Breaking News

DJનાં તાલે ડિસ્કો કરતા વરરાજા સાથે થયું એવું કે 2 જ મિનીટમાં પરીવારની નજર સામે મોત થતા સગી બહેનોને આવ્યો માથા કૂટવાનો વારો..!

જે ઘરમાં પણ સૌ પ્રથમ આવી પહોંચેલ હોય તે ઘરના વડીલો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે, આ શુભ પ્રસંગ કોઈ પણ વિધ્નો વગર પૂર્ણ થઈ જાય પરંતુ જ્યારે શુભ પ્રસંગની ઘડી આવી પહોંચે ત્યારે જ વિધ્નના પણ ખૂબ જ વધારે પડતા જોર બની જતા હોય છે. અને શુભ પ્રસંગ બગડીને મોતના માતમમાં પણ છવાઈ જતો હોઈ છે..

આપણે ઘણી બધી વખત જોયુ છે. અત્યારે રાજસ્થાનના ઉદયપુરમાં એક ખૂબ જ નાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં માત્ર બે મિનિટની અંદર જ એક વરરાજા નું પરિવારના સૌ કોઈ સભ્યોની નજર સામે જ મૃત્યુ થયું છે. આ બનાવ બોરીકુવાના ગોજીયા ગામનો છે. અહીં 45 વર્ષનો વિનોદ મેઘવાલ નામના યુવકના લગ્નની તૈયારીઓ ચાલતી હતી.

વિનોદના લગ્ન મનીષા નામની યુવતી સાથે થવાના હતા. પરિવારમાં સૌ કોઈ સભ્ય ખૂબ જ ખુશીના તાલે ઝૂમતા હતા. કારણ કે ઘરમાં વિનોદના લગ્ન લેવાયા હતા તેની ભરપૂર તૈયારીઓ ચાલતી હતી. જેમાં સંગીત સંધ્યાના સાંજે ખૂબ જ ચોંકાવનારો બનાવ બન્યો છે. જેને લઇ વાતાવરણ એકદમ શોકમય બની ગયું છે..

વિનોદે ઉદયપુરની એક ખાનગી કોલેજમાં અભ્યાસ કર્યો છે. વિનોદને બે બહેનો છે. જેમાંથી એક બહેન પરણીત છે, જ્યારે એક બહેન હજુ પણ કુવારી છે. જ્યારે વિનોદના પિતા મજૂરી કામ કરે છે. લગ્ન પ્રસંગના સંગીત સંધ્યાના કાર્યક્રમ ઉપર ડીજેના તાલે પરિવારના સૌ કોઈ સભ્યો નાચી રહ્યા હતા.

તો વિનોદ પણ પોતાના મિત્રો સાથે ડિસ્કો કરતો હતો. તેમના ઘરની બાજુમાંથી જ નેશનલ હાઇવે નંબર 48 પસાર થાય છે. આ હાઇવે ઉપર એક ગામખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને એક ટેન્કર ઊલટું પડી ગયું હતું. આ ટેન્કરમાં કુલ બે વ્યક્તિ સવાર હતા. આ અકસ્માતના દ્રશ્યો ડીજેના તાલે નાચતા વિનોદે જોયા હતા..

અને પોતાની શહેરીમાંથી બહાર નીકળીને હાઇવે ઉપર જઈ આ બંને યુવકોની મદદ કરવા માટે પહોંચી ગયો હતો. અને બંને વ્યક્તિને તેઓએ કન્ટેનરમાંથી બહાર કાઢવાની મથામણ કરતો હતો. એવા માતા પાછળથી વધુ એક ટ્રક આવ્યો અને તેણે આ કન્ટેનર ઉપર ટ્રક ચડાવી દીધો હતો..

જેમાં અંદર બેઠેલા બંને વ્યક્તિઓની સાથે સાથે વિનોદનું પણ કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે આ ઘટના પરિવારના સૌ કોઈ સભ્ય પોતાની નજર સામે જોઈ હતી બધા લોકો કહી રહ્યા હતા કે, વિનોદ તું અહીંયા ઉભો રહે, અમે બધા મદદ કરવા માટે જઈએ છીએ .પરંતુ વિનોદના મનમાં મદદની ભાવના આટલી બધી જાગી ઊઠી કે, તેનાથી રહેવાયું નહીં.

અને તે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મદદરૂપ બનવા માટે હાઇવે ઉપર દોડી પડ્યો હતો અને પરિવારના સૌ કોઈ સભ્યો હાઈવે ની એક બાજુએ ઉભા રહીને આ દ્રશ્ય જોતા હતા. જ્યારે વિનોદ ઉપરથી ટ્રક ચાલી ગયો ત્યારે તેની બંને બહેનો જોર જોર રડવા લાગી અને કહેતી કે હે ભગવાન અમારો ભાઈ તો આખરે મદદ કરવા ગયો હતો..

છતાં પણ તેનું મૃત્યુ થયું છે. બિચારા તેનો શું વાંક છે કે, તેને આખરે જીવ ગુમાવવો પડ્યો છે. તો બીજી બાજુ લગ્નનો આ શુભ પ્રસંગ મોતના માતમમાં ફેરવાઈ ગયો હતો. વિનોદની થવાવાળી પત્ની મનીષાના પરિવારજનોને પણ આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી કે, હવે વિનોદ આ દુનિયામાં હાજર રહ્યો નથી..

બસ આ સમાચાર સાંભળતા ની સાથે જ મનીષા અને તેના પરિવારજનો એ પણ પોક મૂકીને રડવાનું શરૂ કરી દીધું હતું. કારણ કે આ દુઃખ કોઈપણ વ્યક્તિથી સહન થઈ શકે તેવું હતું નહીં, આ ઉપરાંત વિનોદના માતા-પિતા તો તેને ત્યાં જડી પડ્યા હતા કારણ કે તેમનો એકનો એક લાડકવાયો દીકરો પોતાની નજર સામે મૃત્યુ પામ્યો હતો. કોઈપણ પરિવાર માટે આ દ્રશ્ય જોવું સહેલું નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *