કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. આજકાલ લોકો અસલ જિંદગીના સંબંધોને ભુલાવી લઈને એકબીજાના પ્રેમમાં પડી જતા હોય છે. પરંતુ તેઓ એ જોતા નથી કે અસલ જીંદગીમાં તેઓનાં સંબંધ શું છે..? અને તેઓ શું એકબીજાને પ્રેમ કરી શકે કે નહીં..? આપણે એવા ઘણા બધા પ્રકારના કિસ્સાઓ સાંભળ્યા છે, જેમાં પ્રેમ પ્રકરણો શક્ય ન હોવાને કારણે અંતે આપઘાત તેમજ હત્યા જેવા પગલાઓ પણ ભરવામાં આવતા હોય છે.
યુવક અને યુવતીઓના પ્રેમપ્રકરણના કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ હાલ ખૂબ જ ચોંકાવી દે તેવો એક પ્રેમ પ્રકરણનો કિસ્સો ભાભી અને દિયરનો સામે આવ્યો છે. હકીકતમાં ભાભી એ દરેક દિયર માટે માતા સમાન હોય છે. કારણ કે ઘરની સારસંભાળ રાખવી તેમજ તેની દરેક બાબતોનું ધ્યાન રાખવું એક ભાભીની ફરજ હોય છે. એટલા માટે ભાભીને માં સમાન માનવામાં આવે છે..
પરંતુ દિયર-ભાભીના સંબંધોને શરમમાં મૂકી દે એવો એક કિસ્સો બિહારના બેત્યા માંથી સામે આવ્યો છે. ગુરુચુર ગામમાં ખૂબ જ હચમચાવી દે તેવા બનાવો સામે આવતાની સાથે જ સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો છે. એક બાજુ ગામના લોકો હસી મજાક કરીને આ કિસ્સાની મજાક ઉડાવી રહ્યા છે. તો એક બાજુ ભાભી અને દિયર ના સંબંધ શરમમાં મૂકાઈ ગયા છે..
આ ગામમાં હરિન્દ્ર પંડિત નામના મોભી પોતાના પરિવારજનો સાથે રહે છે. હરિદર પંડિતને બે દીકરાઓ છે. તેમાં મોટા દીકરાના લગ્ન પુનિતા કુમારી નામની એક મહિલા સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન થતાની સાથે જ પુનિતા સાસરીયે રહેવા માટે આવી ગઈ હતી. પરંતુ ધીમે ધીમે પુનિતા અને તેના દિયર બંનેને મનોમન એકબીજા પ્રત્યે પ્રેમ થઈ ગયો હતો..
તેઓ હંમેશા હંમેશા માટે એકબીજાના થવા માગતા હતા. પરંતુ પુનિતા કુમારીના લગ્ન પરિવારના મોટા દીકરા સાથે થઈ ચૂક્યા હતા. છતાં પણ આ બંને એકબીજાને એટલો બધો પ્રેમ કરી બેઠા હતા કે તેની સામે સૌ કોઈ લોકો શરમના સાથે નીચે ઝુકી ગયા છે. દિયર નું નામ રાકેશ કુમાર પંડિત હતું.
પુનિતા કુમારીને પોતાના પત્ની સાથેના લગ્ન જીવન દરમિયાન કોઈપણ પ્રકારની ઈચ્છા ન હોવાનું સામે આવ્યું હતું. કારણ કે પુનીતા કુમારી પરિવારના નાના દીકરા રાકેશ કુમારને પ્રેમ કરી બેઠી હતી. પુનીતા કુમારીને લગ્નજીવન દરમિયાન એક દોઢ વર્ષની બાળકીનો જન્મ થયો હતો. તેમજ હાલ તે ગર્ભવતી છે.
એક દિવસ પુનિતા કુમારી અને રાકેશકુમાર બનીએ સૌ કોઈની સહમતી લઈને લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. પરિવાર તેમના સંબંધને સ્વીકારી છે કે નહીં તે સમજ્યા વગર જ તેઓ ગ્રામ પંચાયત પહોંચી ગયા હતા. અને ત્યાં વડીલો ની સંમતિ લઈને ગામના શિવ મંદિરમાં તેઓએ ફેરા ફર્યા હતા.
અને વિધિવત રીતે પતિ-પત્ની તરીકેની કસમ ખાધી હતી. બંનેએ લગ્ન કરી લીધા હતા ત્યારબાદ પુનિતા કુમારીએ ખૂબ મોટો ઘટસ્ફોટ કરી દીધો હતો. અને સૌ કોઈ લોકોને જણાવ્યું હતું કે તેને લગ્નજીવન દરમ્યાન એક બાળકીનો જન્મ થયો છે. આ બાળકીના પિતા તેનો પતિ નહીં પરંતુ તેનો દિયર છે. તેમજ તેના ગર્ભમાં જે બાળક રહેલું છે. તેનો પિતા પણ તેનો દિયર છે..
એટલે કે પુનિતા કુમારીને તેના પતિ સાથે કોઈપણ પ્રકારના સંબંધો બંધાયા નથી. તે તેના દિયર ને ખુબ જ પ્રેમ કરે છે. હકીકતમાં પ્રેમ પ્રકરણના કિસ્સો જ્યારે સામે આવ્યો ત્યારે એક બાજુ સૌ કોઈ લોકો ને હસવું આવતું હતું તો એક બાજુ લોકો વિચારમાં મુકાઇ ગયા હતા કે આખરે આ પ્રકારનો પ્રેમ સંબંધ કેવી રીતે શક્ય બને..? આ મામલો સામે આવ્યા બાદ લોકો મૂંઝવણમાં મુકાઇ ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]