રોજ જુદા જૂદા શહેરના પોલીસ સ્ટેશનમાં રોજ ઘણી બધી મહિલાઓ પોતાના સાસરિયાઓના ત્રાસના કારણે કંટાળી જઈને ફરિયાદ નોંધાવતી હોય છે. જેમાં વધુ એક ફરિયાદ અમદાવાદ શહેરના કૃષ્ણ નગર વિસ્તારમાંથી નોંધાઇ છે. પરિણીત મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેનો પતિ અને તેના સાસરિયાઓ તેની સાથે માનસિક અને શારીરિક ત્રાસ આપે છે..
આ મહિલાની ઉંમર 30 વર્ષની છે. લગ્નના પછી તેને એક દીકરીનો જન્મ થયો હતો. તેણે વિચાર્યું હતું કે દીકરીનો જન્મ થતાની સાથે જ સમગ્ર ખુશખુશાલ બની જશે. પરંતુ તેનો પતિ તેમજ તેના સાસુ-સસરા અને દિયર પણ આ બાબતને લઈને તેને ખૂબ જ ત્રાસ પહોંચાડતા હતા.
અને મહેણાં ટોણાં મારતા હતા. આ સાથે સાથે તેની સાસુને પિયરમાંથી વધારે દહેજ લાવવા માટે દબાણ આપી હતી. એકવાર પરણિત મહિલાને તેના પતિ ઉપર શંકા ગઇ એટલા માટે તેણે તેના પતિનો ફોન જોયો હતો. જેમાં બે જુદી જુદી મહિલાઓ સાથે પ્રેમ ભર્યા મેસેજ અને હરકતો મળી આવી હતી..
આ બાબત અંગે મહિલાએ તેના પતિને પૂછ્યું હતું. પરંતુ તેને કોઈ પણ પ્રકારનો જવાબ આપવાની ના પાડી આપી દીધી હતી. પત્નીને જ્યારથી પતિના પ્રેમસંબંધની જાણ થઈ ત્યારથી પતિ તેની પત્નીથી જુદો સુવા લાગ્યો હતો. અને વારંવાર તેની સાથે ઝઘડા કરતો હતો. સારી રીતે બોલાવતો પણ હતો નહીં. અને થોડા સમયમાં જ પતિ તેની માતા સાથે રહેવા ચાલ્યો ગયો હતો..
મહિલા જ્યારે તેના પતિ પાસે ઘર ચલાવવાના પૈસાની માંગણી કરવા ગઈ હતી. ત્યારે તેનો પતિ હાજર હતો નહીં. અને તેના દિયરે તેને જવાબ આપતાં જણાવ્યું હતું કે અહીં આવવાથી એક પણ રૂપિયો તને નહીં મળે. તું શું કામ નહિ આવે છે..? અને હવે તારે શું કરવાનું છે..? એમ કહીને મહિલાને ગાળો આપવા લાગ્યો હતો..
આ સાથે સાથે મહિલા તેમજ મહિલાના ભાઈ બંનેને ખૂબ જ ગંદી ગાળો આપીને ગડદાપાટુનો માર પણ માર્યો હતો. આ સાથે તે કહેવા લાગ્યો હતો કે જો તમને પૈસા જોતા હોય તો વાટકો લઈને ભિખ માંગવા નીકળી જાવ. બાકી અમારા તરફથી એક રૂપિયો પણ નહીં મળે. સાસુ-સસરા દિયર તેમજ પતિની આ હરકતોને કારણે મહિલા કંટાળી ગઈ હતી..
અને અંતે તેને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તેના સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસ પહોંચાડવાની ફરિયાદ નોંધાવી દીધી હતી. પોલીસે આ ફરિયાદનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. ખરેખર મહિલાઓ સાથે રોજ જુદા જુદા અત્યાચારના બનાવો અણી રહ્યા છે. દરેક પરિવારમાં ક્યાંક ને ક્યાંક મનમેળ ઓછો જોવા મળે છે તેવું દેખાઈ આવે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]