Breaking News

દોસ્તારના લગ્ન પુરા કરીને ત્રિપલ સવારીમાં ઘરે આવતા 3 યુવકોને ટ્રકે કચડી નાખતા થયું મોત, જોનારા લોકોની ચીખ ફાટી ગઈ..!

હાલના સમયમાં ઘરની બહાર નીકળતા ક્યારે કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી. અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેના કારણે લોકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. હાલમાં આવી જ એક ગંભીર અકસ્માતની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના છપરા મુઝફ્ફરપુરના મુખ્ય માર્ગ પર બની હતી.

જેમાં ગરખા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામનો રહેવાસી યુવક આયુષ સિંહ તેમની ઉંમર 24 વર્ષની હતી અને તેની સાથે કડના ગામના રહેવાસી નીરજ કુમાર રામપીચર સિંહ તેમની ઉંમર 24 વર્ષની હતી અને તેમનો ત્રીજો મિત્ર ઉત્તમ કુમાર ગણેશસિંહ તેમની ઉંમર 22 વર્ષની હતી.

આ ત્રણે મિત્રો તેના બીજા મિત્રના ઘરે લગ્ન પ્રસંગ હોવાને કારણે તેઓ પ્રસંગમાં હાજરી આપવા માટે મસુરિયામાં મેકર ગામમાં ગયા હતા. એક બાઈક પર ત્રણે મિત્રો સવાર થઈને ગયા હતા. રાતનો સમય થઈ જતા તેઓ પોતાના ઘરે પરત આવી રહ્યા હતા. તે સમયે છપરા ગામ પાસે પહોંચતા હાઇવે પર તેમની સાથે ગંભીર ઘટના બની ગઈ હતી.

ત્રણેય મિત્રોની બાઈક એક બાજુ પર જઈ રહી હતી. સામેની તરફથી એક ટ્રક આવી રહ્યો હતો આ ટ્રક ખૂબ જ ઝડપી સ્પીડમાં આવતો હતો અને ટ્રક ચાલક પોતાનો ટ્રક ઝડપી ચલાવતો હતો. જેના કારણે ત્રણેય યુવકોની બાઇકને ટક્કર મારી દીધી હતી. ટક્કર મારતા જ ત્રણેય યુવકો ફગોળાઈ ગયા હતા.

ફગોળાતા જ ત્રણે યુવકોના માથા રોડ પર પટકાઈ ગયા હતા. એકસાથે ત્રણેય લોકોનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ અકસ્માત સર્જાતા આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્રણ યુવકોને બચાવવા જતાં તેઓના મૃત્યુ થઈ ગયા હતા. જેના કારણે તરત ગરખા પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પોલીસઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસ હાથ ધરી હતી. ત્રણેય યુવકોના મૃતદેહને સદર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. ત્રણેય યુવકોના પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને લોકોને તેમના દીકરાઓના મૃત્યુની જાણ થતા તેઓ ખૂબ જ રડી રહ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *