Breaking News

ડોક્ટરના બંગલાના ભોયરાંમાં 20 ફૂટની સુરંગ ખોદીને લુંટારા કરોડો રૂપિયાનું ચાંદી લુંટી ગયા, આવી ચોરી તો તમે ક્યાય નહી જોઈ હોઈ.. જુવો..!

ઝડપથી વધતી જતી આ દુનિયામાં રોજબરોજ જુદી-જુદી જગ્યાએથી ચોરી અને લુંટફાટના એવા કિસ્સાઓ સામે આવે છે, જેને સાંભળ્યા બાદ આપણે ફફડી જતા હોઈએ છીએ અને વિચારવા લાગીએ કે આપણે કમાયેલી મૂડીને જો આપડે સાચવી શકીશું નહીં તો તેને ખાલી થવામાં થોડીક પણ વાર લાગશે નહીં…

અત્યારે રાજસ્થાનના જયપુરમાં એક ખૂબ જ નામચીન ડોક્ટરના ઘરેથી કરોડો રૂપિયાની ચાંદીની લૂંટ થઈ ગઈ છે. જયપુરમાં પોતાના ઘરે જ ટ્રીટમેન્ટ ચલાવતા શહેરના ખૂબ જ નામચીને હેર ટ્રાન્સપ્લાન્ટના સર્જન ડોક્ટર સુમિત સોનીના ઘરેથી આ મામલો બની જવા પામ્યો છે. ડોક્ટર સોની વૈશાલી નગર આમ્રપાલી સર્કલ પાસે આવેલા ડી બ્લોકની અંદર રહે છે..

તેઓએ તેમના બંગલાના બેઝમેન્ટની અંદર અંદાજે ત્રણથી ચાર કરોડ રૂપિયાનું ચાંદી એકઠું કરીને સાચવ્યું હતું, તેમણે બેઝમેન્ટની અંદર બે થી ત્રણ ફૂટ જેટલો ખાડો ખોદયો હતો. અને આ ખાડાની અંદર એક મોટા વિશાળ બોક્સની અંદર આ ચાંદી મૂકી દીધું હતું. તેઓ થોડા થોડા દિવસે તેમના બેઝમેન્ટની અંદર આ ચાંદીની દેખભાળ કરવા માટે જતા હતા..

જ્યારે તેઓ બે દિવસ પહેલા બેઝમેન્ટમાં ગયા ત્યારે તેઓએ જોયું કે, અહીં મૂકેલું તમામ ચાંદી ગાયબ થઈ ગયું હતું અને આ લોખંડના બોક્સને પણ કાઢી નાખીને તેને કાપી નાખી અંદર રહેલી તમામ ચાંદી ચોરી કરી લેવામાં આવ્યું હતું. જ્યારે આ બોક્સને હટાવીને જોવાની કોશિશ કરી ત્યારે દેખાયું કે, બોક્સની નીચેથી અંદાજે 20 ફૂટ જેટલી લાંબી સુરંગ ખોદવામાં આવી છે..

અને ત્યાંથી આ ચોર લૂંટારા પ્રવેશ કરીને ચાંદી ચોરીને જતા રહ્યા છે, તેઓએ તરત જ ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી હતી. પોલીસને ખબર પડતા જ તેવું ઘટના સ્થળે આવી પહોંચે અને ઘટના સ્થળનું દ્રશ્ય જોઈને પોલીસ પણ માથા પકડી ગઈ કે, આ તો કેવો જો લૂંટારો છે કે, જાણે ખૂબ જ મગજ વાપરીને પ્લાનિંગથી આ ચોરીને અંજામ આપ્યો છે..

આ લોખંડના બોક્સની અંદર ઘણી બધી ચાંદી હતી. ડોક્ટર સોનીનું કહેવું છે કે, તેમની કોલોનીના પાછળના મકાનની અંદર બનવરલાલ જાંગીર ગામના વ્યક્તિએ થોડા સમય પહેલા જ આ મકાન 90 લાખ રૂપિયાની અંદર ખરીદ્યું છે. કદાચ આ ચોરી પાછળ તેમનો હાથ હોય તેવું લાગી રહ્યો છે.

જ્યારે તેમના મકાનની અંદર તલાસી લેવામાં આવી ત્યારે ખબર પડી કે, તેઓએ જમીન ઉપરની ટાઇલ્સને ઉખાડીને નીચેથી ખોદવાની શરૂ કરી હતી. અને અંદાજે 20 ફૂટ જેટલી લાંબી સુરંગ ખોદીને તેઓ ડોક્ટરના બેઝમેન્ટ સુધી પહોંચી ગયા હશે, અને ત્યારબાદ ત્યાંથી ચાંદી ચોરીને આ રસ્તે પરત આવ્યા બાદ આ સુરંગને માટી નાખીને બંધ કરી દીધી હતી…

આગળ પણ સુરણ ખોદીને ચોરી કરવાનો કિસ્સો એક સોનાની દુકાનમાંથી સામે આવ્યો હતો અને હવે વળી પાછો એક હચમચાવી દેતો ચોરીનો આ કિસ્સો સામે આવી જતા સૌ કોઈ લોકોને ગયા છે, ને પકડવા માટે જુદી-જુદી ટીમો બનાવવામાં આવી છે. કારણ કે કરોડો રૂપિયાના મુદ્દા માલની ચોરી કરીને ભાગી ગયા છે અને કોઈને કાનોકાન ખબર પણ પડી નથી..

આ બનાવ સાંભળ્યા બાદ સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે, જો આ ચોર લૂંટારા એટલું બધું મગજ કોઈ સારી જગ્યાએ વાપરી હોત તો આજે તેઓ ખૂબ જ સફળ વ્યક્તિ બની શકે પરંતુ તેઓએ ખૂબ જ ખોટો રસ્તો અપનાવ્યો છે. જે બદલ તેમને એકની એક દિવસ જરૂર પછતાવાનો વારો આવશે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *