રોજબરોજની જિંદગીમાં માણસ કોઈને કોઈ પરિસ્થિતિ અને લઈને ખૂબ જ હેરાન પરેશાન થઈ જતો હોય છે, જીવન જીવવા માટે ઘર વપરાશની ચીજ વસ્તુઓની જરૂર પડે છે, જેમ જેમ સમય વધતો જાય છે. તેમ-તેમ મોંઘવારીનો માર ખૂબ જ વધી રહ્યો છે, મોટાભાગની ગૃહિણીઓની માત્ર એક જ ફરિયાદ હોય છે કે, રોજબરોજની આ વધતી જતી મોંઘવારીને કારણે તેમનું ઘર ચલાવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે..
દૂધ, શાકભાજી, તેલ તેમજ પેટ્રોલ સહિતના તમામ ચીજ વસ્તુઓના ભાવ વધતાની સાથે રહેજો મધ્યમ વર્ગીય પરિવારોને તેમનું ઘર ચલાવવામાં પણ ફાફા પડી જતા હોય છે, જે લોકો મધ્યમ વર્ગીય પરિવારમાં જીવન જીવે છે. તેઓને મોંઘવારીનો માર વધારે સહન કરવો પડતો હોય છે..
કારણ કે અમીર લોકોને મોંઘવારી નડતી હોતી નથી, જ્યારે ગરીબ લોકો પણ એક ટકનો રોટલો કોઈને કોઈ રીતે ચલાવી લેતા હોય છે, પરંતુ મધ્યમ વર્ગીય પરિવારો માટે ન રહેવાય કે ન સહાયની પરિસ્થિતિઓ સર્જાઈ જતી હોય છે, અત્યારે દરેક લોકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે..
અત્યારે મગફળીની સિઝન ચાલતી હોવાને કારણે સીંગતેલના ભાવમાં અત્યાર સુધીના સૌથી મોટો ઘટાડો નોંધાયો છે, છેલ્લા બે થી ત્રણ મહિના સુધીના સમયગાળાની અંદર સિંગતેલના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે. જેના કારણે દરેક ગ્રહિણીઓ ખૂબ જ ખુશ ખુશાલ થઈ છે કારણ કે..
દિવાળી પહેલાંના સમયમાં સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાતાની સાથે જ લોકોએ સીંગતેલના ડબ્બા ખરીદવા માટે પડા પડી બોલાવી દીધી હતી. અત્યારે સિંગતેલનો ભાવ અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી સુધી પહોંચી ગયો છે, છેલ્લા બે મહિનાથી ભાવમાં દિન પ્રતિદિન 20 થી 30 રૂપિયાનો ઘટાડો નોંધાતો હતો..
એક સમયે ભાવ 3200 ને પાર પહોંચી ગયો હતો, જે અત્યારે ધીમે ધીમે ઘટીને ₹2500 સુધી પહોંચી ગયો છે. છેલ્લા બે મહિનાથી દર અઠવાડયે 150 થી 170 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે અત્યારે ભાવ 2500 થી 2550 રૂપિયા સુધીનો નોંધાયો છે, હજુ પણ ખૂબ જ મોટા વેપારીઓનું કહેવું છે કે..
જેમ જેમ મગફળીની આવક વધતી જશે, તેમ-તેમ સિંગતેલના ભાવમાં હજુ પણ ઘટાડો નોંધાવાની શક્યતા રહેલી છે, આ વર્ષે સિંગતેલનું ઉત્પાદન ખૂબ જ વધારે પ્રમાણમાં થયું છે અને અત્યારે દરેક રિફાઇનરીની અંદર ઢગલા માટે મગફળીનો ભાગ આવી રહ્યો છે, આવનારા સમયમાં પણ રિફાઇનરી ની અંદર પહોંચી જશે..
જેના કારણે ઉત્પાદન વધશે અને ભાવમાં ઘટાડો નોંધાશે તહેવારનો સમય આવે એ પહેલાં જ્યારે પણ તેમના ભાવમાં ઘટાડો નોંધાયો હોય તો દરેક લોકોમાં ખુશ ખુશાલ થઈ જતા હોય છે, કારણ કે દરેક ચીજ વસ્તુઓના ભાવમાં થોડો થોડો ઘટાડો રહ્યો હોય છે. આ ભાવ ઘટાડાને લઈને લોકોએ ખરીદી માટે લાઈનો લગાવી દીધી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]