Breaking News

ડોક્ટર બનેલી દીકરી બિચારી રડતી રહી અને તેના સગા પિતાએ તેની સાથે કર્યા એવા કામ જે જાણીને મગજ ચકરાવે ચડી જશે.. જાણો..!

અત્યારના સમયમાં અમુક એવા બનાવો બની રહ્યા છે કે, જેને સાંભળવા પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. કારણ કે આવા બનાવોની અંદર સમાજના દરેક લોકો હચમચી જાય તે પ્રકારની ઘટનાઓ બની હોય છે. થોડા દિવસ પહેલા એક સગા પિતાએ પોતાની લાડકી દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી..

અને હવે અત્યારે એક સગા પિતાએ પોતાની ભણેલ ગણેલ દિકરી સાથે ન કરવાના કારનામાંઓ કરી નાખ્યા છે. જેને લઇ સમાજમાં પરિવારના અન્ય સભ્યોને નીચું મોઢું કરીને ચાલવાનો વારો આવી ગયો છે. સોહેલાના વિસ્તારમાં પરાક્રમ ભાઈ તેમની પત્ની અભિલાષીબેન તેમજ તેના દીકરા રોનક અને દીકરી અનિતા સાથે રહેતા હતા..

અનિતા મોટી હતી અને તે ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાથી તેણે ડોક્ટરનો અભ્યાસ પસંદ કર્યો હતો. પાંચ વર્ષનો અભ્યાસ કર્યા બાદ તે હવે ડોક્ટર બની ચૂકી હતી. અને અનિતાના વેવિશાળ માટે પણ વાતચીતો કરવા લાગ્યા હતા. ત્યારે અનિતાએ પોતાની માતાને એકાંતમાં જણાવ્યું હતું કે, તે જ્યારે ડોક્ટરનો અભ્યાસ કરતી હતી..

ત્યારે તેની સાથે જ ભણતા સુમિત નામના એક યુવકને તે પ્રેમ કરી બેઠી છે. તેમજ સુમિત પણ તેને ખૂબ જ પ્રેમ કરે છે. સુમિત ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને તે ખૂબ સારી પદવી મેળવીને ડોક્ટર બની ગયો છે. અનિતાએ તેના માતા પિતાને જણાવ્યું કે, સુમિત ખૂબ જ સારો વ્યક્તિ છે. તેમજ તેના પરિવારમાં પણ કોઈ પણ પ્રકારની કમી નથી..

સુમિતના મા બાપ પણ ભણેલ ગણેલ અને નોકરીયાત છે. તેમજ તેમના પરિવારમાં ધન સંપત્તિથી માંડીને સૌ કોઈ લોકોના સ્વભાવ પણ ખૂબ જ સારા છે. એટલા માટે તે સુમિત સાથે લગ્ન કરવા માંગે છે. સુમિત ડોક્ટર હોવાથી સુમિત અને અનિતા બંને ભવિષ્યના સમયમાં એક જ સાથે દવાખાનામાં ફરજ બજાવશે અને તેમનું લગ્ન જીવન ખૂબ જ સુખી રીતે પસાર થશે..

તેવું વિચારીને અનિતા સુમિત સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ અનિતાના પિતા પરાક્રમ ભાઈ પોતાની દીકરીના મોઢેથી આ શબ્દો સાંભળતા જ ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયા હતા. તેઓએ વિચાર્યું કે, આખરે તેમની દીકરીને તેઓ બરાબર સંસ્કાર આપી શક્યા નથી અને તે અન્ય યુવકના પ્રેમમાં પડી ગઈ છે..

સમાજ શું વિચારશે..? અને તેઓ મારી દીકરી વિશે શું શબ્દો કહેવા લાગશે…? તેમ વિચારીને તેઓએ તેમની દીકરી સાથે લડાઈ ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું અને જણાવી દીધું કે, તેઓ જે જગ્યાએ નક્કી કરશે તે જગ્યાએ તેના લગ્ન કરવામાં આવશે. પરંતુ અનીતા એ કહ્યું કે તમે સુમિત અને તેના માતા પિતાને મળી શકો છો અને તેના ઘરે પણ વાતચીત કરવા માટે જઈ શકીએ છીએ..

જો તમને યોગ્ય ન લાગે તો તમે મને ત્યાં લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી શકો છો, પરંતુ જો યોગ્ય લાગે તો તમે મને લગ્ન કરાવી આપજો પરંતુ પરાક્રમ ભાઈ ખૂબ જ ગુસ્સે ભરાયા હતા તેણે તેમની દીકરીનો એક પણ વાત સાંભળી નહીં અને સમાજ શું કહેશે, અને સમાજમાં તેમની ખૂબ જ બદનામી થશે તેવું વિચારીને તેઓ પોતાની જ દીકરી ઉપર ઢોર મારવા લાગ્યા..

બિચારી ડોક્ટર બનેલી આ દીકરી રડતી રહી અને તેના સગા પિતા તેના પર ઢોર મારતા રહ્યા. અનિતાની માતા અભિલાષી બેન પણ આ લડાઈ ઝઘડાને રોકવા માટે વચ્ચે આવ્યા હતા. પરંતુ પરાક્રમભાઈ એટલા બધા ગુસ્સે ભરાયા હતા કે, તેઓ કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર તેમની દીકરીને મારતા રહ્યા અને પરિણામે માથાના ભાગે ખૂબ જ ઈજા પહોંચી અને તેમની દીકરી ત્યાં જ મોતને ઘાટ ઉતરી ગઈ હતી..

જ્યારે પરાક્રમ ભાઈ નો ગુસ્સો શાંત પડ્યો ત્યારે તેણે જોયું કે, તેમની દીકરી મૃત્યુ પામી છે. ત્યારે તેમને ખૂબ જ પછતાવો થયો હતો કે, મેં મારી દીકરીને કોઈ પણ વાત સાંભળ્યા વગર તેને ઢોર મારે મારવાનું શરૂ કરી દીધું અને આજે તેમના જ કારણે તેમની દીકરીનું મૃત્યુ થઈ ગયું છે. ત્યારબાદ તેઓ ઘરનો દરવાજો બંધ કરીને ઘરની અંદર બેસી રહ્યા..

પરિવારના સૌ કોઈ સભ્ય બહારથી દરવાજો ખખડાવતા રહ્યા, પરંતુ પરાક્રમ ભાઈએ દરવાજો ખોલ્યો નહીં. આ સાથે સાથે ઘટનાની જાણકારી જ્યારે આસપાસના પડોશીઓએ પોલીસને આપી ત્યારે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જરૂરી તપાસ ચલાવ્યા બાદ હાલ પરાક્રમસિંહને પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારવાના ગુનામાં ખૂબ જ ખરાબ પરિણામો ભોગવવાનો વારો આવ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *