Breaking News

દિયર તેની ભાભી સાથે રોજ-રોજ કરતો એવુ કે એક દિવસ ભાભીએ કંટાળીને કીડી-મકોડા મારવાની દવા ગટગટાવી લીધી, હકીકત જાણીને સમસમી જશો..!

રોજબરોજની જિંદગીમાં એકબીજા વ્યક્તિના મનમાં થોડી ઘણી ખટાશ તો રહેલી જ હોય છે. પરંતુ સંબંધોની ખટાશને ભૂલાવી દઈને સારી રીતે જિંદગી જીવવી એ જ સાચી માનવતા છે. પરંતુ બહારના લોકો કરતા ઘરના ઓળખીતા લોકોમાં જ વધારે પડતા લડાઈ ઝગડા અને ડખા સામે આવતા હોય છે..

હાલ સંથીજના અમૃતનગર વિસ્તારમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહી ભાભી અને દિયર વચ્ચે એવા જ કંઈક ખટાશ ભર્યા સંબંધોનો મામલો સામે આવ્યો છે. અમૃતનગર વિસ્તારમાં અસ્મિતા નામની મહિલા પોતાના પરિવાર સાથે રહે છે. એક દિવસ અસ્મિતાને  કોઈ કારણોસર પૈસાની જરૂર પડી હતી..

એટલા માટે તેણે તેના સાસુ-સસરા પાસે 90 હજાર રૂપિયા ઉછીના માગ્યા હતા. સાસુ-સસરાને પણ તેમની વહુ પર ખૂબ જ ભરોસો હતો. એટલા માટે તેઓએ તેમની પુત્રવધુને 90,000 રૂપિયા આપ્યા હતા. પરંતુ આ વાતની જાણ જ્યારે તેના દિયરને થઈ ત્યારે તેને આ બાબત બિલકુલ પસંદ પડી હતી નહીં..

એટલા માટે તે અવારનવાર તેની ભાભી સાથે ઝઘડો કરતો હતો. અને સાસુ-સસરા પૈસાની ઉઘરાણી કરે એ પહેલાં જ તે પોતે ઉઘરાણી કરવા માટે પહોંચી જતો હતો. તે અવારનવાર તેની ભાભીને કહેતો હતો કે થોડા દિવસની અંદર મને પૈસા પાછા આપી દેજો નહીં તો જોવા જેવી થશે. પરંતુ પરણિત મહિલા તેના દિયરની આ બધી બાબતોને ધ્યાનમાં લેતી હતી નહીં..

એક દિવસ દિયરે ફોન કરીને પરણિત મહિલાને કહ્યું હતું કે, પૈસાનું શું થયું..? અને હવે તમારે પૈસા ક્યારે આપવાના છે..? એમ કહીને ખુબ જ ખરાબ ગાળો પણ આપી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. દિયર ધીમે ધીમે તેને ખૂબ જ હેરાનગતિ પહોચાડવા લાગ્યો હતો..

આ પૈસા પરિણીત મહિલાએ તેના સાસુ-સસરા પાસેથી લીધા હતા. અને થોડા જ દિવસમાં પરત પણ કરવાની હતી. પરંતુ પરણિત મહિલા અને સાસુ-સસરાની વચ્ચે તેનો દિયર આવી ગયો હતો અને પરણિત મહિલાને રોજ હેરાનગતિ પહોંચાડવા લાગ્યો હતો. અસ્મિતાબેનનો દિયર હવે સમાજના લોકો સામે તેની બદનામી કરવા લાગ્યો હતો.

જે અસ્મિતા બહેનથી સહન ન થતા રોજબરોજની આ માથાકૂટથી કંટાળી જઈને મહિલાએ ઘરમાં રહેલી કીડા મકોડા મારવાની દવા ગટગટાવી લઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પણ એક મહિલાની તબિયત અચાનક લથડી પડતા તેના ઘરના સભ્યોએ તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી..

અને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. સારવાર લીધા બાદ મહિલાએ અમૃતનગરની પાસે આવેલા પોલીસ સ્ટેશનમાં તેના દિયર સામે રોજબરોજ હેરાનહતી પહોચાડવાની ફરિયાદ પહોંચાડી છે. તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓની પણ ફરિયાદ નોંધાવી દીધી છે. પૈસાની લેતીદેતી મામલે ઘરમાં રહેતો દિયર જ તેની ભાભીને હેરાન કરતો હતો..

હકીકતમાં આ બાબત સાસુ-સસરા અને પરિણીત મહિલાઓ વચ્ચેની હતી. પરંતુ તેમાં દિયરે આડો પગ નાખીને મામલો વખોડી નાખ્યો હતો. આવી ઘટનાઓ તો પરિવારમાં અવાર નવાર સામે આવે છે પરતું કોઈ વ્યક્તિને અતિશય હેરાન કરીને આપઘાત કરવા મજબુર કરવા એ બિલકુલ ખોટી બાબત છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *