Breaking News

ડ્રાઈવરે માલિકની જાણ બહાર જ એવા કાંડ કરી નાખ્યા કે માલિકને પોક મૂકીને રડવાનો વારો આવ્યો, વિશ્વાસ મુકતા પહેલા વિચારજો..!

જે માણસ ઉપર આપણે મન મૂકીને વિશ્વાસ કરીએ છીએ તે જ વ્યક્તિ આપણને આગળ જતાં દગો આપે એવા ઘણા બધા કિસ્સાઓ પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે, આપણા નજીકનો વ્યક્તિઓમાંથી જ આપણે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના કિસ્સાઓના અનુભવ પણ કરતા હોઈએ છીએ હાલના સમયની અંદર વિશ્વાસ મૂકવો ખૂબ જ અઘરો બની ગયો છે..

છતાં પણ વ્યવસાય અને કામ ધંધો ચલાવવા માટે અજાણ્યા વ્યક્તિઓ ઉપર થોડો ઘણો વિશ્વાસ મૂકવો પડે છે, અમુક વખત ફાયદો પણ થતો હોય છે. જ્યારે અમુક વખત નુકસાનીનો માર પણ સહન કરવો પડે છે, અત્યારે એક યુવકને ખૂબ જ મોટી નુકસાની સહન કરવાનો વારો આવી ગયો હતો..

આ ઘટનાને જાણ્યા બાદ તમે પણ વિચારવા લાગશો કે, બિચારા એ વ્યવસાયના માલિક ઉપર શું વીતી હશે. જ્યારે તેનો નોકર તેને લાખો રૂપિયાનો ચૂનો ચોપડીને જતો રહ્યો હતો, દિવસ રાત તનતોડ મહેનત કરતા પ્રતાપભાઈ નામના યુવક હરીશ કોલોનીમાં તેમના પરિવાર સાથે રહે છે..

પરિવારમાં તેમના બે દીકરા અને તેમની પત્નીનો પણ સમાવેશ થતો હતો, પ્રતાપભાઈ રિક્ષા અને ટેક્સીના માલિક હતા, તેઓ ભાડા ઉપર ડ્રાઇવર રાખીને જુદા-જુદા વિસ્તારની અંદર રિક્ષા અને ટેક્સી એવો ફેરવીને પૈસા કમાતા હતા, તેઓ પાસે કુલ છ ટેક્સી અને 10 રીક્ષાઓ હતી. આ તમામ રિક્ષા અને ટેક્સીઓ માટે ડ્રાઇવર તેઓએ પગાર ઉપર રાખ્યા હતા..

સવારથી સાંજ સુધી તેઓના ડ્રાઇવર ટેક્સી ચલાવતા અને જે પણ રૂપિયાની કમાણી થતી, તેમાંથી તેમનો પગાર જુદો કરીને તેઓ પૈસા કમાતા હતા. રીક્ષા અને ટેક્સીનો આ વ્યવસાય પ્રતાપભાઈને ખૂબ જ સારો ચાલતો હતો, પરંતુ તેમનો તમામ બિઝનેસ એક જ ઝાટકે ખતમ થઇ જવા પામ્યો હતો..

તેઓએ સૌપ્રથમ એક ટેક્સી અને એક રીક્ષાની ખરીદી કરી હતી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો, ધીમે ધીમે તેઓ પ્રગતિ કરતા ગયા અને ટેક્સી તેમજ રિક્ષા પણ વધારતા ગયા હતા, તેઓએ આજથી છ મહિના પહેલા દુર્ગેશ નામના એક યુવકને પોતાની ટેક્સી ચલાવવા માટે ડ્રાઇવર તરીકે રાખ્યો હતો..

અને આ ડ્રાઇવરે તેના માલિક પ્રતાપભાઈની જાણ બહાર જેવડો મોટો કાંડ કરી નાખ્યો હતો કે, પ્રતાપભાઈને પોક મૂકીને રડવાનો વારો આવી ગયો હતો, પ્રતાપભાઈ તેના ડ્રાઇવર ઉપર ખૂબ જ વિશ્વાસ હતો, જુદા-જુદા વિસ્તારની અંદર ટેક્સી ચલાવીને ભાડાથી કમાણી કરતો હતો..

દુર્ગેશ ઉપર પ્રતાપભાઈને ખૂબ જ વધારે વિશ્વાસ હોવાને કારણે તેઓએ દુર્ગેશ પાસેથી દર અઠવાડિયે હિસાબ લેવાનું નક્કી કર્યું હતું, જ્યારે અન્ય ડ્રાઇવરોની પાસેથી તે દરરોજ હિસાબ લેતા હતા. દુર્ગેશ એવું ભેજુ દોડાવ્યું કે, તેનો માલિક ખાલી ખમ થઈ જવા પામ્યો હતો દુર્ગેશે એક સાથે દરેક ટેક્સી અને રિક્ષાના ડ્રાઈવરોને સાથે બોલાવ્યા હતા..

અને ત્યારબાદ તેને જણાવી દીધું કે, આપણે આ રીક્ષાઓ અને ટેક્સીઓને બારોબાર વેચી દેવાના છે અને જે રૂપિયાની કમાણી થશે તેને સરખા ભાગે વહેંચી લઈશું. દરેક ડ્રાઇવરો એકસાથે મળી ગયા અને બધા જ લોકોએ એક ખૂબ મોટા કાર વેપારીને ખૂબ જ ઓછી કિંમતની અંદર આ તમામ ટેક્સી અને રિક્ષાઓ વેચી દીધી હતી..

ઓછી રકમની અંદર આ ટેક્સી અને રીક્ષાઓ મળતી હોવાને કારણે ખરીદી કરનાર વેપારીએ પણ કોઈ પણ કાગળિયા કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ માંગી નહીં અને મોઢે માંગ્યા રૂપિયા દુર્ગેશને આપી દીધા હતા, દુર્ગેશે પ્રતાપભાઈની તમામ રિક્ષા અને ટેક્સીઓ વેચીને જે રૂપિયા મળ્યા તેનાથી દરેક ડ્રાઇવરોએ સરખા ભાગે રૂપિયા વહેંચીને તેઓ પોત પોતાના વતને ફરાર થઈ ગયા હતા..

જ્યારે પ્રતાપભાઈ બીજા દિવસે તેના દરેક ડ્રાઇવરો પાસેથી હિસાબ લેવા માટે નીકળ્યા ત્યારે જોયું તો એક પણ ડ્રાઇવર તેમનો ફોન ઊંચકી રહ્યો હતો નહીં અને તેમની ટેક્સી કે, રીક્ષાનો પણ કોઈ પણ અતો-પતો મળ્યો નહીં, ત્યારે તેઓ ખૂબ જ હચમચી ઉઠ્યા હતા. થોડીવારમાં જ શરીરમાંથી પરસેવો નીકળવા લાગ્યો અને તેમનો સાથે શું થયું છે..

તેના વિશે પણ તેમને ખબર રહી નહીં જ્યારે તેઓએ ફરિયાદ નોંધાવી અને પોલીસે નંબર પ્લેટના આધારે જુદી-જુદી જગ્યાએ તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે, આ તમામ રિક્ષા અને ટેક્સીને તેમના જ ડ્રાઇવરે વેચીને રૂપિયા લઇ જતા રહ્યા છે. માત્ર એક રાતની અંદર જ પ્રતાપ ભાઈનો વર્ષો જૂનો બિઝનેસ ઠપ થઈ જવા પામ્યો હતો..

તેઓએ તેમના તમામ ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી દીધી હતી કે, આ તમામ ડ્રાઇવરો ભેગા મળીને પ્રતાપભાઈને ખૂબ જ મોટો ચૂનો ચોપડીને જતા રહ્યા છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું. આ પ્રકારનો કિસ્સો આપણે પહેલીવાર સાંભળ્યો હોવાને કારણે દરેક લોકો ખૂબ જ ચોંકી ઉઠ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *