Breaking News

દોઢ કલાક સુધી દીકરો માતાના અંતિમ સંસ્કાર માટે લોકો સામે હાથ જોડીને રડ્યો પરંતુ લોકોએ જવાબ એવા આપ્યા કે, જાણીને તમે બેરા થઇ જશો..!!

આજના સમયમાં અમુક પરિવારમાં જ દીકરાઓ પોતાના માતા-પિતાને માન આપી રહ્યા છે અને તેમના કામો કરી રહ્યા છે. મોટાભાગે આજકાલની યુવાન પેઢી પોતાના માતા-પિતાનું કીધેલું કરી રહ્યા નથી પરંતુ હાલમાં એવી એક ઘટના સામે આવી હતી. જેમાં એક દીકરો પોતાની માતાના અંતિમ શ્વાસ સુધી સાથે રહ્યો હતો.

અને તેમની માતા માટે તેણે લોકો પાસે હાથ જોડ્યા હતા. આ ઘટના કાનપુરમાં આવેલા ચકેરીના તાતિયા ઝાનાકા વિસ્તારમાં રહેતા પરિવારના દીકરા સાથે બની છે. દીકરો આકાશ તેમની માતા વિજયાને ખૂબ જ માન આપતો હતો અને તેના દરેક કામો કરતો હતો. વિજયામાની ઉંમર 45 વર્ષની હતી. માતાને સંતાનમાં 5 બાળકો હતા.

જેમાં આકાશ સૌથી મોટો દીકરો છે. આકાશના પિતા ડ્રાઇવર છે અને આકાશ પણ નોકરી કરીને તેમના પિતાને આર્થિક મદદ કરી રહ્યો હતો. આકાશ તેમના માતા-પિતાના દરેક કામો કરતો હતો. આકાશની માતાને ઘણા સમયથી પથરીનો દુખાવો હતો અને તેને પથરી હતી. જેના કારણે ઘણી વાર તેમની સારવાર પણ કરાવવામાં આવતી હતી.

દવા લેતા વિજયાને સારું થઈ જતું હતું પરંતુ એક દિવસ માતાને ખૂબ જ પથરીનો દુખાવો થયો હતો. જેના કારણે પિતા પોતાની ગાડી લઈને પેશનજરોને દૂર મુકવા માટે ગયા હતા અને આકાશ પોતાની માતાને કાંશીરામની હોસ્પીટલમાં લઈ ગયો હતો. આકાશની માતાની સારવાર કરવામાં આવી ન હતી. કારણકે હોસ્પિટલ લઈને પહોંચ્યો ત્યારે કોઈ ડૉક્ટર ન હતા.

પરંતુ પથરીનો દુખાવો ખૂબ જ હોવાને કારણે હોસ્પિટલમાંથી માતાને કારમાં બેસાડવામાં આવી હતી પરંતુ માતા કારમાં બેસતા જ બેભાન થઈ ગઈ હતી અને આકાશે જોયું તો તેમની માતા બેભાન હાલતમાં હતી. જેના કારણે ફરીથી બીજી હોસ્પિટલમાં પોતાની માતાને લઈ ગયો હતો. તે સમયે ડોક્ટરે જણાવ્યું હતું કે તેમની માતાનું મૃત્યુ થઈ ગયું છે.

આકાશ પોતાની સાથે ખીસામાં 13000 રૂપિયા લઈને ગયો હતો પરંતુ તેમની માતાની સારવાર કરાવતા સમયે તેમના ખિસ્સામાંથી આ પૈસા ક્યારે પડી ગયા તે તેની ખબર રહી નહીં ત્યારબાદ માતાના મૃત્યુના સમાચાર સાંભળતા જ આઘાત લાગતા આકાશ બેભાન થઈ ગયો હતો. હોસ્પિટલના કર્મચારીઓએ તેને ભાનમાં લાવીને પોતાની માતાને લઈ જવા કહ્યું હતું.

ત્યારબાદ આકાશ પોતાની માતાને અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ જઈ રહ્યો હતો તે સમયે આકાશે જોયું તો તેમના પૈસા હોસ્પિટલ જ પડી ગયા હોવાનું તેમને જાણ થઈ હતી. જેના કારણે આકાશ ફરી પાછો હોસ્પિટલ આવ્યો હતો અને કાઉન્ટર પર તેમણે પોતાના પૈસા પડી ગયાનું જણાવ્યું હતું. તે સમયે કાઉન્ટરના લોકોએ કહ્યું હતું.

કે, પૈસા મળ્યા છે. પરંતુ તેમની પાસે શું સબૂત છે? કે તે પૈસા તેના જ છે તેમ કહીને કાઉન્ટરના કર્મચારીઓએ આકાશને પૈસા આપ્યા નહીં પરંતુ આકાશ પોતાના પૈસા માંગવા લાગ્યો હતો અને પૈસા તેના છે તેમ કહી રહ્યો હતો પરંતુ હોસ્પિટલના કર્મચારીઓ તેમને પૈસા આપી રહ્યા ન હતા. ત્યારબાદ આકાશ ચકેરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

પોલીસને તેમણે પોતાના પૈસા પરત કરાવવા માટે વિનંતી કરી હતી. પોલીસે આકાશની પૂછપરછ કરીને પૈસા પરત કરાવ્યા હતા. આકાશને 1:30 કલાક પછી પોતાના પૈસા પાછા મળ્યા હતા ત્યાં સુધી આકાશ પોતાની માતાની મૃતદેહને કારમાં જ મુકેલી જોઈને તે રડી રહ્યો હતો અને તે પોતાના માતાના અંતિમ સંસ્કાર કરવા છે.

તે માટે પૈસાની જરૂર છે પાછા આપો તેમ કહીને બેસીને ખૂબ જ રડી રહ્યો હતો પરંતુ કોઈ પણ લોકોએ તેમના પર દયા કરી નહીં અને તેના પૈસા પરત આપ્યા નહીં પરંતુ પોલીસને જાણ કરતા આકાશને પોતાના પૈસા પરત કર્યા હતા. આકાશે પોલીસ સાથે પણ બોલા ચાલી કરી હતી અને દોઢ કલાકે તેમને પૈસા મળી શક્યા ત્યારબાદ તેણે પોતાની માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

પરિવારમાં માતાના મૃત્યુને કારણે લોકો આઘાતમાં આવી ગયા હતા તેમના સંતાનોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી હતી. એક દીકરો પોતાના માતાના અંતિમ સંસ્કાર માટે પૈસા લેવા ખૂબ જ રડ્યો હતો. માતાના અંતિમ સંસ્કાર માટે તેના જ પૈસા લોકોએ ન આપ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *