા બસ એક ઝાડ સાથે અથડાઈ હતી. અને ત્યારબાદ ગુલાટીયા મારીને રોડની બાજુના ખાડામાં પલટી મારી હતી. આ અકસ્માત સર્જાતા જ નડિયાદમાં ચકચાર મચી ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]